Trending News
સ્થાનિક સમાચાર

માધાપર જખ મંદિરે ધ્વજા મહોત્સવ અને હવનના કાર્યક્રમો યોજાયા

27 January



ભુજ - કચ્છઉદય : માધાપર જખ બૌતેરા સંઘ જખમંદિર માધાપરના પ્રાંગણમાં મહા સુદ આઠમ અને પ્રજાસત્તાક દિને ૧૫૮ વર્ષ જુના મંદિરના નૂતનીકરણની ૧૩મી વર્ષગાંઠે ધ્વજા મહોત્સવ અને હવનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હંતુ. ધ્વજા મહોત્સવ માટે મુંબઈ તેમજ બહારગામથી દાતા પરિવારો, સંસ્થાના ટ્રસ્ટીઓ, સંસ્થાના અધિકારીઓ અને ભાવિક ભકતજનોની બહોળી ઉપસ્થિતીમાં ધામધુમપૂર્વક યોજાયો હતો. જોગાનુજોગ ૨૬ જાન્યુ.નો દિવસ અને કચ્છના ગોજારા ભૂકંપને રપ વર્ષ પૂર્ણ થતા હોઈ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા જખદાદાના મંદિર પરિસર મધ્યે ભૂકંપમાં દિવંગત પામેલ લોકોની આત્માના કલ્યાણર્થે પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ આવનારા દિવસોમાં કચ્છ, ગુજરાત તેમજ આપણો દેશ ભારત વધુને વધુ સમૃધ્ધ થાય તેવી જખદાદાને અરજ કરવામાં આવી હતી.
સંસ્થાની ધ્વજારોહણ પ્રસંગની ઉજવણી સાથે સીઆઈએસએફના સાઈકલવીરોનો કાર્યક્રમ વંદે માતરમ સીઆઈએસએફ કોસ્ટલ સાઈકલોથોન ર૦ર૬ જખમંદિરના પ્રાંગણ મધ્યે ઉજવવામાં આવ્યુ હંતુ. સીઆઈએસએફના સાયકલવીરો જેમાં ૩પ યુવતીઓ અને પપ યુવકો મળી કુલ્લ ૯૦ સાયકલવીરોનો બે દિવસનો ઉતારો જખમંદિર મધ્યે વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ સાયકલવીરો લખપતથી કોચી સુધી કુલ્લ ૩૫૦૦ કી.મી.ની સફર શરૂ કરશે, જે રપ દિવસમાં પૂર્ણ કરશે. આ પ્રસંગે સંસ્થા દ્વારા સૌ સાયકલવીરોનું ખેસ પહેરાવી સન્માન કરી તેમની યાત્રા વિનાવિઘ્ને પૂર્ણ થાય તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ સાહસીક સાયકલવીરોના સન્માન કાર્યક્રમમાં સીઆઈએસએફ ગુજરાતના સીનીયર કમાન્ડર હરેન્દ્રર નારાણજી, ડેપ્યુટી કમાન્ડર સમસેરજી, આસીસડન્ટ કમાન્ડર એ.કે. પાંડે, પ્રવીણજી, નાગેન્દ્રકુમાર તેમજ તેમની સમગ્ર ટીમની હાજરીમાં સૌ સાયકલવીરોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી નરેશભાઈ શાહ, ચીમનભાઈ ગમારા, સંસ્થાના સેક્રેટરી ડૉ. હસમુખભાઈ શાહ, વિનોદભાઈ નંદુ દ્વારા સીઆઈએસએફના સૌ ઓફિસરોનું સન્માન કરવામાં આવ્યુ હતુ. સંસ્થા દ્વારા ૨૦રપની સાલમાં પણ આ સીઆઈએસએફના સાયકલવીરોનું સન્માન તેમજ રહેવાની સગવડ વિના મુલ્યે કરવામાં આવી હતી. સતત બે વરસથી સંસ્થાને દેશના વીર જવાનોની સેવાનો મોકો મળી રહ્યો છે તે બદલ આનંદ વ્યકત કરાયો હતો.
આ પ્રસંગે સીઆઈએસએફના સીનીયર કમાન્ડરે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા કરવામાં આવતા સેવાકીય કાર્યો અકલ્પનીય છે તે બદલ તેમણે સંસ્થાના સૈ ટ્રસટીઓની કામગીરી ધન્યવાદને પાત્ર છે. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી નરેશભાઈ શાહે જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા દરરોજ ગાય માતાને ઘાસચારો, કબુતરને ચણ, કુતરાને રોટલા આપવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિના લોકોની સાદડી કે બેસણા માટે નિઃશુલ્ક હોલ આપવામા આવે છે. સંસ્થા દ્વારા જખદાદાના લગ્ન આશીષ યોજના હેઠળ સમાજની કોઈ પણ જ્ઞાતિની દિકરીના લગ્ન વિનામુલ્યે કરી આપવામાં આવે છે. બાળકો માટે બગીચાની સુંદર સગવડ છે. દર્શનાર્થે આવતા ભાવિક્જનોને સાત્વીક ભોજન રહાતદરે મળી રહે તે માટે ભોજનશાળાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારની બહેનો વિજયાબેન ગમારા, અંજુબેન શાહ, પ્રભાબેન, આરૂષીબેન શાહ, મીત શાહ, કરણ ગમારા તેમજ સંસ્થાના મેનેજર પ્રવીણભાઈ સોની, હિતેશભાઈ ગજજર વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
---

Comments

COMMENT / REPLY FROM