ભચાઉ ખાતે ક્ષયના દર્દીઓ માટે રાશન કીટનું વિતરણ
ગાંધીધામ - કચ્છઉદય : ભચાઉ ખાતે આશાપુરા ફાઉન્ડેશન, ભુજ અને ભચાઉ આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી ક્ષય (ટીબી)ના દર્દીઓ માટે ૨૫ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ક્ષયના દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુથી ડીટીઓ ડૉ. મનોજ દવેના માર્ગદર્શન હેઠળ આશાપુરા ફાઉન્ડેશન, ભુજના અસ્મીતાબેન ત્રિવેદી, હીનાબેન ભટ્ટ અને જિજ્ઞાબેનના સહયોગથી રાશનકીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીએચઓ નારાયણસિંહ અને સીએચસી સુપરિટેન્ડેન્ટ ડૉ. કુમાર ઉપસ્થિતિ રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ માધાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
----

Comments