Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનશે

21 January



આજરોજ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ૧૭ નવી પોલીસ બાઈકનું ફ્લેગ ઓફ


ગાંધીધામ - કચ્છઉદય :આજરોજ બપોરે કલાક ૧૨ઃ૦૦ વાગ્યે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા પૂર્વ કચ્છ પોલીસ દળને ફાળવવામાં આવેલી ૧૭ નવી બાઈકનું સત્તાવાર રીતે ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે પોલીસ અધિક્ષકશ્રીએ બાઈકને લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરી હતી. નવી બાઈક મળવાથી પૂર્વ કચ્છ 
પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને તાત્કાલિક પ્રતિસાદ આપવામાં વધુ કાર્યક્ષમતા આવશે.
કાર્યક્રમ દરમિયાન ડ્ઢઅજ શ્રી રાજગોર અને એલસીબી પી આઈ એન. એલ. ચુડાસમા,
પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી આ સુવિધા બદલ અધિકારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.નવી બાઈકના ઉપયોગથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 
પોલીસની પહોંચ ઝડપી બનશે અને જાહેર સુરક્ષા વધુ સઘન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


...............


પોલીસ મથક કક્ષાએ પેટ્રોલિંગ સેવા
વધારે સારી બનશે : સાગર બાગમાર



ગાંધીધામ - કચ્છઉદય :આજ રોજ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા મીડીયાની સાથે વાતચીત કરતા કહ્યું હતુ કે, આજે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પોલીસને ફાળવેલી ૧૭ બાઈકનુ એસપી ઓફીસ ખાતેથી ફલેગ ઓફ કરવામા આવ્યુ છે. આપેટ્રોલીંગ બાઈક છે તે પોલીસ મથક કક્ષાએ પોલીસ સ્ટાફ પેટ્રોલીગની ક્ષમતા વધારવા માટે સરકારશ્રી તરફથી ફાળવવામા આવી છે. તેનું આજ રોજ ફલેગઓફ કરવામા આવ્યુ હતુ. આ બધી બાઈક પોલીસ મથકોમાં અલગ અલગ સમન્સ જેવી કામગીરી કરાય છે તેમાં આ બાઈકનો ઉપયોગ કરવામા આવશે તેમ જણાવ્યુ હતુ.

Comments

COMMENT / REPLY FROM