Trending News
સ્થાનિક સમાચાર

કચરાના ગંજ મુદ્દે ન.પા.ના ચીફ ઓફીસર મહાશય એ  આળસ ખંખેરી ખરી.! : એસટી ડેપો મેનેજરને નોટીસ ફટકારાઈ

25 January



એસટી પરીસરમાં આવેલી દુકાનના માલીકો દ્વારા કચરાના ગંજ આડેધડ ખડકાઈ રહયા હોવાનુ જણાવી અને સખ્ત પગલા લેવાની ચીફ ઓફીસર દ્વારા એસટી વિભાગને કરાઈ તાકીદ

જાહેરસ્વાસ્થય-લોકોના જન આરોગ્ય સાથે મોટા ચેડા સમાન ગંદકીના ગંજ ખડકાવનારાઓ બાબતે તો કડકાઈ કરાઈ,હવે શહેરના દબાણકારો, રોડ-રસ્તા-નાળાંના આડેધડ અડધા અધુરા કામો કરનારાઓ, ટ્રાફિકના અડચણરૂપ દબાણો કરનારાઓનો પણ ઉધડો લઈ દેખાડો ચીફ ઓફીસર સાહેબશ્રી..! : સંકુલવાસીઓનો આક્રંદ



ગાંધીધામ : કચ્છના બારડોલી તરીકે પ્રખ્યાત નખત્રાણાને ગ્રામ પંચાયતમાથી નગરપાલિકા તો મળવા પામી છે , સરકાર તરફથી પણ આ નગરપાલીકા ક્ષેત્રમા વિકાસ કામોને લઈને ગ્રાન્ટ ફાળવણીઓ પણ કરવામા આવી રહી છે પરંતુ આ નગરપાલિકાના ચીફ ઓફીસર જાણે કે, અન્યત્ર ચાર્જ હોવાથી નગરપાલિકા વિસ્તારને લઈને નંચિત જ ફરી રહ્યા હોય તેવો જનાક્રોશ પાછલા અમુક સમયથી સામે આવતો હતો. શહેરમાં રોડ રસ્તા, ગટર, પાણીગ્, ગંદકી, સ્વચ્છતાનો ઠેર ઠેર અભાવ, ટ્રાફીકની માથાફાડ સમસ્યાઓ, આડેધડ શહેરી દબાણો સહિતના મામલે કોઈ જ પરીણામ લક્ષી કાર્યવાહીકરતા ન હોવાનો બળપો શહેરીજનો ઠાવી રહ્યા છે. તે દરમ્યાન જ નખત્રાણાના ચીફ ઓફીસર શ્રી ગઢવી દ્વારા લેખિતમાં આ બાબતે જીએસઆરટીસી બસ સ્ટેશન ડેપો મેનેજર નખત્રાણાને નોટીસ આપી અને જણાવ્યુ છે કે,નખત્રાણા નગરપાલીકાના વિસ્તારમાં એસટી ડેપો પરીસરમાં આવેલ વિવિધ દુકાનોનો કચરો માલિકા દ્વારા સરેઆમ ઓમકારેશ્વર મહાદેવ મંદીર સામે આવેલ ખુલ્લા નાળામાં ફેંકવામાં આવે છે. જે બાબતે વારંવર રજુઆતો નગરપાલિકાને મળી રહી છે અને નગજરનો પણ હવે આ સમસ્યાથી રોષ ઠાલવી રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે, આ સફાઈ અંગેની બાબત ગંભીરતાથી લઈ અને એસટી ડેપો મેનેજર કક્ષાએથી યોગ્ય ઘટતું કરી સદર દુકાનદારો સામે સખ્ત પગલા લઈ, કરેલ કાર્યવાહીની જાણ નગરપાલીકાકચેરીને કરવા સાથે જણાવાયું છે. જાહેર જનતાના સ્વાસ્થયને લગતી આ બાબતે હોઈ તાત્કાલીક અસરથી ગંદકી ન કરવા અને તે બાબતેની તકેદારી રાખવા દુકાન માલિક સહિતનાઓને એસટી ડેપોમેનેજર કક્ષાએથી જરૂરી સુચનો આપવામં આવે તેવી પણ તાકીદ કરાઈ છે. હવે હકીકતમાં આ નેાટીસ એક પત્ર બનીને રહેશે કે પછી હકીકતમાં પ્રજાસમસ્યાનો નિકાલ કરવામાં નગરપાલીકાના ચીફ ઓફીસરશ્રીને સાચો રસ છે, તે તો આવનારો સમય જ બતાવશે! જો કાર્યવાહી એસટી કરે અને સફાઈ જાળવે તો સમજી શકાય કે નગરપાલીકાના ચેરમેનશ્રી હકીકતમાં પ્રજાહિતના કાર્યો માટે ચિંતિત છે, અને જો કાર્યવાહી ન થાય તો સમજવાનુ કે કાગળીયા પર કામગીરી કરવામાં જ રસ હતો? જાણકારો તો કહી રહ્યા છે કે, જે રીતે સફાઈ બાબતે નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રીએ કાર્યવાહી કરી છે તે રીતે શહેરી દબાણોની ૧પ દીવીસની મુદત પુરી થવા પામી ગઈ છે, તે મામલે, ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે, વિરાણી પાસે આડેધડ ખોધાયેલ પડેલા નાળાના કામમાં ગતિ લાવવા અંગે, તથા પાણી સહિતના પ્રશ્નો બાબતે પણ સ્ફુર્તિ દાખવે તેવી ટકોર સંકુલનો વર્ગ કરી રહ્યો છે.



...........


કચ્છઉદયના અહેવાલે તંત્રને જગાડયું

નધણીયતા નગરપાલિકાના લીધે શહેરમાં સુવિધાઓનો અભાવનો આંખ ઉઘાડતો અહેવાલ આ પ્લેટફોર્મ પરથી રજુ કરવામા આવ્યા બાદ ત્વરિત જ નગરપાલિકાએ કચરા બાબતે સબંધિત વિભાગને નોટીસ ફટકારી છે. એટલે આ પ્લેટફોર્મ પરથી ઉજાગર થયેલા અહેવાલથી તંત્ર હરકતમાં આવ્યુ છે.

Comments

COMMENT / REPLY FROM