બાલાસર પોલીસ દ્વારા હેલ્મેટ વિતરણ તથા મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો
ગાંધીધામ - કચ્છઉદય : રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે બાલાસર પોલીસ સ્ટેશન ખાતે ૩૦૦ જેટલી મહિલાઓનું અનિમિયા માટે રક્ત પરીક્ષણનું કાર્યક્રમ યોજાયો હતો, તે ઉપરાંત બાલાસર પીએસઆઇ વી.એ.ઝા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગોપાલ સોઘમ એ ઉપસ્થિત મહિલા સશક્તિકરણ તેમજ સાયબર ક્રાઇમ અવેરનેસ જેમાં મહિલાઓને વિવિધ સાયબર ફ્રોડ તેમજ સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ વિશે સમજણ આપી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત રોડ સેફ્ટી તેમજ ટ્રાફિક અવેરનેસ જાગૃતિ માટે તમામ લોકો વાહન ચલાવતી વખતે વાહન વ્યવહારના નિયમોનું પાલન કરે તેમજ ટુ વ્હીલરમાં ફરજિયાત હેલ્મેટ પહેરે તે અંગેની સમજ કરી અને એક નવી પહેલ ૩૦૦ જેટલા બાઈક ચાલકોને ફ્રી હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાલાસર પોલીસ સ્ટેશન ખાતે વાડીલાલ સાવલા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, ત્રિકાલદાસજી મહારાજ, ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી ડો. અનંત હોંગલ, સંયોજક ડો. સંજય પટેલ તેમજ પોલીસ સ્ટાફ અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા.
------

Comments