નેશનલ આરબીટરની ઇન્ડિયા લેવલની પરીક્ષામાં સંજયભાઈ દાવડાએ એ ગ્રેડ મેળવ્યો
ભુજ - કચ્છઉદય : ઓલ ઇન્ડિયા ચેસ ફેડેરસન દ્વારા તાજેતરમાં નેશનલ આરબીટર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ભારતમાંથી ૫૦ જેવા ચેસ ખેલાડીઓ આરબીટરની પરીક્ષા આપી હતી. કચ્છ પોલીસ હેડ કવાટર્સ ખાતે એ.ડી.આઈ.તરીકે ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સંજય વેલજીભાઇ દાવડા નેશનલ આરબીટરની ઇન્ડિયા લેવલની પરીક્ષા એ. ગ્રેડ સાથે પાસ કરી ઇન્ડિયા લેવલની ડીગ્રી મેળવી એક અનેરી સિદ્ધિ મેળવી છે. એ ઉપરાંત તેઓ ચેસની રમતના નેશનલ ઈન્સ્ટ્રક્ટર પણ છે અને સમગ્ર કચ્છ ના નામાંકિત ચેસ ખેલાડી છે અને ચેસ સ્પર્ધાના અનુુભવી આયોજક પણ છે. તેઓ સેવાના ભાગરૂપે અત્યાર સુધી ૧૮૨ શાળામાં જઈ (નિઃશુલ્ક) ચેસ સેમિનાર યોજી ૬૦૦૦૦ વિધાર્થીઓને ચેસની રમતની પાયાની ટ્રેનિંગ આપી સમગ્ર કચ્છ પોલીસનું ગૌરવ વધાર્યું છે. સિદ્ધિ બદલ અને કચ્છ પોલીસનું ગૌરવ વધારવા બદલ કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસવડા વિકાસ સુંડા, હેડ ક્વાર્ટરના ડીવાયએસપી શ્રી ક્રિશ્ચન, ડી હેડ ક્વાર્ટસના આરપીઆઈ રમેશ જેશીંગ રાતળા અને ગ્રાઉન્ડ સેકન્ડ મેજર દોલત માનસિંગ ભાટ્ટીએ અભિનંદન પાઠવ્યા હતા.

Comments