Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ લાલ આંખ : કિડાણામાં સરકારી જમીન પરનું કરોડનું દબાણ તોડી પડાયું

27 January


કુખ્યાત આરોપી મુસ્તાક નાગીયાએ સરકારી જમીન પર ખડકેલું ગેરકાયદે બાંધકામ વહીવટી તંત્ર અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં જમીનદોસ્ત

ગાંધીધામ - કચ્છઉદય : ગાંધીધામના કિડાણા વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડી ગેરકાયદે બાંધકામ કરનારા તત્વો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કિડાણા-ભારાપર ચાર રસ્તાથી ફ્રી ટ્રેડ ઝોન તરફ જતાં માર્ગ પર અંદાજે ૧,૮૬,૦૦,૦૦૦ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદે દબાણ વહીવટી તંત્ર અને પોલીસના કાફલાએ સાથે મળીને દૂર કર્યું છે.
આ કામગીરીની વિગતો મુજબ કિડાણાના રહેવાસી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી મુસ્તાક કાસમ નાગીયા (કકલ) દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઓરડીઓ બનાવી પાકું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. અંદાજે ૧૮૬૦ ચોરસ ફૂટ જેટલી આ કિંમતી જમીન પર લાંબા સમયથી કબજો જમાવી દેવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જેસીબી મશીન વડે તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દબાણ કરનાર આરોપી મુસ્તાક નાગીયા સામે અગાઉ પણ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, લૂંટ, જાનથી મારી નાખવાની ધમકી અને જાહેરનામા ભંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. શરીર સંબંધી અને મિલકત સંબંધી અનેક ગુનાઓમાં સંડોવાયેલા આ શખ્સ સામે કડક વલણ અપનાવી તંત્રએ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. મહાનગરપાલિકા તથા પોલીસની સંયુક્ત કામગીરીમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી ગોઝીયા, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રીપ્રસાદ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM