Trending News
સ્થાનિક સમાચાર

જો જો, કયાંક કાસેઝ માં ડ્રગ્સ-વિસ્ફોટકો પણ પગ ન કરી જાય.!

21 January

ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી કાસેઝ-કસ્ટમ ડીસી માટે લાલબત્તી



આધોઈના સોપારી પ્રકરણનો રેલો ઝોન ભણી લંબાઈ ચુકયો છે, પરંતુ યેનકેન પ્રકારે આ કેસની તપાસ પર પડદો પાડી દેવાનો ચાલે છે કારસો : મોટામાથાઓના નામો બહાર ન આવે તે માટેની ચાલે છે માથાપરચ્ચી : કાસેઝ કસ્ટમ, કાસેઝ પ્રશાસન-કંડલા કમિશ્નર કસ્ટમશ્રી સૌનાઓ તરફ મંડાયા છે આશભર્યા મીટ

મુંદરાથી આવેલી સોપારીનું કન્સાઈનમેન્ટ આધોઈ પાસેથી પોલીસે પકડી પાડયું છે, તો કાસેઝ પ્રશાસન-કસ્ટમ તંત્ર, 
અપ્રેઈઝર, ગેટ પરના જવાબદારો, સુરક્ષા એજન્સી બધા જ શું કરી રહ્યા હતા? કેમ આવા વિદેશી કન્ટેઈનરને ડીટીએ થતા આ બધા જ ન અટકાવી શકયા? પોલીસે વિદેશી કન્ટઈનર આધોઈ સુધી પહોંચીને પકડી પાડયું!


આધોઈ પ્રકરણ બન્યું છે ત્યારે હવે  ઝોનમાં પણ આંતરીક રીતે જીણવટભરી ક્રોસ તપાસ થવી જરૂરી : જો આ રીતે રી-એકસપોર્ટ કરવા પાત્ર સોપારી પગ કરી જતી હોય તો બીજું અહી શું-શું નહી આવી જતુ હોય.? તથા અહીથી આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાના તાલે નીકળી નહીં જતું હોય તેની શું ખાત્રી? આ પહેલા કરોડોના ફટાકડાં પણ લોકોની સુરક્ષા-જાનમાલને ભોગે ઠલવાઈ ચુકયા છે, હવે સોપારી અંદર આવીને આખેઆખી ટ્રક પગ કરી રહી છે? જો તકેદારી નહી વધારાય, દોષીતોને નહીં દંડાય તો આગામી દીવસોમાં બીજું શું અહી નહી ઠલવાઈ જાય?



ગાંધીધામ : આયાત-નિકાસ વધારી અને વિદેશી હુંડીયામણ લાવી દેશનો જીડીપી સુધારવાની દીશામાં સ્થાપયેલા સેઝ અકેમો કયાંક ને કયાંક નીતગત લકવા અથવા તો પછી તેમાં બની બેઠેલા અમુક ભ્રષ્ટ તત્વોની ભેજાબાજ દાણચોરો સાથેની મીલીભગતથી દેશની તિજોરીને ઉઘાડી લુંટ ચલાવવા સમાન કૃત્યો આચરી રહ્યા હોવાની ઘટનાઓ બની રહી છે. દરમ્યાન જ કચ્છમાં પણ આવો ઘટનાક્રમ સામે આવવા પામી રહ્યો છે. કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીની સાયબર સેલની ટુકડીએ થોડા દીવસ પહેલા જ આધોઈ પાસેથી એક ટ્રકને પકડી તપાસ કરતા તેમાથી વિદેશી સોપારીનો આધાર પુરાવા વીનાનો જથ્થો મળી આવવા પામ્યો હતો અને તે બાદ તરત જ તપાસ મુંદરા-કાસેઝ ભણી લંબાવાવમાં આવતા કન્ટઈનર મુંદરા ઉતર્યુ અને કાસેઝ તરફ પ્રવેશ્યુ અને ત્યાથી બહાર નીકળ્યુ હોવાનો અટપટ્ટેો ઘટનાક્રમ સામે આવવા પામી રહ્યો છે. આમ તો તપાસ સીધીને સટ જ છે, જો કાસેજના ગેટના, જે તે યુનિટઅ ને તેની આસપાસની યુનિટના, ડીસી કચેરી આજુબાજુના સીસીટીવી કેમેરા પાછલા બેથી ત્રણ માસના ચકસવામાં આવશે તો બધુ જ પાધરું થઈ જશે પરંતુ આ પ્રકારની તપાસ ઝડપથી આગળ ધપાવામાં જાણે કે શિથીલતા આદરાઈ રહી હોય તેવી સ્થિતી બનતી જોવાઈ રહી છે. આ ઘટનાની તપાસ તો ઈચ્છાશકિત અનુસાર આગળ ધપતી રહેશે પરંતુ ઘટનાક્રમોને જોઈને જાણકારો ડેવલપમેન્ટ કમિશ્નર જોન તથા કસ્ટમ ડીસી બન્ને માટે લાલબત્તી ધરતા કહી રહ્યા છે કે, જો જો કયાંક ઝોન-કાસેઝમાં આ રીતે ડ્રગ્સ-વિસ્ફોટકોનો પણ જથ્થો પગ ન કરી જાય. કારણ કે જે રીતે સોપારી આવી અને નીકળી ગઈ છે તે જોતા તો સહેજ સહેજ સવાલ થઈ જ રહ્યા છે કે બીજું અહી શું નહી આવતુ હોય? અથવા તો શું નહી આવી ગયુ હોય અને નીકીળ ગયુ હોય..- ડ્રગ્સ, આરડીએસક, વિસ્ફોટકો? પણ આ જ પદ્વતીથી આવી જશે અને બહાર નીકળી નહી ગયા હોય તેની શું ખાત્રી?થોડા સમય પહેલા જ કાસેજના યુનિટમાથી ૩પ કરોડની કિમંતના ચાઈનીઝ બનાવટના ફટાકડા, પ્રતિબંધિ ફાયર ક્રેકર્સ મળી આવ્યા હતા, જેમાં પેશોની મંજુરી જરૂરી હોય છે, તે લેવાઈ જ ન હતી અને આવી મંજુરી પેશો આપે પણ નહી, તેમ છતા કઈક લોકોના જાન-માલની સુરક્ષાના જોખમે આયાત થઈ ગયા હતા, હવે સોપારી ઝોનમાં આવી, યુનિટમાં ગઈ, તમ્બાકુના નામ મંગવાઈ, રીએકસપોર્ટ કરવાના નામે ડીટીએ કરવા આધોઈ સુધી પહોચી પણ ગઈ તો જોન પ્રશાસન, કસ્ટમતંત્રને કયાં ગંધ શુદ્ધા આવી? હકીકતમાં આ ઘટનાને લાલબત્તીરૂપ સમજી અને તેમાં જે કોઈ પણ લાપરવાહ હોય તેની સામે વિના વિલબે કડક પગલા લેવા જોઈએ.



....................


સાયબર સેલ PI ના બદલે ખુદ 
આઈજીશ્રી આ કેસની કરાવે તપાસ


આ કેસમાં પોલીસ ઈમાનદારીથી તપાસ કરશે તો ભવિષ્યમાં પણ કોઈ મોટી આફત નહી આવી શકે..!


આઈજીશ્રીએ કાસેજ ડીસીશ્રીને એટલું જ પછવુ જોઈએ કે કોમર્સ મીનીસ્ટ્રીના આદેશ પરિપત્રના મુદાનંબર ૩ અનુસાર તમામે તમામ યુનિટના સીસીટીવી કેમેરા ચાલુ રાખવા ફરજીયાત તથા તે તમામનો ૧ વર્ષનો ડેટા સેફ રાખવાના આદેશની સબંધિત કેસમાં ઝોને શું કરી છે અમલવારી? આ જ પરિપત્રના મુદા નં.૧૧ અનુસાર અરીકા નટસ-બેટલ નટસ સોપારીના કન્સાઈનમેન્ટ પર ખાસ વોચ રાખવાની સુચનાની આ કેસમાં કેટલી થઈ છે અમલવારી? શું શું ચકાસણીઓ ઝોન પ્રશાસન-કસ્ટમ દ્વારા કરાઈ છે? વેળાસર જ સીસીટીવી ફુટેજ ઝોન ગેટના, સબંધિત યુનિટના, ડીસી ઓફીસ આસપાસના, તથા સબંધિત યુનિટના આજુબાજુના યુનિટના આપો.!



ગાંધીધામ : આધોઈમાં પકડાયેલી વિદેશી સોપારી દાણચોરી કાંડની તપાસ હવે ધીરે ધીરે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન તરફ ફંટાઈ છે. આ તપાસમાં જોન પ્રશાસન તથા કસ્ટમ વિભાગ પાસેથી તપાસર્થે વિવિધ વિગતો માંગવામા આવી છે પરંતુ ઘટના બન્યાને લાંબો સમય થઈ ગયો હોવા ઉપરાંત પણ કોઈ ઠોસ વિગતો મળી નથી. આવામા જાણકારો કહી રહ્યા છે કે, કરોડોના દાણચોરી કાંડની તપાસ સાયબર સેલના એક મહીલા પીઆઈને એકલા હાથે આપવાના બદલે આ સમગ્ર પ્રકરણમાં ખુદ કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી જાત તપાસ કરાવે, જરૂર પડે ત્યાં આઈજીશ્રી જ કાસેઝ ડીસી, કાસેઝ કસ્ટમ ડેપ્યુટી કમિશ્નર સહિતનાઓ સાથે જાતે જ પત્રવ્યહવાર કરે અને આધાર-પુરાવા-દસ્તાવેજી વિગતો ઝડપથી અંકે કરે તે જ સમયનો તકાજો બની જવા પામ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM