સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટની દીકરીનું રાષ્ટ્રીયકક્ષાની ચિત્ર સ્પર્ધામાં વિજેતા
ભુજ - કચ્છઉદય : સ્વામિનારાયણ મંદિર (નરનારાયણદેવ પ્રાયોજીત) શ્રી સ્વામીનારાયણ દ્વિશતાબ્દી મેડિકલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ રાષ્ટ્રીયકક્ષાની ચિત્ર સ્પર્ધામાં કે જેનો વિષય સમૃદ્ધિ કા મંત્ર - આત્મનિર્ભર ભારત હતો. તેમાં કોલેજની સેમ- ૬ની વિદ્યાર્થીની સોની આર્મીએ દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કર્યો મળતાં ૧૦૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ ૨૬મી જાન્યુઆરીએ દિલ્લી ખાતે યોજનાર પરેડમાં સન્માન કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ પ્રાપ્ત થયેલ છે. સિદ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય અને અધ્યાપકગણ તથા સ્વામીનારાયણ મંદિર, ભૂજ તરફથી ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ભાગ લેનાર વિદ્યાર્થીનીએ ચિત્ર દ્વારા એ બતાવવાનો પ્રયાસ કર્યો છે. આત્મનિર્ભરતા એ જ ચાચી સમૃદ્ધિનો મંત્ર છે.આજના સમયમાં જયારે ભારત વિશ્વપાટ પર એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે આત્મનિર્ભરતા અપનાવવી એ દરેક નાગરિકનો ફરજ બને છે. વોકલ ફોર લોકલનો સંદેશ દરેક ઘરમાં પહોચે અને ભારત સાચા અર્થમાં સમૃદ્ધ બને એ જ આ ચિત્ર પાછળનો મુખ્ય ઉદેશ છે. સંસ્થાની દિકરીએ નારીશક્તિનું ગૌરવ વધારી પ્રાપ્ત કરેલ પ્રશંસનીય સિદ્ધિ બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પુજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ આર્શિવાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે. સાથે ભુજ મંદિરના ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્ય, સ્ટાફ સહિત સંસ્થા પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.
-----

Comments