Trending News
સ્થાનિક સમાચાર

લુણવા - પશુડાની સીમમાં દેશી બંદૂક સાથે શિકાર કરવા નીકળેલા બે ઈસમ દબોચાયા 

20 January


પોલીસને જોઈ બાઈક પર બે ઈસમો ભાગી ગયા : એક બંદૂક કબજે કરાઈ 

ભચાઉ - કચ્છ ઉદય :  તાલુકાના લુણવા-પશુડા ગામની સીમ વિસ્તારમાં નર્મદા કેનાલ પર દેશી બંદૂક સાથે શિકાર કરવા ફરી રહેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. 
આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબી પીઆઈ એન.એન. ચૂડાસમાની સૂચનાથી પીએસઆઈ ડી.જી. પટેલ અને ટીમ ભચાઉ વિસ્તારમાં હતા ત્યારે બાતમી મળી કે, હિંમતપુરાનો શબીર તેના મિત્રો સાથે શિકાર કરવા માટે ફરી રહ્યો છે. જેથી તપાસ કરતા બે બાઈક પર ચાર ઈસમો બેઠા હતા. પોલીસને આવતી જોઈ બાઈકને લુણવા સીમમાં હંકારી આરોપીઓ ભચાઉ તરફ ભાગ્યા હતા. પોલીસે પીછો કરી ભચાઉ બટિયા વિસ્તારમાં પાસે આવેલ ગાંધીધામ-ભચાઉવાળા સર્વિસ રોડ પરના કટ પાસે બે ઈસમોને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લીધા હતા. આગળની કાર્યવાહી માટે આરોપીઓને ભચાઉ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા. પોલીસે હિંમતપુરાના શબીર કેસર નારેજા, શિકારપુરના હબીબ રમજાન ત્રાયાને પાંચ હજારની બંદૂક, ૩૦ હજારની બાઈક અને ૩પ હજારના બે મોબાઈલ સાથે પકડી લીધા છે, જ્યારે આરોપી હિંમતપુરાના આમીરખાન જાનમામદ લંઘા અને અબડા ચોકનો રમેશ પ્રવીણભાઈ કોલી ભાગી જવામાં સફળ રહ્યા હતા. 

 

Comments

COMMENT / REPLY FROM