Trending News
સ્થાનિક સમાચાર

મીઠાના દબાણો દુર કરવામાં ઘાટ કરતા ઘટામણ મોંઘા નો ન થાય તાલ : - નહીં તો યથાવત સ્થિતીએ જ કરો હરરાજી’

22 January

ડીપીએ-કંડલા ના દિર્ઘદ્રષ્ટી ધરાવતા ચેરમેનશ્રી ધ્યાન આપે




ગ્રીન હાઈડ્રોજન યોજના સામે નડતર હોય તો દૂર કરો, પરંતુ ફરી મીઠાવાળાઓને જ આપવાની હોય તો ફેરવિચાર જરૂરી

યથાવત સ્થિતીએ જ રાખી મીઠા માટે જ હરરાજી કરવામાં આવે, ટેન્ડરો જાહેર થશે તો જે-તે દબાણકાર હશે તે ખુદ જમીન લેવા વધુ કોશીષ-મહેનત કરશે, ડીપીએને આવક પણ થશે અને દબાણો દુર કરવા માટેનો મહાકાય ખર્ચ છે તે પણ બચી જશે : જાણકારોનો સુચક ઈશારો


સેંકડો એકર મીઠાની જમીન પરથી અતિક્રમણ દુર કરવા ડીપીએ-કંડલાએ હાથ ધરેલ મેગા ડીમોલીશન કામગીરીના બીજા સિક્કાની બાજુએ સુચક ચર્ચા : 
હાઈડ્રોજન હબમા ંઆવતી જમીનો દુર કરાય તો વાંધો ન હોઈ શકે, પરંતુ મીઠાના દબાણો દુર કરી અને ફરીથી હરરાજી કરી અને મીઠાવાળાઓને જ આપવાન થતી હોય તો પછી યથાવત સ્થિતી રાખી અને નીતીગત વ્યવસ્થાઓ કરી ટેન્ડરો જાહેર કરવા અંગે કેમ ન થાય ફેરવિચારણા?




ગાંધીધામ : દીનદયાલ પોર્ટ કંડલાની ભચાઉ આસપાસના વિસ્તારમાં આવેલી જમીનો પર મીઠ્ઠાના ગેરકાયદેસર દબાણો સેંકડો એકર પર થઈ ગયા હોવાની સ્થીતીએ હવે ચેરમેનશ્રીની ટીમ દ્વારા અહીથી આવા ગેરકાયદેસર અડીંગાઓ, અતિક્રમણ દુર કરવાની મેગા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. પ્રથમ તબક્કે ૯પ૦ એકર જેટલી જમીન ખુલ્લી પણ કરાઈ ગઈ છે અને હવે તેનો બીજો મોટો તબક્કો આવી રહ્યો હોવાના ભણકારાં પણ ગાજી રહ્યા છે. દરેકમા સિક્કાની બે બાજુઓ રહેલી જ હોય છે, ત્યારે સંકુલનો પ્રબુદ્ધવર્ગ પણ ડીપીએ-કંડલાના ચેરમેન કે જેઓ દિર્ઘદ્રષ્ટી ધરાવી રહ્યા છે, તેમને પ્રેરક સુચન કરતા કહી રહ્યા છે કે, જે જમીનો મીઠાની દબાણગ્રસ્ત હતી તેને ખાલી કરાવાઈ રહી છે એ જમીનો જો ગ્રીન હાઈડ્રોજન હબના વપરાશમાં લેવાની થતી હોય તો દબાણો દુર કરવાની પ્રક્રીયા હાથ ધરાય તે કદાચ બરાબર કહી શકાય તેમ છે પરંતુ મીઠ્ઠાના અગરો દુર કરાવી અને ફરીથી આ જમીનો મીઠ્ઠાવાળાઓને જ જો પધરાવવામાં આવતી હોય તો પછી તો ઘાટ કરતા ઘટામણ મોંઘુ કરવાનો જ તાલ થવા પામી રહ્યો છે? આવુ શા માટે? જો મીઠાના દબાણગ્રસ્ત વાળી સેકડો એકર જમીન હાલમા ંદબાણકારોને દુર કરી અને ઓકશન મારફતે પુનઃ મીઠાવાળાઓને જ આપવામાં આવતી હોય અથવા તો આપવાની થતી હોય તો પછી તો કયાંક ને કયાંક આ ગદ્વાવેતરૂં જ થઈ રહ્યું છે તેમ નથી લાગતું?સંકુલનો જાણકાર અને પ્રબુદ્વવર્ગ એટલે જ કહી રહ્યો છે કે,  હકીકતમાં ડીપીએ-કંડલા પોર્ટ  પ્રશાસન તથા કંડલાના દૃષ્ટિવંત ચેરમેનશ્રીના માર્ગદર્શન હેઠળ મીઠાના નામે વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દેશના મહત્વના પોર્ટોમાં સ્થાન ધરાવતા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટની જમીન પર મીઠાના બહાને થયેલા દબાણો દૂર કરવા માટે તાજેતરમાં મેગા ઓપરેશન હાથ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી દરમિયાન જમીન સંકુલ સાથે સંકળાયેલા જાણકાર વર્ગમાં એક મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. સકુલના જાણકાર વર્ગનું માનવું છે કે જો મીઠાના દબાણો ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ અથવા જમીન વિકાસ નિતિમાં નડતરરૂપ હોય, તો આવા દબાણો દૂર કરવી 
સંપૂર્ણપણે યોગ્ય અને આવશ્યક છે. પરંતુ જો દબાણો દૂર કર્યા બાદ એ જ જમીનને વિકલ્પરૂપે ફરી મીઠાવાળાઓને હરાજી મારફતે આપવાની હોય, તો હાલની કાર્યવાહી પર 
પુનર્વિચાર કરવો જરૂરી બની જાય છે.



.......................


ટેન્ડર પ્રક્રીયા ઓફલાઈન કેમ?

પાંચ હજાર એકર માટે ૧૬ કરોડનો અ.ધ..ધ.
ખર્ચ કેમ? શું અધિકારીઓની મીલીભગત છે.?


ગાંધીધામ : કંડલા પોર્ટ દ્વારા દબાણો દુર કરવાની પ્રક્રીયા હાથ ધરવામા આવી રહી છે ત્યારે હવે અહી દબાણો દુર કરવા માટેની પ્રક્રીયાઓન સામે સવાલો ઉભા થવા પામ રહ્યા છે. સરકારી જમીન ખાલી કરાવવા માટે કરોડોનું આંધણ કેમ? શું ટેન્ડર પ્રક્રીયામાં કોઈ અધિકારીની મીલીભગત રહેલી છે? જંગીથી વીરા પટ્ટા વચ્ચે મીઠાના દબાણો દુર કરવા માટે ડીપીએ-કંડલા દ્વારા ટેન્ડર જાહેર કરવામા આવ્યુ છે અને તેમાં પ્રતિએકર દીઠ ૩૦ હજારનોભાવ નકકી કરાયો છે. આ ઉપરાંત ટેન્ડર ઓફલાઈન કેમ કરવામા આવ્યુ? તથા માત્ર ચાર જ પાર્ટીએ આ ટેન્ડર માટે કેમ રસ દેખાડયો? શું ગોઠવણી થઈ છે તેની પાછળ?ખાનગી કંપનીઓને કેમ આ કામ સોપવામા આવી રહ્યુ છે? શું અધિકારીઓની કોઈ મીલીભગત રહેલી છે કે કેમ? આ મામલે ડીપીએ કંડલાના તટસ્થ અને પ્રજાભિમુખ ચેરમેનશ્રી તપાસ કરાવે.



....................

દબાણ દૂર કરી ફરી એ જ 
ઉપયોગ? તો ખર્ચ વ્યર્થ નહીં ?


ગાંધીધામ : જાણકારોમાં મોટો સવાલ એ છે કેઃ જો મીઠાના દબાણો દૂર કરી ફરીથી મીઠા ઉત્પાદન માટે જ જમીન ફાળવવાની હોય અને અંતે એ જ વર્ગને જમીન મળવાની હોય તો પછી દબાણ દૂર કરવા પાછળ થતો મોટો સરકારી ખર્ચ અને વહીવટી મહેનત કેટલેક અંશે વ્યર્થ સાબિત થતી નથી? જાણકારોનું માનવું છે કે આ સ્થિતિમાં “ઘાટ કરતા ઘટામણ મોંઘી” ન થાય, તે માટે વ્યૂહાત્મક નિર્ણય જરૂરી છે. ટેન્ડર પ્રક્રિયા દ્વારા વ્યાવહારિક ઉકેલ શક્ય છે.

..............

જમીન સંકુલ સાથે જોડાયેલા વર્ગો સૂચવે છે કે :
આ રીતે ડીપીએ-કંડલાને મોટી આવક થશે



ગાંધીધામ : જો મીઠાની જમીન હાલની સ્થિતિમાં ગ્રીન હાઈડ્રોજન માટે નડતરરૂપ ન હોય, તો દબાણોને યથાવત એટલે કે જે સ્થિતી છે તે જ સ્થિતીમાં રાખી અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા દ્વારા નિયમિત રીતે જમીન ફાળવવી વધુ યોગ્ય રહેશે. આ રીતે કરવામાં આવશે તો ડીપીએ-કંડલા ને મોટી આવક થશે, બીજીતરફ દબાણ દૂર કરવા પાછળનો મોટો ખર્ચ બચી જશે, હાલ દબાણ કરી બેઠેલા મીઠાવાળા પણ પદ્ધતિસર ટેન્ડરમાં ભાગ લેવા માટે આગળ આવશે,અને સમગ્ર પ્રક્રિયા વહીવટી રીતે પારદર્શક અને કાયદેસર બની રહેશે.


............................


નીતિ સ્પષ્ટતા જરૂરી

ગાધીધામ : જો જમીન વિકાસ માટે ખરેખર અવરોધરૂપ બને છે, તો મીઠાના દબાણો દૂર કરવી યોગ્ય છે. પરંતુ જો અંતે એ જ જમીન ફરી મીઠા ઉત્પાદન માટે જ વપરાવાની હોય, તો દબાણ દૂર કરતાં પહેલાં વહીવટી અને નીતિગત સ્તરે સ્પષ્ટ વિચારણા અને આયોજન જરૂરી બની જાય છે.યોગ્ય આયોજન સાથે ટેન્ડર પ્રક્રિયા અપનાવવામાં આવે તોઆવક પણ વધશે, ખર્ચ પણ ઘટશે અને વિવાદો પણ ઘટશે અને એ જ કોઈપણ દૃષ્ટિવંત પ્રશાસનનો હેતુ હોવો જોઈએ.

 

Comments

COMMENT / REPLY FROM