Trending News
સ્થાનિક સમાચાર

સોલો સાઈક્લિસ્ટ આશા માલવિયાનું નખત્રાણા પ્રાંત દ્વારા સ્વાગત 

27 January


સેના દિવસ પર રાષ્ટ્રીય સાઈક્લિગ આશા માલવિયા : કોટેશ્વર, નારાયણસરોવર, કનોજ, માતાનામઢ, નખત્રાણા ખાતે સન્માન કરાયું 

નખત્રાણા : ૭૮મા ભારતીય સેના દિવસ પર દક્ષિણ - પશ્ચિમ કમાન જયપુરથી કોટેશ્વર સુધી નિકળેલી ૭૮૦૦ કિ.મી. મીટરની રાષ્ટ્રીય સાઈક્લિંગ આશા માલવિયા નખત્રાણા આવી પહોંચતાં પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા શાલ ઓઢાડી સન્માન થયું હતું. શિરસ્તેદાર શિવજીભાઈ પાયણ, એટીવીટીના સભ્ય ધર્મેન્દ્રગિરિ ગોસ્વામીએ પણ સન્માન કર્યું હતું. ગઈકાલે શા માલવિયા કોટેશ્વર, કનોજ, નારાયણસરોવર હતા, ત્યાં પણ તેમનું સન્માન થયું હતું. સવારે પ્રાથમિક શાળા ખાતે બાળકો સાથે તસવીર ખેચાવી હતી. કચ્છઉદયને આપેલી મુલાકાતમાં આશા માલવિયાએ કહ્યું કે, આ સાઈકલ યાત્રાનો ઉદેશ નારી શક્તિ, દેશ ભક્તિ અને અદમ્ય સાહસનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો છે. આ યાત્રા અભિયાન ન કેવલ દ્રઢ ઈચ્છા શક્તિનું માત્ર ઉદાહરણ નથી બાકી યુવા અને મહિલાઓના માટે પ્રેરણા સ્ત્રો બની રહેશે. ૭૮મા આર્મી ડે પર આશા માલવિયા ૧૧ જાન્યુઆરીના જયપુરથી સાઈકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજ સુધી તેઓ વિવિધ સંદેશ સાથે ૬૦ હજાર કિલોમીટરની યાત્રા પુરી ચુકી છે.
----

Comments

COMMENT / REPLY FROM