Trending News
સ્થાનિક સમાચાર

તલવાણામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

20 January



ભુજ - કચ્છઉદય :  આત્મા, ભુજની કચેરી તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે માટે લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, તલવાણા ધારાસભ્ય અનિરૂધ્ધભાઇ દવેના અધ્યક્ષસ્થાને “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ”નું આયોજન કરવામાં આવેલ હતી. 
અનિરૂધ્ધભાઇ દવેએ જણાવ્યું હતું કે, આજના સમયમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કેમ જરૂરી છે તે અંગે જણાવી માંડવી અને મુન્દ્રા તાલુકાઓમાં વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવી અગ્રેસર બને તે માટે ભારપૂર્વક જણાવેલ. ખેડૂતો પોતાની જમીનને ગાય આધારીત પ્રાકૃતિક ખેતી થકી સ્વસ્થ બનાવી જે પણ અનાજ, શાકભાજી કે ફળો પકવે તે ઝેરમુક્ત પેદા કરી અને મુલ્યવર્ધન કરી જાતે પોતાની બ્રાન્ડ બનાવી વેચે અને પોતાના ગામની આવક ગામમાં જ રહે અને શહેરની આવક પણ ગામમાં આવે તેવા પ્રયત્નો હાથ ધરવા જાગૃત થવા ખેડૂતોને હાકલ કરેલ.
જયદીપ ગોસ્વામીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો બીજામૃત, જીવામૃત - ઘનજીવામૃત, વાફસા, આચ્છાદન અને સહજીવી પાકો વિશે વિગતવાર માર્ગદર્શન આપેલ. બાગાયત અધિકારી આનંદ પંડ્યાએ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિષે માર્ગદર્શન આપેલ. ડો. આરતીબેન કાપડીએ પશુપાલન અને પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓ વિષે માહિતી આપેલ. જીગર દેસાઈએ દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી ખાતે ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપેલ, ડો. રવિ ડોડીયા, આસી. પ્રો., ખારેક સંશોધન કેન્દ્ર,મુન્દ્રા દ્વારા ખારેક સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ વિષે માર્ગદર્શન આપેલ હતું. નંદનીબેન રમેશભાઈ પોકારે પ્રાકૃતિક કૃષિ અંગે એકાંકી રજુ કરી હાજર રહેલ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરણા આપેલ હતી. પ્રગતિશીલ ખેડૂત દેવશીભાઈ પટેલ, રામનગર, માંડવીએ પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના અનુભવો જણાવેલ. તેમજ મંજુલાબેન હિરાણીએ મહિલાઓનું પ્રાકૃતિક કૃષિમાં મહત્વ અંગે જણાવેલ.  મણીલાલ માવાણીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પોતાના અનુભવો, પોતાની ત્રિસ્તરીય પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ તેમજ પોતાના ખેતરની પેદાશોનું મુલ્યવર્ધન કરી તેના લોકલ માર્કેટિંગ કેમ કરવું તેના વિશે સમજણ આપેલ હતી. 
અતિથી વિશેષ તરીકે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, જિલ્લા પંચાયત દંડક ગંગાબેન કે. સેંઘાણી, માંડવી તાલુકકા પંચાયત કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, જયાબેન છાભૈયા સરપંચ બિદડા, કનુભા જાડેજા, સરપંચ તલવાણા, શાંતિભાઈ પટેલ ઉપસરપંચ તલવાણા, કાંતિભાઈ અમૃતિયા, પ્રમુખ પાટીદાર સનાતન સમાજ, લક્ષ્મીબેન શાંતીલાલ પટેલ કિશાન સંઘ મહિલા પ્રમુખ માંડવી, પી.કે. પટેલ, નાયબ ખેતી નિયામક (વી.), ભુજ-કચ્છ, મદદનીશ ખેતી નિયામકો હસમુખ પ્રજાપતિ, ચંદનજી ઠાકોર, કલ્પેશ મહેશ્વરી, બાગાયત અધિકારી આનંદ પંડ્યા, સુનીલ પરમાર, રસીક બારૂવા,બ્રિજેશ કણસાગરા, સેંધાભાઇ પારેઘી હાજર રહ્યા હતા. પી.કે. તલાટીએ સ્વાગત કર્યું હતું. આભાર વિધિ દિનેશ ચૌધરીએ કર્યું હતું.સંચાલન સાહિલ કુરેશીએ કર્યું હતું.

Comments

COMMENT / REPLY FROM