Trending News
સ્થાનિક સમાચાર

રાપરમાં માસૂમ બાળકીની છેડતી કરનાર શખ્સ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ

27 January



નાસ્તાના પડીકા લેવા ગયેલી ૪ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલાં કરતા પંથકમાં રોષ

રાપર - કચ્છઉદય : રાપર શહેરમાં માનવતાને લાંછન લગાવતી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અંદાજે ૪ વર્ષ અને ૧૦ મહિનાની માસુમ બાળકીની છેડતી કરવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. 
પોલીસથી પ્રાપ્ત વિગતો મુજબ, બાળકી જ્યારે બાજુની દુકાન પર નાસ્તાના પડીકા લેવા ગઈ હતી, ત્યારે આરોપી અમરતભાઇ તેને પકડી રાખી તેની સાથે અશોભનીય શારિરીક અડપલાં કર્યા હતા. આ મામલે બાળકીની માતાએ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે.

Comments

COMMENT / REPLY FROM