Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં વરસાદી નાળાની ડીઝાઈન સામે મોટો અંગુલીનિર્દેશ :  બોક્ષ નાળા જનસુરક્ષા માટે જોખમી સાબીત થવાની ભીત

23 January

વધુ ઉપયોગી ટ્રેપેજોઈડલવાળા સુરક્ષિત નાળા કેમ ન બનાવાયા?


સીધા નાળા બનાવવાથી ભવિષ્યમાં થશે અનેક મુસીબતો? કોણ લેશે જવાબદારી? ભવિષ્યમાં થનારી સમસ્યાઓમાં ડિઝાઈન બનાવનારની જ જવાબદારી ફીટ કરાશે ખરી? : કોણે-કયા ઈરાદેે બનાવી આ ડિઝાઈન? તપાસ કરી દંડ કરો..! સીધા નાળામા ંવરસાદી સિઝનમાં ઝડપથી ભરાશે પાણી, કચરો જામશે, અબોલજીવો પડશે, સફાઈકર્મીઓને નીચે ઉતરતા મુશ્કેલી સર્જાશે


સીધા નહી પણ ઢાળવાળા નાળા બનાવાયા હોય તો ભવિષ્યમાં કર્મચારીઓને નીચે ઉતરવામાં સરળતા રહે, અબોલ પશુઓ પડી જાય તો તેમને બહાર કાઢવા કે તેઓ જાતે નીકળી શકતા હતા, હવે આ સીધા નાળા બનાવાયા છે ત્યારં આવી આફતો સર્જાશે તેની લાપરવાહી કોણ પોતાના માથે લેશે?

ટીપી રોડ-મુખ્ય માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણીની નિકાસ માટે બનાવાતા આરસીસી નાળાની ડિઝાઈન અંગે ગંભીર પ્રશ્નો સર્જાયા :૩૦થી ૪૦ ઈંધ જેટલી ઉંડી સીધી દીવાલવાળા બોક્ષ નાળા જનસુરક્ષા માટે જોખમી સાબીત થવાની ભીતી


ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગર ગાંધીધામને મનપા મળવા પામી ગઈ છે અને અહી હવે કાર્યદક્ષ કમિશ્નરશ્રી ગુરવાણી પણ સેવારત થઈ ચુકયા છે. શહેરના માળખાગત વિકાસના કામો  વેગ પકડી રહ્યા છે. ત્યારે બીજીતરફ આવા કાર્યદક્ષ અધિકારીને અંધારામાં રાખી અને વિકાસકામોમાં કયાંક ને કયાંક ભવીષ્યમાં મોટી આફત સર્જાય તેવી રીતે અમુક તત્વો કાર્યો કરાવી રહ્યા હોવાની ફરીયાદ ઉઠવા પામી રહી છે. આ અંગે પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, શહેરના ટાઉનપ્લાનીંગ રોડ પર નાળાની ડિજાઈન રખાઈ છે તેમાં ખુબજ બેદરકારી દાખવાવમા આવી રહી છે. ટીપી રોડ તથા મુખ્ય માર્કેટ વિસ્તારમાં થયેલી નાળાની ડિઝાઈન ભવિષ્યમાં ચોકકસથી આફતરૂપ જ બની જવાની હોવાનુ કહેવાયું છે. ફરીયાદકર્તાઓ કહી રહ્યા છે કે, સીધા બોક્સ પ્રકારના નાળાં બનાવાયા છે તેમાં ભારે વરસાદ દરમિયાન પાણી ઝડપથી ભરાઈ જાય છે, કચરો વધુ જામે છે અને સૌથી મોટી બાબત એ છે કે સફાઈ કર્મચારીઓ તેમજ રસ્તે પસાર થતાં પશુ-પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થાય છે. આવા નાળાંમાં એકવાર પડ્યા બાદ બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે, જે અનેક અકસ્માતોને આમંત્રણ આપે છે.બીજી તરફ, નીચે ૨ ફૂટ અને ઉપર ૪ ફૂટ પહોળાઈ ધરાવતા ફેલાતા ઇઝ્રઝ્ર નાળાં પાણી વહન ક્ષમતા વધારતા હોવા સાથે  સુરક્ષાની દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ સાબિત થાય છે. ઢાળવાળી દીવાલો હોવાને કારણે સફાઈ કર્મચારીઓને અંદર ઉતરવા અને બહાર નીકળવામાં સરળતા રહે છે, તેમજ કૂતરા, બિલાડી, કુકડાં જેવા જીવજંતુઓ પણ પોતે બહાર આવી શકે છે.સીધા બોક્સ નાળાં બનાવવાનું નિર્ણય ગંભીર બેદરકારી દર્શાવે છે. મુખ્ય માર્કેટ અને ્‌ઁ રોડ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં સીધા બોક્સ નાળાં બનાવવાનું નિર્ણય ગંભીર બેદરકારી દર્શાવે છે. નાગરિકોની સલામતી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન અક્ષમ્ય છે. હવે પ્રશ્ન એ છે કે શું જવાબદાર તંત્ર જનહિતને ધ્યાનમાં રાખી ફેલાતા ઇઝ્રઝ્ર નાળાંનો જ અમલ કરશે કે પછી કાગળ પરના પ્લાનથી કામ ચલાવી જનસુરક્ષાનેજોખમમાં મૂકે છે?નિષ્ણાતોની સ્પષ્ટ ભલામણ છે કેજનસુરક્ષા, વરસાદી પાણીની યોગ્ય નિકાસ અને લાંબા ગાળાની ઉપયોગિતાને ધ્યાનમાં રાખી ફેલાતા (ટ્રેપેજોઈડલ) ઇઝ્રઝ્ર નાળાં જ બનાવવામાં આવવા જોઈએ.

Comments

COMMENT / REPLY FROM