Trending News
સ્થાનિક સમાચાર

આસંબિયામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ધાન-ધાન્ય કૃષિ યોજના હેઠળ તાલીમ અપાઈ

21 January



ભુજ - કચ્છઉદય : માંડવીના મોટા આસંબિયામાં બાલાજી ઇન્ડસ્ટ્રીઝ ખાતે કૃષિ વિભાગ દ્વારા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ધાન-ધાન્ય કૃષિ યોજના અંતર્ગત એનએમઈઓ યોજના હેઠળ ખેડૂતો માટે તેલીબિયાં વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગ્રામસેવક દ્વારા કરવામાં આવી હતી. તાલીમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂત  દેવશીભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો, જીવામૃત, ઘનજીવામૃત તેમજ જમીન સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુંદ્રાના કૃષિ વૈજ્ઞાનિકશ્રી દ્વારા તેલીબિયાં પાકોની આધુનિક જાતો, સુધારેલી ખેતી પદ્ધતિઓ અને જીવાત-રોગ નિયંત્રણ અંગે માહિતી આપવામાં આવી હતી. કૃષિ વિભાગના મદદનીશ ખેતી નિયામક દ્વારા સંગઠન આધારિત ખેતી, બીજ-ખાતર કાયદા, પ્રોસેસિંગ તથા માર્કેટિંગ અંગે ખેડૂતોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
પીએમડીડીકેવાય યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોની આવકમાં વધારો કરવો, તેલિબિયા પાકનું ઉત્પાદન વધારવું, મૂલ્યવર્ધન અને બજાર જોડાણ દ્વારા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને તાલીમનો લાભ લીધો હતો.
-------

Comments

COMMENT / REPLY FROM