Trending News
સ્થાનિક સમાચાર

જી-રામ જી મુદ્દે ગુજરાત ભાજપમાં મનોમંથન

23 January

પ્રદેશ કમલમ કાર્યાલય ખાતે VB-G RAM Gજનજાગરણ અભિયાન અંતર્ગત  પ્રદેશ કાર્યશાળા યોજાઈ : VB-G RAM Gજનજાગરણ અભિયાન અંગે પ્રદેશ આગેવાનો ધારાસભ્યો અને સંસદ સભ્યોને માર્ગદર્શન આપી કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા 
 

જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, ડો. અનિલ પટેલ, પ્રશાંતવાળા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા,કચ્છના ધારાસભ્યશ્રીઓ સહિતનાઓ આજ રોજ કમલમ મધ્યે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે

 




(પ્રતિનિધિ દ્વારા) 
ગાંધીનગરઃ ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે VB-G RAM Gજનજાગરણ અભિયાન અંતર્ગત મળેલી પ્રદેશ કાર્યશાળામાં વિવિધ કાર્યક્રમો ઘડી કાઢીને પ્રદેશના આગેવાનો સંસદ સભ્યો ધારાસભ્યોને જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની ઉપસ્થિતિમાં  VB-G RAM G જનજાગરણ અભિયાન અંતર્ગત  પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી.   અત્રે ઉલ્લેખનીય છે કે દેશના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળVB-G RAM G (વિકસિત ભારત - રોજગાર અને આજીવિકાની ગેરંટી મિશન (ગ્રામીણ) બિલ ૨૦૨૫) સંસદમાં પસાર કરવામાં આવ્યું છે, જે વિકસિત ભારતના ધ્યેય તરફ એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. આ યોજના મનરેગાનું સ્થાન લેશે અને ગ્રામીણ વિકાસને નવી દિશા આપશે.VB-G RAM Gયોજનામાં રિયલ-ટાઈમ ડેટા અપલોડ, ય્ઁજી અને મોબાઇલ આધારિત મોનિટરિંગ, તેમજ બાયોમેટ્રિક અને છૈંના ઉપયોગથી પારદર્શિતા વધશે. પરિણામે સાચા લાભાર્થીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ના માધ્યમથી લાભ સીધો તેમના બેંક ખાતામાં મળશે. આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકા અને સંપત્તિઓનું સર્જન કરીને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે તેમજ લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે.
મનરેગા યોજનામાં અગાઉ ૧૦૦ દિવસ કામ મળતું હતું, જ્યારે હવે ફમ્-ય્ ઇછસ્-ય્ યોજનામાં ૧૨૫ દિવસ કામની ગેરંટી મળશે. સાથે સાથે કૃષિ ઉત્પાદકતા અને કામદારોની સુરક્ષા વચ્ચે સંતુલન જળવાશે તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ વિષયને લઈને આજે મળેલી પ્રદેશ કાર્યશાળામાં પ્રદેશના આગેવાનો ધારાસભ્યો  સંસદ સભ્યો જીલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપીને જિલ્લાઓમાં અભિયાન હાથ ધરવા માટે અને લોકોને આ અંગેની સમજ આપવા માટે ના કાર્યક્રમો ઘડી કાઢીને જવાબદારીઓ સોંપવામાં આવશે.

 

Comments

COMMENT / REPLY FROM