ગાંધીધામમાં ફેક યુપીઆઈ એપ્લિકેશનના ઉપયોગથી દુકાનોમાં ચૂકવણા કરાયા
બારકોડ સ્કેન કર્યા વગર પેમેન્ટ થયાના સ્ક્રિનશોર્ટ બતાવી દીધા : ભારતનગર વેપારી એસો.એ સાવધાની રાખવા કરી અપીલ
ગાંધીધામ - કચ્છ ઉદય : હાલમાં કોઈપણ ખરીદી કે બુકિંગમાં ઓનલાઈન વ્યવહારનું ચલણ વધી ગયું છે. ખરીદી કર્યા બાદ પેમેન્ટ થયાનો સ્ક્રિનશોર્ટ બતાવવામાં આવે છે પરંતુ ઘણી વખત વેપારીના ખાતામાં પૈસા જમા થતા નથી. ઠગબાજો ઓનલાઈન પેમેન્ટમાં પણ ચશ્મા પહેરાવી જાય છે. ગાંધીધામના ભારતનગરમાં આવા બનાવો સામે આવ્યા છે. છેલ્લા ૮ દિવસમાં ભારતનગરની બજારમાં કેટલાય દુકાનદારો સાથે ફેક એપના માધ્યમથી પેમેન્ટ બતાવીને સામાન લઈ જતો વ્યક્તિ કેમેરામાં ઝડપાયો હતો. આ છેતરપીંડી કરનાર શખ્સના વિડિઓ અને ફોટાઓ વેપારી મંડળ દ્વારા તમામ વેપારીઓને મોકલી આવી છેતરામણીથી બચવા સચેત કર્યા હતા તો ભવિષ્યમાં પણ સાવચેત રહેવા જણાવાયું હતું. ટેકનોલોજીના યુગમાં જેટલી સરળતા વધી છે એટલું જ જોેખમ પણ વધી ગયું હોવાથી ભારતનગર વેપારી એસોસિએશન દ્વારા તમામ વેપારીઓને સમજદારીથી વેપાર કરવાની સલાહ આપવામાં આવી હતી.

Comments