Trending News
સ્થાનિક સમાચાર

ગુપ્ત નોરતા પ્રસંગે માતાજીના બેઠા ગરબા યોજાયા

22 January



ભુજ - કચ્છઉદય : હાટકેશ અંબિકા મહિલા મંડળ અને અંબિકા સિનિયર સિટીઝન દ્વારા માઇ નોરતા પ્રસંગે માતાજીના બેઠા ગરબા, શક્રાદય પઠન, પૂજન અર્ચન કાર્યક્રમ સંસ્કૃત પાઠશાળા ભુજ ખાતે યોજાયો હતો. શક્રાદય પઠન, પૂજન વિધિ પંડિત રોહિતભાઈ પાઠક, અનુપમભાઈ શુક્લએ કરી હતી. ગરબાની રમઝટ જયશ્રીબેન હાથી, નર્મદાબેન, જવનિકાબેન પાઠક, આશાબેન, નિલમબેન ઠક્કર વગેરેએ બોલાવી હતી. ૨૫ કુમારીકા, બટુકોનું પૂજન તેમજ દૂધ પાણીથી પગ ધોઈને સંસ્થા દ્વારા કરવામાં આવેલ તેમજ પ્રત્યક્ષ લ્હાણી અપાઈ હતી. લ્હાણી જયેન્દ્રભાઈ કે. વૈદ્ય, સ્વ. અ.સૌ.વિમળાબેન અંતાણી પરિવાર અને હાટકેશ સેવા મંડળ દ્વારા અપાઈ હતી. ઢોલ ઉપર કવિતા પરમારે સાથ આપ્યો હતો. પ્રસાદ સ્વ. હીનાબેન અંતાણી પરિવાર તેમજ નર્મદાબેન ગામોટ દ્વારા અપાયેલ હતો. વ્યવસ્થા પારૂલબેન બુચ, વારીસ પટ્ટણી, શીતલબેન ગોર દ્વારા કરવામાં આવી હતી તેવું પ્રચાર મંત્રી આશિષભાઈ વૈદ્ય એ જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM