Trending News
સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓએ ખેલ-મહાકુંભ કુસ્તીનાં ઓપન વિભાગમાં મેળવી રાજ્યકક્ષાએ જ્વલંત સિદ્ધિઓ

27 January



ભુજ - કચ્છઉદય : રમત-ગમત પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ અંતર્ગત  કુસ્તી  ઓપન વિભાગ રાજ્યકક્ષા સ્પર્ધાનું આયોજન દેવગઢ બારીયા મુકામે  કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દિકરીઓએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતાં રાજ્યકક્ષાએ વરસાણી ધ્વનિ (૭૬ કેજી)માં પ્રથમ નંબર, કણઝરીયા જાહનવી (૬૨ કેજી)માં દ્વિતીય નંબર, પોકાર જૈની (૬૫ કેજી)માં તૃતીય નંબર અને ડાંગર તમન્ના (૫૯ કેજી)માં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે.   
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો, મંદિરના ટ્રસ્ટી મંડળ, સંસ્થાના પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પીંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીંડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
------

Comments

COMMENT / REPLY FROM