કચ્છ જિલ્લા ભાજપ સંગઠનમાં નવી નિમણુંકોની ગણાતી ઘડીઓ : કોઈ પણ સમયે જાહેરાત...
વધતી ઠંડી સાથે જિલ્લાના આંતરીક રાજકારણમાં આવ્યો ગરમાવો
ટીમ દેવજીભાઈ વરચંદમાં ર૦થી વધુ જેટલા હોદેદારોના નામની સત્તાવાર ઘોષણાનો પુનઃ સળવળાટ : નો રીપીટ થીયરીની સંભાવના : નવા ચહેરાઓ
અને નવા જાતી-જ્ઞાતિ સમીકરણોને પ્રાથમીકતાનો અંદાજ
ગાંધીધામ : ભારતીય જનતા પાર્ટી દ્વારા પાછલા લાંબા સમયથી પક્ષની સંગઠન સરંચનાની કાર્યવાહી ચાલી રહી છે અને તબક્કાવાર હવે તેમા નિમણુંકો હાથ ધરવામા આવી રહી છે. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ અને તેમની ટીમની રચના કરી દેવાઈ છે. ભાજપને રાષ્ટ્રીય અધ્યક્ષ જે લાંબા સમયથી અટકેલ હતા તે પણ નવીન નબીનના રૂપમાં મળી જવા પામ્યા છે. હવે ગુજરાત કક્ષાએ મોરચાઓની નિમણુકો સાથોસાથ જ જિલ્લા-શહેર સંગઠનની નિમણુકોને લઈને આતુરતા પુર્વક રાહ જોવાઈ રહી છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર કચ્છમાં જિલ્લા ભાજપના સંગઠનમા નવી નિમણુકોની જાહેરાતો થવાની ઘડીઓ ગણાઈ રહી છે. કોઈ પણ સમયે જાહેરાત થઈ શકે છે તેવા અહેવાલો રાજકીય ગલિયારોમાં ચર્ચાવવા પામી રહ્યા છે. કચ્છમાં ટીમ દેવજીભાઈના ર૦ જેટલા મુખ્ય હોદાઓના પદાિધિકારીઓ માટે પ્રથમ સેન્સ પ્રક્રીયાઓ હાથ ધરાઈ હતી અને નામો મુકવામા અવયા હતા જે બાદ પ્રદેશ અધ્યક્ષ પદે શ્રી વિશ્વકર્મા આવ્યા બાદ લાગવગવાળા સહીતનાઓને તદન સાઈડમા મુકી નવા નામો માંગવામા આવ્યા હોવાનુ મનાઈ રહ્યુ હતુ. જેને પણ એકાદ પખવાડીયાનો સમય વીતી ગયો છે. દરમ્યાન જ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતનાની હાજરીમાં સચિવાલય કક્ષાએ મોટી બેઠક મળવા પામી ચુકી છે. જેમાં સીએમ-પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્મા સહિતનાઓપણ મોજુદ હતા. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ સહિતના આયોજનોને જોતા પહેલા પ્રદેશના મોરચાઓની જાહેરાત થાય અને તે બાદ તુરંત જ જિલ્લા-શહેર સંગઠનોની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવનાઓ હવે જોાવઈ રહી છે. કહેવાય છે કે, દીલ્હી હાઈકમાન્ડ તરફથી પ્રદેશ એકમોને જિલ્લા-શહેર સંગઠનોમાં નિમણુકો કરી દેવા સંદર્ભે ગ્રીન સિગ્નલ આપી દેવામા આવ્યા છે જેને લઈને હવે ગુજરાત-કચ્છમાં પણ આગામી ટુંક જ સમયમાં સત્તાવાર જાહેરાતો થાય તેવુ અનુમાન રાજકીય તજજ્ઞો લગાવી રહ્યા છે. કચ્છમાં ખાસ કરીને જિલ્લા ભાજપ મહામંત્રી પદોને લઈને કહેવાય છે કે નો રીપીટ થીયરી અપનાવવમા આવશે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. ચહેરાઓ કયા હોઈ શકે છે, તેને લઈને હજુ સુધી જો અને તોની જ ચર્ચાઓ ચાલી રહી છે. એમ પણ કહેવાય છે કે, સંગઠનની નિમણુકોમાં વિવિધ જાતી-જ્ઞાતિના સમીકરણો પણ આ વખતે ચોંકાવનારા જ હશે. એકતરફ કાશ્મીરમાં ઠંડા પવનોની અસર તળે કચ્છમાં પણ ઠંડી વર્તાઈ રહી છે ત્યારે બીજીતરફ નિમણુકોની સંભાવનાઓના પગલે જિલ્લાનારાજકીય બેડામાં આંતરીક ગરમાવો વ્યાપેલો જોવાઈ રહ્યો છે. કહેવાય છે કે, ર૬મી જાન્યુઆરી આસપાસમાં આ નવી નિમણુકોની જાહેરાતો સત્તાવાર રીતે થવા પામી જશે.

Comments