રાપરમાં જૂની અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા
નવાપરા વિસ્તારમાં વાહન ચલાવવા બાબતે થયેલ બોલાચાલીમાં આરોપીએ પડોશી યુવાનને રહેંસી નાખ્યો
રાપર - કચ્છઉદય : રાપરમાં યુવાનની હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. રાપરના નવાપરા વિસ્તારમાં રહેતા ૨૨ વર્ષીય પ્રવિણ જગમાલભાઇ ભરવાડ નામના યુવાનની કરપીણ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
શૈલેષભાઈ જગમાલભાઈ ભરવાડે રાપર પોલીસ ફરિયાદ અનુસાર આરોપી નિમેશભાઈ કિરીટભા ગઢવી વારંવાર પ્રવિણના ઘર પાસેથી વાહન લઈને પસાર થતો હતો, જે બાબતે પ્રવિણે તેને અગાઉ ઠપકો આપી વાહન ન ચલાવવા જણાવ્યું હતું. આ બાબતનું મનદુખ રાખીને આરોપીએ ગત તા. ૨૫ જાન્યુઆરીના રોજ રાપર નગરપાલિકાના કચરા ડેપો પાસે બોયડી કટીંગ સીમ વિસ્તારમાં પ્રવિણ પર છરી વડે હુમલો કર્યો હતો. પેટના ભાગે ગંભીર ઈજા થવાથી યુવાનનું મોત નિપજ્યું હતું. રાપર પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Comments