Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં PMO-CMO હાઉસના નામે કરોડોના ઉઘરાણા : આ ખેલ કોનો? : તપાસ કોણ કરશે?

24 January

ધીરે ધીરે બોલ કોઈ સુનના લે..સુનના લે..કોઈ સુનના લે..!

સવામણનો સવાલ એ છે કે,  પીએમઓ અને સીએમઓના નામે ફોન કરનાર અને કરાવનાર વ્યકિતઓ કોણ? કચ્છમાં કરોડોના ઉઘરાણા કરનાર કોણ છે? : શું કોઈ તત્વો સરકારની છબી આગળ રાખી પોતાનું ખિસ્સું ગરમ કરી રહ્યા છે? : તપાસ જરૂરી છે, નહીં તો શંકાનો ઘેરો વધુ લાંબો બનશે : સરકારના નામે કાર્યક્રમો યોજવાની મંજુરીઓ કોણ આપે છે? ઉઘરાવેલી રકણ કયાં વપરાય છે?

જો ખરેખર આ કાર્યક્રમો પ્રજાહિતના, વિકાસના અને સરકારની યોજનાઓને સાર્થક કરતા હોય—તો તેનો કોઈ વિરોધ નથી. પરંતુ જો એ માત્ર દેખાડા, પ્રસિદ્ધિ અને ઉઘરાણાનું સાધન બન્યા હોય, તો તેની ઊંડાણપૂર્વક તપાસ અતિ આવશ્યક છે. : પીએમઓ-સીએમઓ હાઉસમાંથી ઉઘરાણાખોરોના મદદગાર બનીને કચ્છમાં ફોન કરનારા કોણ છે?

આવા તાયફારૂપ કાર્યક્રમોમાં આવતા આગેવાનો-મોભીઓ-મંત્રીશ્રીઓ પણ તેમના પક્ષના સ્થાનિકના આગેવાનોથી તપાસ કરાવે કે, તેઓ જયા આવી રહ્યા છે તે કાર્યક્રમો-આયોજનો કોઈ સાચા ખોટા ઉઘરાણા-લુંટ આદરીને તો નથી યોજાતા ને?

આ રીતે કંપનીના નામે ઉઘરાણાઓ કરી અને તાયફાઓ રચી કોઈને ટિકિટો મેળવી લેવી છે એવુ તો નથી ને..?

સરકાર-પીએમઓ-સીએમઓના નામે પૈસા ઉઘરાવવા એ ઈવેન્ટ નથી, એ સીધો આર્થીક ગુનો છે,  તપાસ નહી થાય તો શંકા તંત્ર પર પણ જશે..!

જો તંત્ર અહીં સમયસર તપાસ નહી કરે તો આ મામલે નાગરીકો કે સામાજિક કાર્યક્રો દ્વારા હાઈકોર્ટમા પીઆઈએલ દાખલ થવી અનિવાર્ય બની શકે છે, કારણ કે અહી માત્ર પૈસાનો પ્રશ્ન નથી, અહી સરકારની વિશ્વસનીયતા અને લોકશાહીની નૈતિકતા દાવ પર લાગી છે..

ધરતીકંપમાં જે દિવંગતોએ પ્રાણ ગુમાવ્યા, 
તેમના પરીવારજનો-સગા સબંધીઓને આ ઉઘરાવેલા ફંડફાળામાંથી કેટલી રકમો આપશો? કોઈક તપાસ તો કરાવો કે કયારેક શહીદોના નામે, કયારેક સૈનિકોના બહાને, તો વળી કયારે વાવાજોડા-ભુકંપ જેવી કુદરતી આપદાઓના નામે ઉઘરાણા ભુતકાળમાં કરનારા આ મહાશયોએ અસરગ્રસ્તોનું કેટ-કેટલું ભલું કર્યુ છે? જેમના નામે ઉઘરાણા કરાયા તે બાબતોના હિસાબ-કિતાબ કોને આપ્યા? કયારે સાર્વજનિક કયારે? 
ઃ જો અગાઉ પણ ફંડફાળાઓ ઉઘરાવી ઓંઈયા જ કર્યા હોય તો હવે શું ભલિવારી કરશે? આખાબોલા વર્ગનો તીખો ટોણો


ખાટલે મોટી ખોટ : કોઈક તો પુછો..? : કચ્છમાં છેલ્લા કેટલા સમયથી પીએમઓ-સીએમઓ અને સરકારના નામે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે? આવા આયોજનોની આડમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો પાસેથી મોટી રકમ ઉઘરાવાઈ રહી હોવાની ચર્ચાઓ છતા તપાસ કેમ નહી? એક કાર્યક્રમ પુરો થાય ન થાય ત્યાં બીજાનો ખર્ચો થોપી દેવાય છે? પીએમઓ-સીએમઓનો નામે ઉપરથી ફોન કરવી દાદાગીરી પૂર્વક ફાળો માંગવામાં આવતો હોવાનો લાગે છે આરોપ, ફાળો ન આપનાર પર પરોક્ષ દબાણ-માનસીક તણાવની ઉઠી રહી છે ફરીયાદો : પીએમઓ-સીએમઓ હાઉસમાથી સત્યતાલક્ષી તપાસ થવી જરૂરી નહી તો જનવિશ્વાસને લાગશે ધક્કા..!

અર્ધસરકારી કંપનીને પણ છોડવામાં નથી આવી, તેમને પણ કરોડોમાં નવડાવી દીધા છે, આ બધુ છે શું? લુંટવાનુ સાધન કોણ આપી રહ્યું છે..? તેની પાછળ કોનો દોરીસંચાર છે? કોના નામે ફિલમ ચાલી રહી છે? રાજકારણીઓ પણ કેમ ચૂપ બેઠા છે? 



ગાંધીધામ : છેલ્લા કેટલાક સમયથી કચ્છ જિલ્લામાં કાર્યક્રમો, આયોજનો અને ‘સરકારી સંલગ્ન’ ઇવેન્ટ્‌સની આડમાં અમુક લેભાગુ-સસ્તીપ્રસિદ્ધ ભુખ્યા તત્વો દ્વારા કરોડોની રકમ ઉઘરાવાની ચર્ચાઓ તેજ બની છે. પીએમઓ, સીએમઓ, મંત્રીશ્રીઓ અને સરકારના નામે ફોન, સંદેશા અને દબાણ થકી ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સમાજના ખમતીધર લોકોને આર્થીક“મદદ”(ઉઘરાણા) માટે મજબૂર કરવામાં આવી રહ્યા હોવાની ગંભીર ફરિયાદોનો આંતરીક ગણગણાટ સામે આવવા પામી રહ્યો છે.વિચારવા જેવી બાબત એ છે કે એક કાર્યક્રમ પૂરું થાય તે પહેલાં જ બીજું આયોજન ઊભું કરી દેવામાં આવે છે. ક્યારેક કોઈ તિથિ, ક્યારેક કોઈ સ્મૃતિ દિવસ, તો ક્યારેક વિકાસ અને પ્રજાહિતના નામે મોટા ઉપાડે આયોજનો કરવામાં આવતા હોવાના દાવા થાય છે. આ આયોજનોમાં મંત્રીઓ, પ્રતિનિધિઓ હાજર રહેશે તેવો પ્રચાર કરવામાં આવે છે અને સરકારના નામનો ખુલ્લેઆમ ઉપયોગ થાય છે.વિડંબના એ છે કે હજુ એક કાર્યક્રમની ગરમી ઓસરી ન હોય ત્યાં બીજું આયોજન કાગળ પર ઘડી દેવાય છે. ક્યારેક કોઈ તિથિ, ક્યારેક કોઈ જૂની યાદ, તો ક્યારેક વિકાસ અને પ્રજાહિતના નામે મોટા કાર્યક્રમો યોજાય છે. અને તેની પાછળ સરકારના મંત્રીઓ કે પ્રતિનિધિઓ હાજર હોવાનું દેખાડવામાં આવે છે. સરકારનું નામ, મંત્રીઓના ફોટા પણ સાચું શુંં? આવા આયોજનો માટે મોટી અને તગડી રકમ જરૂરી હોવી સ્વાભાવિક છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ રકમ કોના નામે, કોના આદેશથી અને કોના લાભ માટે ઉઘરાવવામાં આવે છે?કેટલાક બની બેઠેલા આયોજકો દ્વારા ખુલ્લેઆમ કહેવાય છે કે “મંત્રી આવી રહ્યા છે”, “આ સરકારનો કાર્યક્રમ છે”, “પીએમઓ-સીએમઓ સુધી વાત છે”. ઉપરથી ફોન કરાવાય છે, દબાણ કરવામાં આવે છે અને ના કહેનારને પરોક્ષ ધમકી પણ આપવામાં આવે છે. જેના કારણે ઘણા લોકો મૌન રહી ભોગ બની રહ્યા છે.સ્વાભાવિક છે કે આવા મોટા કાર્યક્રમો માટે મોટી રકમની જરૂર પડે, પરંતુ પ્રશ્ન એ છે કે આ રકમ ખરેખર પ્રજાહિત માટે વપરાય છે કે પછી કોઈ બની બેઠેલા તત્વો પોતાના ગજવા ગરમ કરી રહ્યા છે? પીએમઓ અને સીએમઓના નામે ઉપરથી ફોન કરાવીને ફાળો માંગનારાઓ ખરેખર અધિકૃત છે કે માત્ર નામનો દુરુપયોગ કરી રહ્યા છેે. તે અંગે ગંભીર તપાસ જરૂરી બની છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઓળખ સ્પષ્ટ છે.“ન તો ખાય છે, ન તો કોઈને ખાવા દે છે.” તેવી જ રીતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સરળ, સ્વચ્છ અને લોકહિતને પ્રાથમિકતા આપતા મુખ્યપ્રધાન તરીકે ઓળખાય છે. આવા નેતાઓ કોઈને સરકારના નામે ઉઘરાણા કરવાની છૂટ આપે. એ વાત માનવી મુશ્કેલ છે. એટલે પ્રશ્ન વધુ તીખો બને છે કે કચ્છમાં પીએમઓ અને સીએમઓના નામે કરોડોની રકમ ઉઘરાવનાર કોણ છે? શું સરકારની નિષ્કલંક છબી આગળ રાખીને કેટલાક તત્વો પ્રજાહિતના નામે લૂંટ ચલાવી રહ્યા છે?જો યોજાતા કાર્યક્રમો ખરેખર સરકારની યોજનાઓને સાર્થક કરતા, લોકહિત માટેના અને પારદર્શક હોય.તો તેનો કોઈ વિરોધ નથી. પરંતુ જો તેમાં સરકારનું નામ માત્ર ઢાલ તરીકે વપરાતું હોય, તો તે ગંભીર ગુનો સમાન છે.આ મામલે રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ. નહીં તો ભોગ બનેલા લોકોની ત્રાહિમામ વધશે અને સરકાર પ્રત્યેનો વિશ્વાસ પણ ધીમે ધીમે ડગમગતો જશે. પ્રજાહિતના નામે થતી?? ગેરરીતિ સામે કડક કાર્યવાહી,એ જ સાચું સુશાસન છે.



...................


પીએમ- સીએમની પ્રમાણિક છબીનો દુરુપયોગ?

ગાંધીધામ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે સમગ્ર દેશ જાણે છે“ન તો ખાય છે, ન તો કોઈને ખાવા દે છે.” તેવી જ રીતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ‘કોમનમેન સીએમ’ તરીકે ઓળખાય છે. તેઓ લોકહિત સિવાય કશું મંજૂર કરે તે માનવું મુશ્કેલ છે.તો પછી પીએમઓ-સીએમઓમાંથી કચ્છમાં ઉઘરાણાખોરને મદદ કરવાના ફોન કરે છે કોણ?



........................


કાયદો શું કહે છે? : લાગુ પડી શકે છે આ કાયદાકીય કલમો.!



ગાંધીધામ : સરકારના નામે પૈસા ઉઘરાવા ગંભીર ગુનો બને છે. કચ્છમાં જો પીએમઓ-સીએમઓ મંત્રી કે સરકારના નામે કોઈ વ્યકિત કે સમુહ ફાળો દાન અથવા રકમ ઉઘરાવે છે અને તેની સત્તાવાર મંજુરી નથી તો એ માત્ર નૈતિક નહી પરંતુ કાયદેસર ગંભીર ગુનો બને છે. • આઈપીસી કલમ ૪ર૦(છેતરપીંડી કરીને પૈસા ઉઘરાવાયા), • આઈપીસી ૪૦૬(વિશ્વાસઘાત), • આઈપીસી ૩૮૪/૩૮પ : દબાણ કે ધમકીથી ઉઘરાણી (ખંડણી),• આઈપીસી ૧૭૦-૧૭૧- સરકારીઅધિકારી હોવાનો ખોટો દેખાવ • આઈપીસી ૪૬૮/૪૭૧- ખોટા દસ્તાવેજા, લેટરહેડ, પ્રચરા સામગ્રીનો ઉપયોગ, આઈટી એકટ - ફોન-મેસેજ, સોશ્યિલ મીડીયા દ્વારા ગેરમાર્ગો દોરવુ તથા બીએનએસ : નવો કાયદો લાગુ હોય તો સંગઠતિ છેતરપીંડી અને આર્થિક ગુનાઓની કલમો લાગુ પડી શકે.


......................

સરકારી નામે કાર્યક્રમ : કાયદેસર મંજુરી ફરજિયાત


• સરકાર-પીએમઓ-સીએમઓનું નામ વાપરવાર લેખિત મંજુરી ફરજીયાત છે • મંત્રી કે અધિકારી હાજર હોવાનો દાવો હોય તો સત્તાવાર પ્રોગ્રામ લીસ્ટ જરૂરી • ઉઘરાવેલી રકમ માટે ટ્રસ્ટ-સોસાયટી એકટ મુજબ ઓડીટેડ હિસાબ ફરજીયાત • પ્રચારમાં પીએમ-સીએમના ફોટાનો ઉપયોગ નિયમો હેઠળ નિયંત્રત

................

ઉઘરાણાખોરના સિલસિલાવાર તાયફાઓથી ઉઠતા સવાલો..!

• પીએમઓ-સીએમઓના નામે ફોન કરાવનાર વ્યક્તિઓ કોણ છે? • શું તેમને કોઈ સત્તાવાર મંજૂરી છે કે ફક્ત નામનો દુરુપયોગ? • ઉઘરાવેલી કરોડોની રકમ ક્યાં જાય છે હિસાબ કોના હાથમાં છે? • કાર્યક્રમોમાં સરકારનું નામ અને મંત્રીઓના ફોટા મૂકવાની મંજૂરી કોણ આપે છે? • શું જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર આ મામલે સ્વતંત્ર તપાસ કરશે? • હવે જરૂર છે પારદર્શક તપાસની નહીં તો “પ્રજાહિત”ના નામે થતી લૂંટ સામે લોકોનો વિશ્વાસ તૂટતો જશે.

 

Comments

COMMENT / REPLY FROM