Trending News
સ્થાનિક સમાચાર

અમદાવાદ - કચ્છ હાઇવે પર પાર્ક કરેલી ટ્રકમાંથી ૧.૦૭ કરોડનો દારૂ ઝડપાયો

27 January


ગાંધીધામ - કચ્છ ઉદય : સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા આદરેલી વિશેષ ઝુંબેશ હેઠળ મોટી સફળતા મળી છે. આ ટ્રક કચ્છ તરફ આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસની તપાસમાં શું નીકળે છે તે જોવું રહ્યું.
સુરેન્દ્રનગર આઈજીની કડક આદેશ બાદ સુરેન્દ્રનગર પોલીસ હાઈવે પર સઘન પેટ્રોલિંગ હાથ ધરી હતી તે દરમિયાન હાઇવે પર એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ધ્રાંગધ્રાના ચુલી ગામ પાસે ગંભીર કાર્યવાહી કરી હતી. અમદાવાદ - કચ્છ હાઇવે પર આવેલી આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલી એક ટ્રકની તલાશી લીધી હતી. આ ટ્રકમાં અત્યંત ચાલાકી પૂર્વક બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
આ દરોડા દરમિયાન પોલીસે ટ્રકમાંથી નાની ઇંગ્લીશ દારૂની કુલ ૨૫,૪૪૦ બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત અંદાજે ૮૭.૫૬ લાખ રૂપિયા થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ૨૦ લાખની કિંમતની ટાટા કંપનીની ટ્રક, સિમ કાર્ડ અને ફાસ્ટેગ સહિત કુલ ૧.૦૭ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, દરોડા દરમિયાન ટ્રકનો ચાલક અને માલિક પોલીસના હાથે લાગ્યા નથી, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન 
કર્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM