Trending News
સ્થાનિક સમાચાર

જિલ્લા ન્યાયાલય ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

27 January


જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભુજ બાર એસોસિએશન તથા ન્યાય ખાતા કર્મચારી મંડળ દ્વારા કરાયુંં આયોજન

ભુજ - કચ્છઉદય : ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે તા. ૨૬મી જાન્યુઆરીના રોજ જિલ્લા ન્યાયાલય, ભુજ-કચ્છ ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ મહીડજ દિલીપ પી. દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ - ભુજ દ્વારા ભુજ બાર એસોસિએશન તથા ન્યાય ખાતા કર્મચારી મંડળ, કચ્છ દ્વારા સંયુક્તપણે નિઃશુલ્ક મેડીકલ ચેકપની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ સંચાલિત બ્લડ બેંક દ્વારા જિલ્લા ન્યાયાલય ખાતે ઉપસ્થિત રહી કુલ ૪૫ બોટલ રક્ત એકઠું કર્યું હતું, જેમાં ન્યાયાધીશો, કોર્ટના કર્મચારીઓ તથા વકીલોએ રક્તદાન કરી માનવસેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો. જિલ્લા સૈનિક વેલ્ફેર બોર્ડના ચેરમેન હિરેન લીમ્બચીયાએ પણ આ પ્રસંગે રક્તદાન કર્યું હતું. બ્લડ ડોનેશન બાદ સૌને સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત અદાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સના જનરલ ફીઝીશીયન બ્રિજેશ ભ્રમ્ભટ્ટ, કાન-નાક-ગળાના ડોક્ટર પાર્થ પોમલ, આંખ ના ડોક્ટર શ્રીયુત નૌરીન મેમણ તથા યશ પુરોહિત દ્વારા ન્યાયાધીશો, કોર્ટના કર્માચારીઓ તથા વકીલોનું મેડીકલ ચેકપ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ મહીડા દિલીપ પી. તથા જિલા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી.એમ. પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. 
આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ ચેતનસિંહ ડોડિયા, કચ્છ જિલ્લા વર્ગ ૩ ન્યાય ખાતા કર્મચારી મંડળ પ્રમુખ સંજયભાઈ ભટ્ટ, સ્ટેનોગ્રાફર મંડળ પ્રમુખ  રાજેશ ગોર, બેલીફ મંડળ પ્રમુખ અજય ભટ્ટ, વર્ગ ૪ મંડળના પ્રમુખ ઓ.એ. લાડકા ઉપરાંત જિલ્લા ન્યાયાલયના કર્મચારી બિમલ વાઘેલા, ઓજસ વોરા, હેત પરમાર, દુષ્યંત ડોડિયા, રેહાન લાલોર, ભુજ બાર એસોસિએશનના પ્રમુખ સચિન ગોર, સેક્રેટરી મલ્હાર બુચ, સહમંત્રી મેહુલ ગોસ્વામી, કારોબારી સભ્ય હર્ષદભાઈ જરાદી, ચિન્મય આચાર્ય તથા જિલ્લા ન્યાયાલયના કર્મચારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.
આ ઉપરાંત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ મહીડા દિલીપ પી. તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ ભુજ સચિવ બી. એમ. પ્રજાપતિઓ દ્વારા જિલ્લા સૈનિક વેલ્ફેર બોર્ડના ચેરમેન હિરેન લીમ્બાચીયા તથા કચ્છ જિલ્લાના માજી સૈનિકોના એસોસીએશન સાથે મીટીંગ કરી સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના માટે બહાર પાડવામાં આવેલ વીર પરિવાર સહાયતા યોજનાની માહિતી આપવામાં આવી હતી. 
------------

Comments

COMMENT / REPLY FROM