Trending News
સ્થાનિક સમાચાર

ભુજના સ્મૃતિવન ખાતે શહિદોને અપાઈ શ્રદ્ધાંજલિ

27 January


૭૭મા પ્રજાસત્તાક દિન નિમિત્તે કચ્છના સાંસદ દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમ યોજાયો

ભુજ - કચ્છઉદય : કચ્છ - મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા “એક શામ શહીદો કે નામ” ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના કચ્છમાં થયેલ વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતોને સ્મરણાંજલી અને ભારતમાતાના પૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ૭૭માં ગણતંત્ર દિવસની સંધ્યાએ રાષ્ટ્રભક્તિ ગીતો જેમાં લોક ગાયક નિલેશભાઈ ગઢવી, પવન નાગર (ઈન્ડિયન આઇડલ),  લોક ગાયીકા ઉર્વશી રાદડીયા, ઐશ્વર્યા કેશવાણી અને અક્ષય જાની એન્ડ ગ્રુપે કાર્યક્રમમાં રસ લહાણ પીરસી હતી. 
“એક શામ શહીદો કે નામ” કાર્યક્રમમાં ઉપસ્થિત સેના આર્મી, એરફોર્સ, બીએસએફ, પોલીસ, એનસીસી, હોમગાર્ડ સિવિલ ડીફેન્સ અને પ્રશસાનિક અધિકારી ગણ, ગણ માન્ય મહાનુભાવો, તા.પં. - જિ.પં. સદસ્ય તથા કાઉન્સિલર ભાઇ-બહેનો, સહકાર્યકરો, પત્રકાર મિત્રો, સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજના ટ્રસ્ટીઓ સૌનો આભાર વ્યક્ત કરતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, આજે પુરો દેશ વિર શહીદો, સ્વતંત્રતા સેનાનીઓ અને વિજય દિવસના બહાદુરવીરો પ્રતિ નત મસ્તક છે સાથે વિર શહીદોના પરિવારોનો ઋણી છે. તેમની વીરતાનો ઇતિહાસ સ્વર્ણ અક્ષરોમાં લખાશે અને આવનાર પેઢીઓ દેશપ્રેમ - દેશભક્તિથી અવગત થશે. 
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેન્દ્ર સરકાર, રાજય સરકારો, સ્વતંત્રા સેનાની તેમના પરિવારજનોને દરેક પ્રકારની સુવિધા પ્રદાન કરી રહ્યા છે સાથે સાથે સેનાના આધુનિકરણ, સામાજીક ક્ષેત્રને મજબુતી આપવાની મહત્વપુર્ણ ભૂમિકા નિભાવે છે. 
પ્રજાસતાક દિવસ ૨૬મી જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ૧૯૫૦માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ બાલીકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, દેશ ભક્તિના ગીતો સાથે સાથે સેનાના વિર જવાનો, પોસીસ, હોમગાર્ડઝ, દેશ સેવામાં જોડાયેલ સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બીએસએફ, ડીઆઇજી શ્રી રાઠોડ, લેફ્ટ કર્નલ નિમેશકાન્તકુમાર,પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, એનસીસી કર્નલ વિકાસ પ્રભાકરજી, પૂર્વ - પશ્ચિમ હોમગાર્ડ કમાન્ડર મનીષ બારોટ, ભુમિત વાઢેર, આરએસી શ્રી મકવાણા, કલેકટર કચેરી, ડીવાયએસપી શ્રી ક્રિસચન અને શ્રી ભગોરા, ઉપસ્થિત ગુજરાત ફિલ્મ કલાકાર અંકિત સખિયા, શ્રુહદ ગોસ્વામી, કરન મેથી, રીવારાચ્છ, શુભમ ગજ્જર, નીતિન બાલાસરાનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલ, માલતીબેન મહેશ્વરી, અંગદાન પ્રણેતા દિલીપભાઇ દેશમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, નગરપાલિકા ભુજ પ્રમુખ રશ્મિબેન સોલંકી,પારૂલબેન કારા, ભાજપ શહેર પ્રમુખ મિતભાઇ ઠક્કર, જગત વ્યાસ, પ્રકાશભાઇ પટેલ, મોહનભાઇ ચાવડા, નરેશભાઇ મહેશ્વરી, માવજી મહેશ્વરી, હિતેશભાઇ ગોસ્વામી, કિશોરભાઇ મહેશ્વરી, અશોકભાઇ હાથી, મનીષાબેન સોલંકી, મયંક રૂપારેલ, દિનેશ ગણાત્રા, વિરાટ સોલંકી, શૈલેષભાઈ ચૌહાણ, રવિભાઇ નામોરી, વિરમભાઇ આહીર, મુકેશભાઇ ચંદે, મયુરસિંહ જાડેજા, પુનમ મકવાણા, અશોક હાથી, ગોકુલ ડાંગર, નિલેષ ગોસ્વામી, યોગેશભાઈ ત્રિવેદી, દિપક ડાંગર, જયંત ઠક્કર, હિતેશભાઈ ખંડોર, અલ્પેશભાઈ પટેલ, કાઉન્સિલર સંજયભાઈ ઠક્કર વિગેરેએ હાજરી આપી હતી. 
દીપ પ્રાગટ્ય, ભારત માતા પૂજન, વીર શહીદોને શ્રદ્ધાંજલિ, ભૂકંપગ્રસ્ત દિવંગતોને સ્મરણાંજલી, નિત્ય આરાધના ડાન્સ એકેડમીની બહેનો દ્વારા ગણેશ સ્તુતિ થી શરૂ થયેલ કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલા અને કલ્પેશ ગોસ્વામીએ સંભાળ્યું હતું. 
------------

Comments

COMMENT / REPLY FROM