જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓમાં અંજાર અને રાયધણપર પ્રથમ ક્રમાંક મેળવ્યો
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય અને જિલ્લાની શ્રેષ્ઠ શાળાઓ જાહેર કરવામાં આવી છે. કચ્છમાં અંજારની કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ (શહેરી) અને સરકારી હાઇસ્કૂલ રાયધણપર (ગ્રામ્ય)એ પ્રથમ ક્રમ મેળવ્યો છે. બંને શાળાઓને એક - એક લાખનું ઇનામ આપવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે બંને શાળાઓને અભિનંદન પાઠવ્યાં હતાં. વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લાના વર્ગ ૨ આચાર્યો, બી.આર.સી. અને સી.આર.સી. કો ઓર્ડીનેટર તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષકની ટીમ દ્વારા શાળાઓની મુલાકાત લઈ વિગતો ચકાસવામાં આવેલ ત્યાર બાદ જિલ્લાની પસંદગી સમિતિ દ્વારા ગુણાંકન રાજ્ય કક્ષાએ મોકલવામાં આવેલ હતું. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, રાજ્ય કક્ષાએ બંને શાળાઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

Comments