Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા ડિઝલચોર અયુબે મોરબીમાં પોત પ્રકાશ્યું : મોટી ડિઝલચોરીમાં ઝડપાયો

27 January



મોરબીમાં ૯૭૦ ડિઝલ ચોરીમાં સમા ગેંગના બે આરોપી પકડાયા, એક ફરાર : પકડાયેલા આરોપી અયુબ સમા કચ્છમાં ૧૩ જેટલા ગુના નોંધાયેલા 


ગાંધીધામ - કચ્છઉદય : કચ્છના બંદરો પર આવતા ઓઈલ-તેલ-ડીઝલ સહિતના માલની અમુક હાઈવે હોટેલો પર દાદાગીરી પૂર્વક અથવા તો ડ્રાયવર કલીનરને લલચાવી ફોસલાવીને વાહનોમાથી ડીજલચોરી આયોજનબદ્ધ રીતે કરવામા આવી રહી છે. મોરબીમાં આ મુજબની જ ડીઝલચોરી ઝડપાઈ છે તેમાં કચ્છમાં ગુનાહિત ઈતિહાસ ધરાવનારા ડિજલચોર અયુબ ઝડપાવવા પામ્યો છે. 
આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર કચ્છના આરોપીઓ જિલ્લા બહાર જતા વાહનો જયારે પાર્ક કરેલા હોય છે, ત્યારે તેમાં ચોરી કરવામાં આવે છે. ત્યારે કચ્છમાં અનેક ગુના આચરનાર ગેંગના બે આરોપીઓને મોરબીના બાદરગઢમાં ૯૭૦ લિટર ડીઝલની ચોરીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. ગુનામાં સંડોવાયેલા એક અન્ય આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ મોરબી - માળિયા હાઈવે પર ગાળા અને બહાદુરગઢ ગામના પાટિયા પાસે રાત્રિના સમયે સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ વાહનોની ડીઝલ ટેન્ક તોડીને ૯૭૦ લિટર ડીઝલની ચોરી થઈ હતી, જેના પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદો નોંધાઈ હતી. ગુનો નોંધા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જેથી બે આરોપી ઝડપાતા તેમની પાસેથી ડીઝલ પૈકી ૧૭૫ લિટર ડીઝલ (કિંમત રૂ. ૧૫,૭૫૦) અને ડીઝલ વેચીને મેળવેલા રૂ. ૪૭,૫૦૦ રોકડા મળી કુલ  રૂ. ૬૩,૨૫૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અયુબ મલુક સમા (રહે. નાના દીનારા, તા. ભુજ) અને ચોરીનું ડીઝલ ખરીદનાર પ્રદીપભાઈ અમુભાઈ મિયાત્રાનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં અસલમ ઉર્ફે અનવર કમાલ સમા (રહે. કોટડા, તા. ભુજ)નું નામ પણ સામે આવ્યું છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓની ડીઝલ ચોરીની મોડસ ઓપરેન્ડી આરોપીઓ હાઈવે રોડ પર અને પાર્કિંગમાં ઉભેલા વાહનોને નિશાન બનાવી, તેમની ડીઝલ ટેન્કના ઢાંકણાના લોક તોડીને ડીઝલ ચોરી કરતા હતા. પકડાયેલા આરોપી અયુબ સમા વિરુદ્ધ ભુજ, નલિયા, ભચાઉ, પધર અને માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ ૧૩ જેટલા ગુના નોંધાયેલા છે. 

 

Comments

COMMENT / REPLY FROM