દેશલપર ચેકપોસ્ટ પોલીસ સ્ટેશનમાં ૧૧૭ ટ્રક ડ્રાઇવરોની આંખની તપાસ કરાઈ
નખત્રાણા - કચ્છઉદય : દેશલપર પોલીસ ચેકપોસ્ટ ખાતે કેસીઆરસી ભુજ તેમજ માનકુવા પોલીસના દ્વારા ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંતર્ગત ૧૧૭ ટ્રક ડ્રાઇવરની આંખોની તપાસ કરાઈ હતી, જેમાં ૪ર ચશ્મા, દૂરના ૭ ડ્રાઈવરને ચશ્મા આપવામાં આવ્યા હતા. મોતીયા ૧ અને વેલ ૩ લોકોના નિશુલ્ક ઓપરેશન કરવામાં આવશે. રાત દિવસ ડ્રાઈવિંગ કરે છે તેવા ટ્રક ડ્રાઇવરોની આંખ તપાસ થાય અને જરૂરી ચશ્મા, દવા કે ઓપરેશન દ્વારા સારવાર આપીને એક્સિડન્ટનું પ્રમાણ ઓછું કરી શકાય અને લોકોની જિંદગી બચાવી શકાય. વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે સમજ અપાઈ હતી. માનકૂવા પીઆઈ કે.એમ. ગઢવી, અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણ, માનકૂવા પોલી સટેશનોનો સટાફ મુકેશભાઈ સાધુ, નીલાભાઈ ઠાકોર, કમલેશભાઈ ચૌધરી, ભરતભાઈ હજુજ, પરસોત્તમભાઈ વાસાણી, ચેતનભાઈ માવાણી, અમૃતભાઈ પ્રેમજીયાણી, પ્રવિણભાઈ ઉકાણી, મહેન્દ્રભાઈ ગોરાણી, ચંદુભાઈ વાસાણી, આશિષ લીંબાણી, મેઘજીભાઈ ધોરીયા, પ્રવીણભાઈ ચોપડાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી નેત્ર નિદાન સારવાર કેમ્પ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કે.સી.આર.સીના ભુપેન્દ્રસિંઘ રાવત, સૂર્યદીપસિંહ ગોહિલ, મિતરાજસિંહ ગોહિલ, દીપકભાઈ મહેશ્વરી, હેમેનભાઈ મારવાડા દ્વારા નેત્ર નિદાનની કામગીરી કરી હતી.

Comments