Trending News
સ્થાનિક સમાચાર

માઈ ભમ્ભીનો ઉર્ષ પરંપરાગત રીતે ઉજવાયો

21 January




જત સમાજની જિલ્લા કક્ષાની સમાન્ય સભા મળી : સમાજના પ્રમુખ તેમજ સરકારી નોકરી મળતાં સન્માન કરાયું 

ભુજ - કચ્છઉદય : સુમરાસર જત ખાતે માઇનાપડ મધ્યે હઝરત માઈ ભમ્ભી રહમતુલ્લાહ અલયહાનો વાર્ષિક ઉર્ષ ઉજવાયો હતો, જેમાં જત સમાજની જિલ્લા કક્ષાની સામાન્ય સભા પરંપરાગત રીતે યોજાઈ હતી, જેમાં કચ્છ બહાર વસતા જત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સદીઓથી હઝરત માઈ ભમ્ભીના ઉર્ષ પ્રસંગે જત સમાજના ભાઇઓ વિશાળ તમ્બૂમાં એકઠા થાય છે. જત ભાઈઓના પારીવારિક અને અન્ય ઝગડાઓ - મનદુઃખનું સમાધાન કરાવે છે. સમાજના ઉત્કર્ષ માટેના આયોજન થાય છે. ગત વર્ષોના હિસાબો - અહેવાલો રજૂ થાય છે. જત સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રોમાં ઉર્ષમાં શિરકત કરે છે.
સભામાં જત સમાજ પોતાની આગવી સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ચર્ચા - વિચારણા કરી આયોજન ઘડવામાં આવ્યું હતું. ભુજના શાંતિનગરમાં ઉભા થઈ રહેલા શૈક્ષણિક સંકુલનું બાંધકામ ત્વરીતે પૂરો થાય તે માટે આયોજન થયું હતું. જત સમાજમાં એકતા જળવાય અને સમાજનો દરેક વ્યક્તિ પોતાની જાતિ ‘જત’ જ લખે તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ બનવા બદલ હાજીસલીમ જત, પોલીસ વિભાગમાં પીએસઆઈ બનવા બદલ ઝાહિદભાઈ મલેક (ભુજ), સિકંદરભાઈ જત મોડાસાવાલા, જત ગુલામભાઈ (પલીવાડ)ની આર્મીમાં નિમણુંક અને જત ઇબ્રાહીમ (પલીવાડ)ની મરીન પોલીસમાં નિમણુંક બદલ સન્માન કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જત સમાજ પ્રમુખ જત ઈશાક જુમ્મા, જત મામદ રહીમ (જતવાંઢ), જત આમદ અલારખ્યા (ભુજ), જત ઈબ્રાહીમ હાજીસુલેમાન, જત મજીદ મામદ (અજાર), જત શાબાન મામદ (ભુજ), જત ઈબ્રાહીમ અલીમામદ (લાખોંદ), જત હનીફ સાલેમામદ (માંડવી), જત ઈમરાન હાજીસલીમ, જત ઈકબાલ અલીમામદ (પલીવાડ), જત ઉમર જાકબ (સુમરાસર), જત હનીફ હુસૈન (ભુજ), જત હબીબ જાકબ (જતવાંઢ), જત દાઉદ અબ્દુલ્લા (કોડકી), જત ઉમર ઓસમાણ (કોણાઠીયા), જત અલીમામદ રમજુ (લાખોંદ), જત ઈસ્માઈલ મામદ (શેરડી), જત દાઉદ ઓસમાણ (નારાણપર), જત મામદ રમજુ (ભુજ), જત ફિરોઝ ફકીરમામદ (ભુજ), જત આરબ નાથા (જતવાંઢ), જત સાલેમામદ (હોથીયાઈ), જત હુસૈન અલી (ગોડપર), જત અલીમામદ મામદ (ચેરમેન એમઈડબલ્યુએસ), જત મામદ મોલાના, જત આદમ (દેઢિયા), જત સુલેમાન (ટાંકણાસર), જત ઈશા મૌલાના (સરપંચ સુમરાસર) તથા કચ્છ બહારથી જત - મલેક અજીજભાઇ ઉમરભાઈ (રાજકોટ, માજી ઉપપ્રમુખ - જત મલેક સમાજ), જત મલેક હનીફભાઈ હાજીઈસ્માઈલ (પ્રમુખ જત મલેક સમાજ - રાજકોટ), મલેક અનવરભાઈ (રાજકોટ), જત અબ્બાસખાન કરીમખાન (વારાહી), જત મોહંમદખાન હાજીખાન (અમરાપૂર સરપચ) ઉપસ્થિત રહ્યા હતા.
---

Comments

COMMENT / REPLY FROM