નખત્રાણાની નધણિયાતી નગરપાલીકા સામે જનાક્રોશ : ચીફ ઓફીસર ની ઘોર લાપરવાહી ? નગરજનો નો નીકળતો ખો
ચીફ ઓફીસર સુસ્ત, ગુટલીબાજ કર્મીઓ મસ્ત, પ્રજાજનો ત્રસ્ત
શહેરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છીએ, ધારસભ્યશ્રીની દબાણ દુર કરવાની રજુઆત હતી, મુદત પુરી થાય છે, સંયુકત રીતે કાર્યવાહી કરવામાં આવશે, અન્ય પ્રશ્નો બાબતે પણ પુરતું જ ધ્યાન આપીએ છીએ
ઃ શ્રી ગઢવી (ચીફ ઓફીસર નખત્રાણા નગરપાલીકા)
સંકલનની બેઠકમાં પ્રશ્ન ઉઠે છે પણ ચીફ ઓફીસરની બેદરકારી પૂર્વક ની રીતીનીતીઓથી પરીણામો શુન્ય : ધારાસભ્યશ્રી ખુદ જાગૃત રહી નગરપાલીકા વિસ્તારના પ્રશ્નોના ઉકેલ, લોક સુવિધા માટે સતત દાખવે છે ચિંતા, પણ ન.પા.ના નપાણીયા અધીકારીઓના
પેટનું પાણી પણ હાલતું ન હોવાની સ્થિતી હોવાનો લોકોમાં કચવાટ
ઉભરાતી ગટરો, વીજ પાણી ટ્રાફીક રખડતા ઢોરની રોજીંદી સમસ્યાઓથી લોકો પેરેશન : સરકારની સારી છબીને ચીફ ઓફીસરની નબળાઈથી થઈ રહી છે અસરો : સરકાર અઢળક ગ્રાન્ટ આપી રહી છે, પરંતુ વિકાસકામોના સુપરવિઝનની સીઈઓની નબળાથી પ્રજાની તૈયારીને પડે છે મોટો આર્થિક ફટકા : નગરપાલિકા વિસ્તારમાં લાખો રૂપીયાના ગુણવત્તા વિહોણા કામોથી પ્રજામાં આંતરીક રોષ : વીરાણી રોડ પાસે નાળાની કામગીરી કેઈ સદીમાં થશે પૂર્ણ? લોક સવાલ
ગાંધીધામ : ત્રણ વર્ષથી ગ્રામ પંચાયતમાંથી બનેલી નગરપાલીકાના દરજજોની નખત્રાણા નગરપાલીકાના શાસનથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને અંધેરરાજ ભર્યાની વહીવટ સામે જનઆક્રોશ પણ ઉભરી રહ્યો છે. નગરથી ર કીમી દુર ભાડાના મકાનમાં ચાલતી નગરપાલીકાના ચીફ ઓફસર સહિતનો સ્ટાફ ગુટલીબાજ જ હોતા અને સમયસર હાજરી ન આપતા લોકોને બેરૂ, નાના નખત્રાણા, મફતનગર સહીતના વિસ્તારમાથી ધરમ ધક્કા પડી રહ્યા છે. આ બાબતે એટીવીટીના સભ્યો સંકલમા પણ પ્રશ્ન ઉઠાવી ચૂકયા છે. છતારજકોટ કમિશ્નરથી લઈ કલેકટરશ્રી કે પ્રાંત અધિકારી કોઈ પગલા ભરવામાં આવતા નથી. આ બાબતે પ્રજાના પ્રતિનિધીઓ તથા ચેમ્બેર્સના પ્રમુખ સહિત વેપારી અગ્રણીઓઅનેકવખત રજુઆત કરી હોા છતા કોઈ પગલાના ભરવામા આવતા હવે લોકો રોષ વધુ ઉગ્ર બન્યો છે. શહેરના અનેક વિસ્તારમાં બે વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનુ નિવારણ થતુ નથી. ટ્રાફીકની મસ્યા અજગર ભરડો લીધો છે. વધારામાં વથાણ ચોકથી મોટી વિરોણી જતા માર્ગમા ચાલતા વરસાદી પાણીના નિકાલ માટેના નાળાની સફાઈ માસથી ચાલે છે. સફાઈ કરેલી માટી કચરના ઢગલા આડશથી રસ્તો અધડો ભાગ જેટલો રોકાતા ટ્રાફીકની મોટી સમસ્યા સર્જાતી રહે છે. નગરપાલીકા કોઈ મોટા અકસ્માત થાય તે પછી નાળાની સફાઈ કામમા ઝડપ લાવવાના મુડમાં તેમ મંથર ગતીએ આ કાર્ય ચાલી રહ્યુ છે. આડેધડ ઉભરાતી લારીઓ પણ ટ્રાફીકની સમસ્યામાં વધારે ઉમેરો કરે છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા માજા મુકી છે. કોઈ નિદોર્ષનો ભોગ લેવાય તે પહેલા રખડતા ઢોરોને પાંજરે પુરવા જોઈએ પીવાનુ પાણી અમુક સોસાયટીમાં અનિયમિત મળે છે અને કાચા કયારાવાળુ ગંદુ પાણી મળે છે તે તેવી રાવ ઉઠી રહી છે. શહીજરનો અનેકવીધ સમસ્યાઓથી ત્રસ્ત છતા કોઈ ઉકેલ મળતો નથી.નખત્રાણા શહેરમાં વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા કરોડો રૂપીયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. ણ વિકાસકામો યોગ્ય રીતે થતા નથી. આ માટે લોક દરબાર યોજાય તેવી માંગ પણ સતત કરવામા આવી ચુકી છે. શહેરમાં જે કરોડોના કામો થઈ રહ્યા છે તે ગુણવત્તાના અભાવે પાણીમાં જ ખર્ચો જઈ રહ્યો છે. અને ગુણવત્તા વિહિન કામો સતત ચાલી રહ્યા હોવાથી તેમાં ખાયકી અને કટકીની પણ ચર્ચાઓ ઉઠવા પામી રહી છે. નગરમાં એકમાત્ર જાહેર શૌચાલય વથાણમાં આવેલ છે. તે પણ ગંદકીથી સતત ઉભરાતુ જ રહેતુ હોય છે. જેના લીધે લોકો જાહેર માર્ગ પર શૌચક્રીયા કરવા મજબુર બની રહ્યા છે અને દેશના યશસ્વી પીએમના સ્વચ્છતા અભિયાન તથા શૌચાલયની જૂંબેશના પણ અહી ધજાગરા જ ઉડી રહ્યા છે. શહેરમાં ગંદકી રહેતી હોવાથી મચ્છરોનો ઉત્પતી તથા તેના લીધે રોગચાળો પણ વકરી રહ્યો છે. મચ્છરજન્ય રોગચાળાને ડામવાની પણ નગરપાલીકા હસ્તક કોઈ નોધનીય કાર્યવાહી શહેરમાં જોવા જ મળતી નથી. ખરેખર રાજકોટ મહાનગરપાલીકા નિયામકશ્રીએ પણ માત્ર રણોત્સવ કે યાત્રાધામના દરબારમો આવ, ચક્કર મારી અને જતા રહેવાના બદલે આવા ચાલી રહેલા અંધેરરાજ ભર્યા શાસન તરફ પણ ધ્યાન આપી સૌ લાપરવાહોના ઉઘડા લેવા જોઈએ તેવો આક્રોશ આંતરીક રીતે હવે પ્રજાજનોમાં ઉભો થવા પામી રહ્યો છે. મારી હાજરી નગરપાલીકામાં રહે જ છે, કામો બધાય ન્યાયપૂર્ણ રીતે કરાવી રહ્યા છીએ, શહેરી દબાણ સંયુકત કાર્યવાહી થશે, માત્ર નગરપાલીકાએ કરવાની રહેતી નથી, ઉપરાંત માળખાકીય કામોને લઈને ગુણવત્તાની સમયાંતરે ચકાસણી થાય છે, બે દીવસ અઠવાડીયામાં હું ભચાઉ રહું છુ બાકી તો નખત્રાણા નગરપાલીકામાં જ હાજર રહ્યુ છે તેમ કહી અને શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ હોવાનો દાવો કરી અને આક્ષેપોને ચીફ ઓફીસર શ્રી ગઢવીએ નકાર્યા
.......................
નગરજનોનો ચીફ ઓફીસર પર સવાલોનો મારો..!
કામ કરો જ છો, તો સાર્વજનિક કરો આ વિગતો.!
૧. પાણી, ગટર, દીવાલ, બોસક ,કલવર્ટ સહિત વિકાસકામો કેટલા કરોડના ખર્ચે ચાલે છે? એજન્સીઓ કઈ કઈ છે? તેની ગુણવત્તાઓનું શું? કયા કયા વિસ્ઢતારમાં કામો થયા છે, ચાલી રહ્યા છે? સુપરવિઝન કોણ અને કયારે કયારે કરે છે? તેના રીપોર્ટ કેટલા ચીફ ઓફીસરશ્રીએ ચકાસ્યા? કેટલામાં સુચનાઓ આપી?(૧.૬૬ કરોડના અંદાજીત કામો ચાલી રહ્યા છે) ર. શહેરી દબાણો અંગે ૧પ દીવીસની મુદત હતી તે દીવસ પુરા થયા મુદત પણ ગઈ હવે કયારે દબાણો દુર કરાશે? કેટલાને અત્યાર સુધીમાં નોટીસ આપી છે? ૩. ભચાઉ-મુંદરા ચાર્જ છે તો પછી નખત્રાણામાં ચીફ ઓફીસર તરીકે કેટલો આપો છો ન્યાય? નખત્રાણામાં કેટલા દીવસ રહો છો હાજર ? કયા કયા વારે રહો છો? ૪. નખત્રાણામા પીવાના પાણીના બોર કેટલા છે? ગુણવત્તાની તપાસણી માટે લેબોરેટરી સેમ્પલ મોકલવામાં આવે છે? પરીણામો શું છે? પાણી માટે તપાસ સમીતી કયારે ચેકીંગ કરે છે ખરી પ. પુસ્તકાલય ભવન તૈયાર થઈ ગયુ છે? ઉદઘાટન માટે શું સારા મુર્હતની રાહ જુઓ છો? ૬. સ્ટ્રીટલાઈટો બંધ પડી છે, ચોરી ચપાટી વધી રહી છે, સંકલનની બેઠકમાં મુદાઓ ઉછળે છે, બધી સટ્રીટલાઈટો ચાલુ કયારે કરશો ? ૭. સાત મહીનાથી ગટરના ધીમી ગતીએ ચાલતા કામો પૂર્ણ કરવાના છો કે નહી? શહેરીજનો તોબા થઈ ગયા છે? હાલમાં આ કેટલા લાખના ખર્ચે કામો ચાલું છે? ૮. સીસીટીવી શહેરોમાં કેટલા ચાલું છે કેટલા બંધ? બંધ છે તે શા કારણોસર? કેમ ચાલુ નથી કરાવાવમાં આવતા? ૯. વૃક્ષારોપણ સુશોભનના કામોની જાળવણીના અભાવે લાખોના ખર્ચા પાણીમાં ગયા છે? જવાબદાર કોણ? ૧૦. શહેરમાં સફાઈનો છે અભાવ-ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયેલા છે ૧૧. બિનવારસુે રખડતા ઢોર માટે ઢોર ડબ્બો શહેરમાં છે કે નહ? કયારે પકડશો બિનવારસુ ઢોર ને?

Comments