ગાંધીનગર નલ સે જલ કૌભાંડ - તપાસનો વ્યાપ વધે તો ગાંધીધામમાં પણ કઈક પોલમપોલનો થાય પર્દાફાશ
સીઆઈડી ક્રાઈમ દ્વારા ચાલતી તપાસમાં પાંચ જેટલા કોન્ટ્રાક્ટરો સાથે ૧૯ જેટલા આરોપીઓની થયેલી ધરપકડ વખતે જાણકારોનો સુચક ઈશારો
જો ગાંધીધામમાં પણ કમિશ્નરશ્રી ફેર તપાસ કરાવશે તો નગરપાલિકા સમયકાળમાં આવેલ ૩૩ કરોડની નલ સે જળ કૌભાંડની ગ્રાન્ટમાં આચરાયેલા મોટા આર્થિક ધોટાળાઓ આવશે સામે
કમિશ્નરશ્રી તપાસ કરશે તો ખ્યાલ આવશે કે મુખ્ય વાલ્વથી જ જોડાણો નથી અપાયેલા ગાંધીધામમાં, તો પછી નળથી જળ આવશે કયાંથી? નળથી છળ જ થયું કહેવાશે ને..?
વર્તમાન સમયે પણ જે અધુરા કામો કરાયા છે તેને પુરા કરાવવાની જરૂર છે, જે ટેક્ષ પેયર છે, ટેક્ષ ભરે છે તેમને પાણી મળે તેવુ તો કંઈક કરો..!
ગાંધીધામમાં કામો થયેલા છે તેમાં રહેલી બેદરકારીની તપાસ કમિશ્નર કેમ કરાવતા નથી? આજ રોજ પાણી આપી શકાય તેમ હોવા છતા પાણી અઠવાડીયે મળે છે તે લાઈનમેન રાજી ન હોય તો એ પણ ન મળે, આ બધીય તપાસ કરવી જરૂરી છે
ગાંધીધામ : ગાંધીનગર ઝ્રૈંડ્ઢ ક્રાઇમ દ્વારા નલ સે જલ કૌભાંડમાં મોટાપાયે કાર્યવાહી શરૂ થતાં જ ગુજરાતભરમાં ચકચાર મચી છે. તપાસ દરમિયાન હવે એક
પછી એક નવા નામો સામે આવતા જઈ રહ્યા છે. તાજેતરમાં ઝ્રૈંડ્ઢ ક્રાઇમે વધુ પાંચ કોન્ટ્રાક્ટરો - અમુલખ પ્રજાપતિ, પ્રતાપસિંહ તુંવર, પાર્થ પટેલ, અર્જુન પાદરીઆ અને લક્ષ્મણ શર્માને ઝડપી પાડ્યા છે. નોધનીય છે કે આ મસમોટા કૌભાડમાં આ પહેલાં સરકારી કર્મચારીઓની ધરપકડ થઈ હતી, જે બાદ તપાસનો વ્યાપ કોન્ટ્રાક્ટરો સુધી વધારવામાં આવ્યો છે. આ ધરપકડો સ્પષ્ટ કરે છે કે નલ સે જલ યોજનામાં માત્ર કાગળો પર કામ બતાવી કરોડો રૂપિયાના ગોટાળા આચરાયા હતા. એકતરફ ગાંધીનગરમાં નળ સે જળ યોજનામાં કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઈમ આદરી રહી છે અને ધરપકડકો કરી અને મોટા ખુલાસાઓ કરી રહી છે ત્યારે પૂર્વ કચ્છના ઔદ્યોગીક પાટનગરમાં પણ જો આ બાબતે ક્રોસ વેરીફીકેશન કરવામ આવશે તો અહી પણ ૩૩ કરોડથી વધુની ગ્રાન્ટ-રકમ નલ સે જળ માટે ફાળવાઈ છે તેમાં માત્ર અને માત્ર આર્થીક ભોપાળાઓ જ તે વખતે આચરાયા છે. કાગળ પર જ કામો દેખાડયા હોવાનુ કહેવાય છે. વાલ્વથી જોડાણો જ નથી આપવામા અવ્યા તો પછી નળ થી જળ ગાંધીધામમાં ઘરો ઘર આવશે કયાથી? જો આ બાબતે ગંભીર તપાસ હાથ ધરવામા આવશે તો ગાંધીધામમાં પણ ખુલશે મોટી પોલમપોલ.રાજ્ય સ્તરે તપાસ વેગ પકડતાં હવે સ્થાનિક સ્તરે પણ અનેક પ્રશ્નો ઊભા થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થપાઈ તે પહેલા નલ-કનેકશન અને વાલ્વા ઇન્સ્ટોલેશન અંગે લાંબા સમયથી લોકોમાં રોષ છે. અનેક વિસ્તારોમાં વાલ્વા જ લગાડવામાં આવ્યા નથી, કનેકશન મુળ વાલ્વથી જ કેટલાય વિસ્તારોમાં અપાયા જ નથી, તો પાણી પહોચશે કેવી રીતે? અહી તપાસ કરવાની જરૂર છે કે આ મુજબના થયેલા કામોનું ઈન્સપેકશન કોણે કર્યુ? થર્ટ પાર્ટી ચકાસણીઓ કોણે કરી અને આ કામો પેટેના કરોડોના બીલો મંજુર કરનાર કોણ હતુ? કાગળો પર બતાવાયેલા કામ અને હકીકતમાં થયેલા કામ વચ્ચે મોટો તફાવત હોવાનું જનમાનસનું માનવું છે. જો આ જ રીતે ઝ્રૈંડ્ઢ ક્રાઇમ અથવા એસીબી જેવી એજન્સી દ્વારા ગાંધીધામ કોર્પોરેશનના પાણી વિભાગમાં તપાસ થાય, તો અનેક ઠેકેદારો, સપ્લાયરો અને સંકળાયેલા અધિકારીઓની પોલ ખુલવાની સંપૂર્ણ સંભાવના છે. જનહિતના કામમાં ભ્રષ્ટાચાર સહન ન કરવો ઘટે. નલ સે જલ જેવી જાહેર કલ્યાણકારી યોજના લોકો સુધી શુદ્ધ અને નિયમિત પાણી
પહોંચાડવા માટે છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર થાય તો તેનો સીધો ફટકો સામાન્ય નાગરિકને પડે છે.ગાંધીનગરમાં શરૂ થયેલી કાર્યવાહી માત્ર શરૂઆત છે—તપાસની દિશા જો ગાંધીધામ ભણી આગળ વધે તો અહી ભ્રષ્ટાચારની સમગ્ર સાંકળ સામે આવશે અને જવાબદાર લોકો કાયદાના કટઘરામાં પહોચશે તેવી સંભાવનાઓ જાણકારો દ્વારા સેવામાં આવી રહી છે.

Comments