મોટી ચિરઈ એન-એ જમીન કૌભાંડ : તપાસ અડધી કેમ? : બોગસ આધારે એનએ કરાવનાર સામે લાલઆંખ કેમ નહીં ?
બોગસ એનએ કરાવનાર કંપનીના માલિકોને પણ પકડો
પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો અને કાર્યવાહી થઈ ચૂકી છે. તો પછી આવા અધિકારીના હસ્તાક્ષરથી થયેલા નિર્ણયો પર વધારાની ચકાસણી કેમ ન થઈ? આ નિષ્કાળજી નહીં, પરંતુ પ્રણાલીની ખામી છે - કે પછી મૌન સહમતિ?
ખાટલે મોટી ખોટ : જો બિનખેતીનો હુકમ બોગસ દસ્તાવેજો પર આધારિત હતો, તો તે મંજૂર કેવી રીતે થયો? : અધિકારીઓ સામે તપાસ થાય છે, પરંતુ બોગસ એન.એ. કરાવનાર કંપની સામે કાર્યવાહી કેમ નથી? : બેંકે સરકારી જમીન પર લોન મંજૂર કરતી વખતે ચકાસણી કેમ ન કરી? : સેલ ડીડ બનાવનાર અને મંજૂરી આપનાર અધિકારીઓની જવાબદારી નક્કી થશે? અગાઉ ભ્રષ્ટાચારના કેસો હોવા છતાં આવી મહત્વની જવાબદારી સોંપાઈ કેમ?
જમીનને ગેરકાયદે એન.એ. કરવામાં આવે, તેના આધારે કંપની બેંકમાંથી કરોડોની લોન લઈ જાય અને પછી તપાસ માત્ર કાગળ પૂરતી રહી જાય - તો એ ભ્રષ્ટાચાર સામેની લડાઈની મજાક નથી તો શું?
અમે બધુ જ કામ નિયમ-કાયદા અનુસાર જ કરેલું છે, આક્ષેપો ખોટા છે : સુકેશભાઈ અગ્રવાલ
ગાંધીધામ : કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામની સરકારી જમીન મામલે ગંભીર આક્ષેપો સાથે ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (છઝ્રમ્) સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા વિરુદ્ધ કંપનીના હિતમાં ગેરકાયદેસર રીતે બિનખેતી (એન.એ.)નો હુકમ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ફરિયાદકર્તા રાજેશકુમાર ગુપ્તા દ્વારા કરાયેલી રજૂઆત મુજબ, મોટી ચિરઈ ગામે આવેલી એક સરકારી જમીનને ગેરકાયદેસર રીતે બિનખેતીમાં રૂપાંતરિત કરવાનો હુકમ પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માએ કર્યો હતો. આ પ્રક્રિયા માટે રજૂ કરાયેલી બે સેલ ડીડ બોગસ હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.આ બોગસ દસ્તાવેજોના આધારે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરાયો હોવાનો તેમજ બિનખેતીના હુકમને આધારે સંબંધિત કંપનીએ બેંકમાંથી મોટી રકમની લોન મેળવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.રજૂઆતમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અગાઉ પણ ભ્રષ્ટાચાર અને જમીન ફાળવણીના કેસોમાં છઝ્રમ્ દ્વારા ઝડપાઈ ચૂક્યા છે, જેથી આ સમગ્ર મામલે તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસ કરવી અત્યંત જરૂરી બની છે. , ફરિયાદકર્તા દ્વારા રજૂઆત સાથે બિનખેતીના હુકમની નકલ, સેલ ડીડની નકલ, કંપનીનું લેટરપેડ, મેડિકલ લાઇસન્સ અન્ડરટેકિંગ તેમજ મોટી ચિરઈ ગામનો નકશો જોડવામાં આવ્યો છે. જરૂર જણાય તો વધુ પુરાવા રજૂ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.પરંતુ અહી સવાલ એ થાય છે કે કચ્છના મોટી ચિરઈ ગામની જમીન બાબતે બહાર આવેલ આક્ષેપો માત્ર એક જમીનનો પ્રશ્ન નથી, પરંતુ આખી સરકારી વ્યવસ્થા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોમાં કરાયેલી રજૂઆત ગંભીર છે, પરંતુ આ ગંભીરતા જેટલી હોવી જોઈએ તેટલી કાર્યવાહી દેખાતી નથી - અને એ જ સૌથી મોટો સવાલ છે.જો બિનખેતીનો હુકમ ખરેખર બોગસ સેલ ડીડના આધારે આપવામાં આવ્યો હોય, તો એ માત્ર અધિકારીની ભૂલ નથી, પરંતુ એક સુવ્યવસ્થિત ગોટાળાની ચેન છે. જમીનને ગેરકાયદે એન.એ. કરવામાં આવે, તેના આધારે કંપની બેંકમાંથી કરોડોની લોન લઈ જાય અને પછી તપાસ માત્ર કાગળ પૂરતી રહી જાય - તો એ ભ્રષ્ટાચાર સામેની લડાઈની મજાક નથી તો શું?હંમેશા એક જ નાટક જોવા મળે છે. તપાસની તીર અધિકારીઓ સુધી જ સીમિત રહે છે, પરંતુ જે કંપનીએ ગેરકાયદે ફાયદો લીધો, બોગસ દસ્તાવેજો રજૂ કર્યા અને સરકારી જમીન પર કબજો કર્યો - એ પક્ષ સામે કેમ કોઈ લાલઆંખ થતી નથી? શું કાયદો માત્ર યુનિફોર્મ પહેરનારાઓ માટે જ છે? પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા સામે અગાઉ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો અને કાર્યવાહી થઈ ચૂકી છે. તો પછી આવા અધિકારીના હસ્તાક્ષરથી થયેલા નિર્ણયો પર વધારાની ચકાસણી કેમ ન થઈ? આ નિષ્કાળજી નહીં, પરંતુ પ્રણાલીની ખામી છે - કે પછી મૌન સહમતિ? સરકારી જમીન જનતાની મિલકત છે. તેનો ગેરકાયદે ઉપયોગ થાય, અને તપાસ “ચાલે છે” એવી રટણમાં ફસાઈ જાય, તો જનવિશ્વાસ કઈ રીતે ટકશે? હવે સમય આવી ગયો છે કે છઝ્રમ્ માત્ર રજૂઆત નોંધવામાં અટકી ન રહે, પરંતુ બોગસ એન.એ. કરાવનાર કંપની, દસ્તાવેજ બનાવનારાઓ, બેંક અધિકારીઓ અને સંકળાયેલા તમામ પર સમાન કડક કાર્યવાહી કરે. નહિતર, મોટી ચિરઈ માત્ર એક ગામ નહીં રહે તે સરકારી જમીન લૂંટના “મોડેલ કેસ” તરીકે ઇતિહાસમાં નોંધાઈ જશે. બીજીતરફ આ બાબતે કંપનીના સુકેશભાઈ અગ્રવાલની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યું હતુ કે, કંપની પર લગાવેલા આક્ષેપો ખોટા છે, અમે જે એનએ કરાવ્યું છે તે કાયદેસરનું છે તેમાં કંઈ જ ખોટું થવા નથી પામ્યું, પ્લાન અનુસાર જ પ્લાન્ટ ચાલુ કરી દેવાયેલ છે, આક્ષેપો ખોટા હોવાનું શ્રી સુકેશ અગ્રવાલે જણાવ્યુ હતુ.

Comments