Trending News
સ્થાનિક સમાચાર

નાપાક મુલકને અડીને આવેલ સરહદી કચ્છમાં સુરક્ષા-ગુપ્તર એજન્સીઓ ન રહે ગાફેલ..!

25 January

પ્રજાસત્તાક પર્વ અને રાષ્ટ્રીય સુરક્ષા.!



ભારતનો વૈશ્વીક ડંકો, આર્થિક-વેપાર-સરંક્ષણ ક્ષેત્રે ભારતની મજબુત પકકડ દેશવિરોધી તત્વોને લાંબા સમયથી આંખમાં કણીની માફક ખુંચે છે, નાપાક તાકાતો ભારતમાં આતંરીક ભાંગફોડ સર્જવાના ફિરાકમાં જ રહે છે, તેમાં પણ મોટી ચુંટણી, ધાર્મિક અથવા તો રાષ્ટ્રીય તહેવારોમાં ભાંગફોડીયા તત્વો સખણાં રહેતા જ નથી, ર૬મીજાન્યુઆરી-પ્રજાસત્તાક દિવસ પૂર્વે જાણકારોની લાલબત્તી


અમદાવાદમાં શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા ઇ-મેઇલ મળ્યા હોવા કે પંજાબમાં શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ થવી આ બધું ચેતવણીરૂપ સંકેત છે : એજન્સીઓ રહે વધુ સતર્ક

કચ્છના છેવાડાના વિસ્તારમાંથી કાશ્મીરી તત્વો પકડાયા તે બાદ ખાવડા વિસ્તારમાંથી માનસિક અસ્થિર કહેવાતો શખ્સ પકડાય એ ઘટના પણ સૂચક કહેવાય


ગાંધીધામ : ૨૬ જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિન ભારતની લોકશાહી, સંવિધાનિક મૂલ્યો અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. દેશ જ્યારે આ પર્વની ઉજવણી માટે તૈયારીઓ કરે છે, ત્યારે તેની સાથે રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી પણ અનેકગણી વધી જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 
નેતૃત્વમાં ભારત આજે વૈશ્વિક મંચ પર આર્થિક, સૈન્ય, ટેકનોલોજી અને કૂટનીતિક ક્ષેત્રોમાં સતત મોટી સિદ્ધિઓ મેળવી રહ્યું છે. ભારતની વધતી શક્તિ અને આંતરરાષ્ટ્રીય સ્વીકાર્યતા જોઈને કેટલાક નાપાક દેશો અને તેમના આતંકી આકાઓમાં અસ્વસ્થતા ફેલાઈ છે. જે વાત કેટલાક નાપાક દેશો અને આતંકી તત્વોને અકળાવી રહી છે.ભારતને ખુલ્લી લડાઈમાં ટક્કર આપવાની ક્ષમતા ન ધરાવતા આવા તત્વો હંમેશા દેશની આંતરિક શાંતિ ભંગ કરવા, ભયનું વાતાવરણ ઉભું કરવા અને એકતાને ખોરવવાનો પ્રયાસ કરતા રહ્યા છે. ખાસ કરીને રાષ્ટ્રીય પર્વો, મોટા ધાર્મિક તહેવારો અથવા મહત્વપૂર્ણ રાજકીય ઘટનાઓ દરમિયાન આ પ્રકારની હરકતોમાં વધારો થતો જોવા મળે છે. તાજેતરમાં અમદાવાદમાં શાળાઓને બોમ્બ વિસ્ફોટની ધમકી આપતા ઇ-મેઇલ મળ્યા હોવા કે પંજાબમાં શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ થવી આ બધું ચેતવણીરૂપ સંકેત છે.આ તમામ ઘટનાઓ એ સ્પષ્ટ સંકેત આપે છે કે નાપાક તાકાતો ભારતની શાંતિ અને સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ છોડી રહી નથી.આવા સંજોગોમાં ભારતના પશ્ચિમ છેવાડે આવેલો કચ્છ જિલ્લો સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વનો બની જાય છે. લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ, દરિયાઈ સીમા અને સંવેદનશીલ ભૌગોલિક પરિસ્થિતિને કારણે કચ્છ જિલ્લો હંમેશા સુરક્ષા એજન્સીઓની વિશેષ નજર હેઠળ રહે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ રાષ્ટ્રીય સુરક્ષાને પડકાર મળ્યો છે, ત્યારે કચ્છ જિલ્લાનું મહત્વ કેન્દ્રસ્થાને આવ્યું છે.આ સંજોગોમાં ભારતના પશ્ચિમ છેવાડે આવેલો કચ્છ જિલ્લો સુરક્ષા દૃષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ, દરિયાઈ સીમા અને વ્યૂહાત્મક સ્થાનને કારણે કચ્છ માત્ર ગુજરાત માટે નહીં, પરંતુ સમગ્ર ભારત માટે સુરક્ષાની પ્રથમ કડી સમાન છે. ઇતિહાસે વારંવાર સાબિત કર્યું છે કે કચ્છની સુરક્ષા એટલે દેશની સુરક્ષા.આથી પ્રજાસત્તાક પર્વ પૂર્વે કચ્છ પોલીસ, રાજ્ય પોલીસ, કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ વચ્ચે સંપૂર્ણ સંકલન અને સતર્કતા જાળવવી અનિવાર્ય છે. કોઈ પણ પ્રકારની ગાફેલગીરી ન રહે, કોઈ પણ નાપાક યોજના ભાંગફોડ થતી પહેલાં જ નિષ્ફળ બનાવવામાં આવે એજ સમયનો તકાજો છે. પ્રજાસત્તાક પર્વ પૂર્વે કચ્છમાં સતત દેખરેખ અને સમયસર કાર્યવાહી જરૂરી બની રહે છે. કોઈપણ પ્રકારની ગાફેલગીરી ન રહે, નાનીથી નાની શંકાને પણ ગંભીરતાથી લેવામાં આવે આજ રાષ્ટ્રીય હિતમાં છે. પ્રજાસત્તાક દિન માત્ર તિરંગો ફરકાવવાનો દિવસ નથી, પરંતુ દેશની સુરક્ષા, એકતા અને જવાબદારી પ્રત્યે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવાનો અવસર છે. જાગૃત તંત્ર અને સજાગ નાગરિકો આ બે મળીને જ ભારતને દરેક નાપાક ઈરાદા સામે અડીખમ રાખી શકે છે.રાષ્ટ્રીય પર્વો માત્ર ઉજવણીના દિવસો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, એકતા અને જવાબદારીની કસોટી પણ છે. દેશની સરહદે બેઠેલો કચ્છ જિલ્લો આજે પણ ભારતની સુરક્ષા દીવાલ તરીકે મજબૂતીથી ઊભો છે અને આવું જ રહે તે માટે તમામ તંત્ર અને નાગરિકોની જાગૃતતા 
જરૂરી છે.


...............

ભ્રષ્ટ પીઆઈ તો અમિત સાથે બાયોડીઝલ દાણચોરીમાં છે 
વ્યસ્ત : જો જો કયાંક આવા તત્વો થકી જોખમ ન સર્જાય..!


આઈબીની જવાબદારી છે કે કોઈ શંકાસ્પદ હલચલ હોય તો તેના પર બાજ નજર રાખે, અને રીપોર્ટ કરી તે અંગે સબંધિત પોલીસ મથકને આગોતરુ એલર્ટ કરે, પરંતુ આ બની બેઠેલા ભ્રષ્ટ પીઆઈ તો બાયોડિજલ, લાકડાનો ભુસો, યુરીયા ખાતરની કાળા બજારી તથા વિવાદીત જમીનોના ડખ્ખાઓમાં પડી, ખુદ જમીનો ખરીદવાની વેતરણમાં જ રટ્ટ પડયા હોવાની છે ચર્ચા, આવા લોકોની બેદરકારથી સીમાવર્તી વિસ્તારમાં કોઈ ઘટના ન બની જાય..? જાણકારોનો ઈશારો

ગાંધીધામ :  સીમાવર્તી કચ્છમાં ગુપ્તરવિભાગની મહત્વતા સુરક્ષાની દ્રષ્ટીએ ઓર વધી જાય છે. કોઈ છમકલાઓ કે ઘટનાઓને અહ બનતી જ અટકાવી પડે તેમાં આઈબી વિભાગ સક્રીય હોય તો જ બની શકે. અહી તો એક બની બેઠલા ભ્રષ્ટ પીઆઈ તો અમિત જેવા ડીઝલ દાણચોર સાથે ધંધામાં ભાગબટાઈ કરીને બેઠા છે. ન માત્ર ડીઝલ બલ્કે આ ભ્રષ્ટ પીઆઈને તો લાકડાનો ભુસો, યુરીયા ખાતરની કાળા બજારીમાં પણ સારી ફાવટ હોવાનુ કહેવાય છે. હવે આઈબીના બની બેઠેલા પીઆઈ આ રીતે ભ્રષ્ટાચારમા જો ગળાડુબ રહેતા હોય તો દેશની સલામતી-સુરક્ષાની ચકાસણીઓ આગોતરી કરવાનો સમય તેમને કયારે મળતો હશે? આવા ભ્રષ્ટ બની બેઠલા પીઆઈ થકી કયાંક કોઈ મોટી ઘટના કે છમકલાઓને અંજામ ન અપાઈ જાય તે જોવુ હિતાવહ કહેવાશે.3

Comments

COMMENT / REPLY FROM