કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગમાં નેશનલ વર્કશોપના અદ્યતન એનાલિટિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ પર ઊંડાણપૂર્વક ચર્ચા
ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે ચાલી રહેલા નેશનલ લેવલ વર્કશોપમાં જ્ઞાનસભર અને ટેકનિકલ દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ રહ્યો હતો. વિદ્યાર્થીઓ તથા સંશોધકોને આધુનિક વિશ્લેષણાત્મક તકનીકોની સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. વર્કશોપની શરૂઆતમાં એજીલેન્ટ ટેકનોલોજી કંપનીનો પરિચય ચિરાગ ખંભાતી દ્વારા આપવામાં આવેલો જેમાં કંપનીના વૈશ્વિક સ્તરે યોગદાન અને એનાલિટિકલ ઇન્સ્ટ્રૂમેન્ટેશન ક્ષેત્રમાં તેની ભૂમિકા વિશે માહિતી આપવામાં આવી હતી. કંપનીએ વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ઉદ્યોગોને સંપૂર્ણ અને એકીકૃત ઉકેલો પૂરા પાડવાની પોતાની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. વૈજ્ઞાનિક સંશોધનને ઝડપી ગતિ આપવા અને ગ્રાહકોની સફળતાને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ સાથે એજિલેન્ટ ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ સેફ્ટી, પર્યાવરણ વિજ્ઞાન, ડાયગ્નોસ્ટિક્સ તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે કાર્ય કરી રહી છે. ૧૯૯૯માં સ્થાપિત થયેલી આ કંપનીએ અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ ગ્રાહકોને સેવાઓ આપી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન કંપનીએ કુલ ૬.૯૫ અબજ અમેરિકી ડોલરનો ટર્નઓવર નોંધાવ્યો છે, જે તેની વૈશ્વિક વ્યાપારિક સફળતાને પ્રતિબિંબિત કરે છે.
એજિલેન્ટ કંપનીએ ભારતને વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે વિકસાવતાં સેલ્સ અને સર્વિસ સેન્ટર, બે સેન્ટર ઓફ એક્સેલન્સ લેબ્સ તથા બેંગલરૂ સ્થિત લોજિસ્ટિક્સ હબની સ્થાપના કરી છે. આઈટીઆઈ દિલ્હી, બેંગલુરુની સેલ્યુલર અને મોલેક્યુલર પ્લેટફોર્મ સંસ્થાઓ, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સાથેના સહકાર દ્વારા કંપની સંશોધનને નવી દિશા આપી રહી છે. ડાયગ્નોસ્ટિક્સ, જિનોમિક્સ અને એજિલેન્ટ યુનિવર્સિટી જેવા ક્ષેત્રોમાં નવા રોકાણો પણ કરવામાં આવ્યા છે.
એજિલેન્ટે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી, મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી, વેક્યુમ સોલ્યુશન્સ અને સેલ એનાલિસિસ જેવી અદ્યતન ટેકનોલોજીમાં પોતાની આગેવાની દર્શાવી છે. કંપનીની નવીન પ્રણાલીઓ સંશોધન, આરોગ્ય, પર્યાવરણ, એનાલિટિકલ અને નેનોટેકનોલોજી ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાવાળા અને વિશ્વસનીય ઉકેલો પૂરા પાડે છે, જેનાથી વૈજ્ઞાનિક પ્રગતિને વેગ મળે છે.
ડો. નિર્મલ ઠક્કર દ્વારા લીક્વીડ ક્રોમેટોગ્રાફી વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યું. તેમણે ટેકનોલોજીના ઔદ્યોગિક તથા મટિરિયલ સાયન્સમાં ઉપયોગો સમજાવ્યા, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયા હતા. સ્પેક્ટ્રોસ્કોપીના સત્રમાં પ્રવીણ પાઠક દ્વારા એટોમિક સ્પેક્ટ્રોસ્કોપી વિષય પર આધારિત અદ્યતન ટેકનિક્સનું મહત્વ સમજાવવા માં આવ્યું. સાથે સાથે રામન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા ફીલ્ડ અને લેબ ટેસ્ટિંગમાં થતી એપ્લિકેશન્સ વિશે વિસ્તૃત ચર્ચા કરી.
બપોરના સત્રમાં રોહિત ઓઝાએ જી.સી-એમ.એસ વિષય પર ફંડામેન્ટલ્સ અને તેની વિવિધ એપ્લિકેશન્સ વિશે સમજાવ્યું. આ સત્ર ખાસ કરીને સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયક રહ્યું. સાંજના સત્રમાં રામન સ્પેક્ટ્રોસ્કોપી નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓને સાધનોને નજીકથી જોવાનો અને પ્રાયોગિક સમજ મેળવવાનો મોકો મળ્યો હતો. રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપમાં વિદ્યાર્થીઓમાં અદ્યતન સાધનો પ્રત્યેની સમજમાં વધારો થયો હતો જેના કારણે ઉદ્યોગ અને સંશોધન ક્ષેત્ર માટે નવી દૃષ્ટિ વિકસિત થઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન શીખવાની ઉત્સુકતા સ્પષ્ટ રીતે જોવા મળી હતી.
...
અમેરિકન કંપની એજિલન્ટના નિષ્ણાતો દ્વારા નેશનલ વર્કશોપમાં મમર્દદર્શન આપ્યું
કચ્છ યુનિવર્સિટી ખાતે નેશનલ વર્કશોપના ત્રીજા દિવસે વર્કશોપની શરૂઆત અમેરિકન કંપની એજીલેન્ટ ટેકનોલોજીના પરિચયથી થઈ, જેમાં ચિરાગ ખંભાતી કે જેઓ આખા ભારત સાથે એશિયા પેસેફિક માં એજીલેન્ટ ટેકનોલોજીને રીપ્રેઝન્ટ કરે છે તેઓએ, એજીલેન્ટ ટેકનોલોજી કંપનીના વૈશ્વિક યોગદાન અને એનાલિટિકલ ઇન્સ્ટ્રૂમેન્ટેશન વિસ્તારમાં તેમની ભૂમિકા અંગે માહિતી આપવામાં આવી. ૧૯૯૯માં એચપી કંપનીથી અલગ થઈને કંપનીની સ્થાપના થયેલી છે.
ડો. નિર્મલ ઠક્કર દ્વારા સુપર ક્રિટિકલ ફલુઇડ ક્રોમેટોગ્રાફી કે જેને અત્યંત આધુનિક અને ગ્રીન ટેક્નિક ગણવામાંઆવે છે અને જેલ પરમિશન ક્રોમેટોગ્રાફી પર વ્યાખ્યાન આપવામાં આવ્યું , જેમાં ટેકનોલોજીના ઔદ્યોગિક તથા મટિરિયલ સાયન્સમાં ઉપયોગો વિશે વાત કરી.
પ્રવીણ પાઠકે અદ્યતન ટેકનિક્સ એટોમિક એબ્સોર્પશન સ્પેક્ટ્રોસ્કોપીનું વિવિધ એપ્લિકેશનમાં તેનું મહત્વ સમજાવ્યું, અને રામન સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા ફિલ્ડ ટેસ્ટિંગ કી રીતે કરી શકાય તેના વિષે માહિતી આપી હતી.
રોહિત ઓઝાએ હૈ રેજોલ્યૂશન ગેસ ગ્રોમેટોગ્રાફય માસ સ્પેક્ટરોસોપી વિષય પર ખુબ જ અગત્યની માહિતી આપી, જે સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે લાભદાયક રહશે. રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત આ વર્કશોપથી વિદ્યાર્થીઓમાં અદ્યતન સાધનો પ્રત્યેની સમજણમાં વધારો થયો, જેના પરિણામે ઉદ્યોગ તથા સંશોધન ક્ષેત્ર માટે નવી દૃષ્ટિ વિકસિત થઈ. સમગ્ર દિવસ દરમ્યાન શીખવાની ઉત્સુકતા સ્પષ્ટતા થઈ, જે આ વર્કશોપનું મહત્વ દર્શાવે છે. તેવું નેશનલ વર્કશોપ ના કોઓર્ડીનેટર ડો વિજય રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
-----

Comments