Trending News
સ્થાનિક સમાચાર

ઝારા- લાખાપર - ઘડુલી માર્ગના જાહેરનામાને રદ્દ કરો

27 January




હાજીપીર ખાતે મીઠાની કંપનીઓના વાહનોની અવર જવર માટે કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરેલ જાહેરનામા અંગે પ્રાંત અધિકારીને રજૂઆત 


નખત્રાણા - કચ્છઉદય : હાજીપીરથી દેશલપર માર્ગનું કામ ચાલુ છે, જેથી રસ્તો વાહનોની અવસર જવર માટે બંધ કરેલ છે, જેના કારણે રોડના વૈકલ્પિક માર્ગ તરીકે હાજીપીરથી ઝારા, લાખાપર, ઘડુલી માર્ગ અને અન્ય બે માર્ગને વૈકલ્પિક માર્ગ તરીકે કલેકટર દ્વારા જાહેરનામાથી પ્રસિદ્ધ કરેલ છે, જેના કારણે હાલે હાજીપીરથી ઝારા - ઘડુલી માર્ગ પર મોટી સંખ્યામાં મીઠાના ટ્રેઈલરોની અવર જવછર કરી રહ્યા છે. આ રસ્તો હાલે નેશનલ હાઈવે જાહેર કરેલ છે, પરંતુ રસ્તો જે તે સમયે આરએન્ડબી પંચાયત દ્વારા બનાવવામાં આવે છે. ગામડાનો રસ્તો છે, જેથી રસ્તા પર ખુર ઉંચા ચડાણ અને ડુંગરો આવેલ છે, જે ચડાણના ચડી શકવાથી દરરોજ એક ગાડી અકસ્માતને ભેટે છે. ઉપરાંત રણોત્સવ ચાલુ હોવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે મોટા ટ્રેઈલરોની અવર જવરના કારણે ખુબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર ઘડુલી તેમજ લાખાપર ગામે રોડ પર પ્રાથમિક શાળામાં નાના બાળકોની અવર જવર રહે છે. સિંગલ પટ્ટી રોડ પર પુર ઝડપે વાહનો પસાર થાય છે, જેના કારણે વાલીઓમાં ચિંતા રહે છે. આ વિસ્તાર ખેતી સાથે જોડાયેલ છે. અને હજુ તો બે દિવસમાં જ રસ્તા પર મીઠાના ઢગલા થઈ ગયા છે, જેના કારણે ખેતીને નુકશાન થવાની પણ ભીતિ છે. સિંગલ પટ્ટી રસ્તી લોડીંગ ક્ષમતા ૧૦ ટન છે, જેના સામે આ રસ્તા પરથી હાલે પ૦ ટન ઉપરના ઓવરલોડ વાહનો પરિવહન કરી રહ્યા છે, જેના કારણે ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે, જેથી આ રસ્તા પર મોટા અકસ્માતની ઘટના બને તે પહેલા વિચારવું જરૂરી છે. આ રોડ નાની ગાડીઓના પરિવહન પુરતો મર્યાદિત છે, જેથી રસ્તાના જાહેરનામાને રદ્દ કરવામાં આવે તેવી તેવી માંગ ઘડુલી ગ્રામ પંચાયતના સરપંચ નિલમબેન નીતિનભાઈ પટેલની આગેવાની ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જો બે દિવસમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો મામલતદાર કચેરી સામે ધરણા કરવામાં આવશે. પ્રાંત ઉત્કર્ષ ઉજવલને ઘડુલી, લાખાપર, ખટિયા, ઝાના અગ્રણીઓ નીતિનભાઈ પટેલ, હુસેન રાયમા, સતારભાઈ, ઉમરભાઈ, મોડ જાફર, રીઝવાન, સીધીક નાથા, જુસબ મામદ, હાજી મુખા, મામદ હુસેન, દિનેશભાઈ, અમૃતભાઈ સહિત જોડાયા હતા. 
--

Comments

COMMENT / REPLY FROM