Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરી સામુહિક બદલીનો આદેશ 

22 January


૩૧ ડિસેમ્બરે થયેલી સામૂહિક બદલીઓ બાદ સેટિંગના જોરે ૧૦ કર્મચારીઓ પોતાની મનગમતી જગ્યાએ બદલી કરાવવામાં સફળ 

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરોની બદલીઓનો મામલો ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચડ્યો છે. ગત ૩૧ ડિસેમ્બરના રોજ જિલ્લાના અંદાજે ૬૫ જેટલા હેલ્થ સુપરવાઈઝરોની વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સામૂહિક બદલી કરવામાં આવી હતી. આ બદલીઓ બાદ કર્મચારી આલમમાં ભારે અસંતોષ અને વિરોધની લાગણી જોવા મળી હતી. જોકે, નવાઈની વાત એ છે કે આ બદલીના ગણતરીના ૨૨ જ દિવસમાં ૧૦ જેટલા હેલ્થ સુપરવાઈઝરો પોતાની બદલી ફરીથી કરાવવામાં સફળ રહ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી ૬૫ કર્મચારીઓની બદલી પૈકી ૧૦ જેટલા વગદાર કર્મચારીઓએ આંતરિક ગોઠવણ કે અન્ય દબાણો દ્વારા પોતાની મનગમતી જગ્યાએ નિમણૂક મેળવી લીધી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ટૂંકા ગાળામાં જ થયેલી આ ફેર-બદલીઓને કારણે અન્ય કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી કારણોસર બદલી થયા બાદ ફરીથી ટૂંકા સમયમાં જ મનગમતા સ્થળે બદલી કરાવી લેવાની આ ઘટનાએ જિલ્લા આરોગ્ય શાખાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. હાલમાં આ મુદ્દો સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM