કચ્છ પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત
ભુજ - કચ્છઉદય : ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ સૌએ કચ્છની ધરતી પર મુખ્યમંત્રીને આવકાર્યા હતા.
આ પ્રસંગે રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુધ્ધભાઇ દવે, માલતીબેન મહેશ્વરી, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી સહિત અગ્રણીઓમાં ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધવલ આચાર્ય, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ભીમજીભાઇ જોધાણી, મીતભાઇ ઠક્કર સહિતના અગ્રણીઓએ હાજર રહી મુખ્યમંત્રીનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું.

Comments