ગાંધીધામ રામ-ભીખા ગાંજા-કાંડ’ : ખાખીના પલળેલા પોપટ બની બેઠેલ ટાઇગર ગેંગ ના જ હશે સૂત્રધારો!
આ ટાઈગરના ભંગારના વાડાની બાજુમાં દેશીદારૂની ભઠ્ઠી ધમધમી રહી છે છતા કેાઈ અટકાવવાવાળું નથી?
ગાંજા-ચરસના ગામમાં જયા પોઈન્ટો ધમધમી રહ્યા છે તે બધાય આ બની બેઠલા ટાઈગરના માણસાના જ છે તેમ છતા તેને કોઈ પડકાતુ નથી?
આ બની બેઠેલો ટાઈગર ખાખીના કેટલાક ભ્રષ્ટ તત્વોને મુર્ખ બનાવતો ફરી રહ્યો છે, અને અમુક ખાખીધારીઓ ઉચ્ચ અધિકારીઓને ટાઈગર બાબતે ઉલ્ટા ચશ્મા પહેરાવતા ફરી રહ્યા છે, જેનો ભરપુર ગેરલાભ આ બનીબેઠેલ ટાઈગર ઉઠાવતો ફરી રહ્યો હોવાની છે આશંકા
સંકુલમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોનો વેપાર : રામા-ભીખા જેવા
કઈક ફોલ્ડરીયાઓ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગાંજ-પોષડોડાના કરી રહ્યા છે બધડક વેપલા : ખાખીના બની બેઠેલા બાતમીદાર ટાઈગરના જ ઈશારે સંકુલમાં ખાંડ-સોયા-ઘંઉ, ભંગાર ચોરી કરનારઓ હવે નશાના કારોબારમાં પણ કુદયા હોવાની ચકચાર
ગાંધીધામ સંકુલમાં હાલના સમયે ભલભલા ચમરબંધીઓના દબાણો તુટી રહ્યા છે, તો ધાર્મિક ઠામના ઓઠા હેઠળ આ બની બેઠેલા ટાઈગરના ભંગારના વાડા તથા ચોરાઉ ચીજવસ્તુઓ સંગ્રહ કરતા અડ્ડા પર બુલડોઝર કેમ નથી ફરતો? કંડલા-ડીપીએના કયા અધિકારીઓ છાવરી રહ્યા છે?
ગાંધીધામ :તાજેતરમાં જ ગાંધીધામ પોલીસે રામ-ભીખા નામના શખ્સોની છ લાખથી વધુના પોષડોડાના જથ્થા સાથે પકડી પાડયા છે અને તેમની તપાસ ચાલી રહી છે. ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જો આ ચકચારી રામા ભીખાગાંજા-ડોડા કાંડની તપાસ ઉંડાણપૂર્વક સચોટ રીતે હાથ ધરવામા આવી હતો ચોકકસથી કાર્ગોના બની બેઠલા અને ખાખીના પાળેલા પોપટ સમાન ટાઈગર સુધી રેલો ચોકકસથી લંબાશે.
આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ગાંધીધામ વિસ્તારમાં ચર્ચાસ્પદ બનેલા “રામા-ભીખા ગાંજા કાંડ”માં હવે નવા અને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક ચર્ચા મુજબ, આ આખા નેટવર્કના મૂળ સૂત્રધારો તરીકે“ટાઇગર ગેંગ”નું નામ ફરી સપાટીએ આવ્યું છે. લોકોમાં એવી ચર્ચા છે કે આ ગેંગ માત્ર ગાંજાનું જ નહીં, પરંતુ ભંગાર, ચોખા, સોયા, ખાંડ અને ગૌ-સંબંધિત ચોરીઓમાં પણ સંડોવાયેલી હોવાનું કહેવાય છે.
હાલમાં તો ગાંજાનું ‘પોસ્ટ-ડેટેડ’ (પહેલેથી બુક કરેલું) ધંધોં પણ ટાઇગર ગેંગે શરૂ કર્યું હોવાની ચર્ચા સંકુલ વિસ્તારમાં સાંભળવા મળે છે. સ્થાનિકોના કહેવા મુજબ, કેટલાક ખાખીવાળાઓને ‘બાતમી’ના નામે ગેરમાર્ગે દોરવામાં આવે છે, જ્યારે કેટલાક પોલીસ અધિકારીઓને ખોટી માહિતી આપી ગેરસમજમાં રાખવામાં આવતા હોવાનો આક્ષેપ છે.સંકુલ વિસ્તારમાં ઠેરઠેર ગાંજાનું વેચાણ થતું હોવાનું સ્થાનિકો દાવો કરે છે અને કહે છે કે જો ઉચ્ચસ્તરીય તપાસ થાય તો આ વેચાણ-ચક્ર ટાઇગર ગેંગ સાથે જોડાયેલું હોવાનું બહાર આવી શકે છે તેવી શકયતાઓ નકારી શકાય નહી તેમ ચર્ચાવવા પામી રહ્યું છે.
..........
સંકુલના જાણકારવર્ગમાથી ઉઠતા સવાલો
• ઉચ્ચસ્તરીય SIT ક્રાઇમ બ્રાન્ચ તપાસ થાય,- ગાંજાના નેટવર્કના મૂળ સૂત્રધારો સુધી પહોંચવામાં આવે, અને ખાખીમાં જો કોઈ સંડોવણી હોય તો તે પણ ખુલ્લી પાડવામાં આવે. • રામા-ભીખા ગાંજા કાંડના અસલી સૂત્રધારો કોણ છે? કોના ઈશારે આ શખ્સો ગાંજાનું વેંચાણ કરતા હતા? • શું “ટાઇગર ગેંગ”નું નામ માત્ર ચર્ચા છે કે વાસ્તવિક કડી? • સંકુલમાં ખુલ્લેઆમ ગાંજો કોણ વેચે છે અને કોની છત્રછાયા હેઠળ? • શું કેટલાક ખાખીવાળાઓ ‘બાતમી’ના નામે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે? • શું ટાઇગર ગેંગ ભંગાર, ચોખા, સોયા, ખાંડ અને ગૌ-ચોરીમાં પણ સંડોવાયેલી છે? • પોસ્ટ-ડેટેડ ગાંજાનું નેટવર્ક કોણ ચલાવે છે? • પોલીસના ઉચ્ચ અધિકારીઓને સાચી માહિતી મળે છે કે “ઉલ્ટા ચશ્માં” પહેરાવવામાં આવે છે? • ઉચ્ચસ્તરીય તપાસ થશે તો કેટલા ચહેરા ખુલ્લા પડશે?
........

Comments