ગાંધીધામ બજારમાં BSNL વાયર ચોરી : બે શખ્સો ઝડપાયા : મોટો માલ જપ્ત
A-ડિવિઝન પોલીસની ત્વરિત કાર્યવાહી - BSNL ન્ની ભૂમિકા પર ઊભા થયા ગંભીર સવાલ
ગાંધીધામ : ગાંધીધામની બજારમાં છડેચોક બઝાર વિસ્તારમાંથી BSNL ન્ના કિંમતી વાયરોની ચોરી કરનારા બે શખ્સોને ગાંધીધામ છ-ડિવિઝન પોલીસે સમયસૂચકતાથી ઝડપી લીધા છે. સૂત્રો મુજબ, તેમની પાસેથી થોડો ઘણો ચોરાયેલો માલ પણ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસ સ્ટેશનના જાગૃત કર્મચારીઓની સતર્કતાના કારણે સમગ્ર શહેરમાં મોટા પ્રમાણમાં BSNLન્ વાયર કાપનારી ટોળકીના સભ્યો ગણતરીના સમયમાં જ પકડાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ બાદ સમગ્ર નેટવર્ક અને તેની કડીઓ બહાર આવવાની શક્યતા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ ટોળકીનો કારોબાર માત્ર ગાંધીધામ પૂરતો નહીં, પરંતુ આસપાસના વિસ્તારો સુધી ફેલાયેલો હોઈ શકે છે.આ સમગ્ર મામલે BSNLન્ની ભૂમિકા પણ શંકાના ઘેરામાં છે. સ્થાનિક વેપારીઓ અને નાગરિકો પ્રશ્ન કરી રહ્યા છે કે જો મોટા પ્રમાણમાં BSNLન્ના વાયરો ચોરાયા, તો જવાબદાર અધિકારીઓએ સમયસર પોલીસ ફરિયાદ કેમ નોંધાવી નહીં? ઉપરાંત, તપાસમાં પણ BSNL ન્ તરફથી પૂરતો સહયોગ મળ્યો નથી તેવો આક્ષેપ થઈ રહ્યો છે.વિશ્લેષકોનું માનવું છે કે, કિંમતી સરકારી સંપત્તિ ચોરાઈ જાય અને જવાબદાર વિભાગ નિષ્ક્રિય રહે તે અનેક શંકાઓને જન્મ આપે છે. તેથી વહેલી તકે BSNLન્ના અધિકારીઓને પણ તપાસના દાયરામાં લાવવા જરૂરી ગણાય છે.
.................................
સળવળતા સવાલો...
• BSNL વાયર ચોરી
પાછળનું સમગ્ર નેટવર્ક કોણ ચલાવે છે? • શું આ ટોળકી માત્ર ગાંધીધામ સુધી સીમિત છે કે બહાર પણ ફેલાયેલી છે? • BSNL ન્ના અધિકારીઓએ સમયસર ફરિયાદ કેમ નોંધાવી નહીં? • શું BSNL તરફથી તપાસમાં પૂરતો સહયોગ મળ્યો છે?• સરકારી
સંપત્તિની સુરક્ષા માટે BSNL ન્ની જવાબદારી શું? • શું કોઈ આંતરિક મળતાવડ હતી? • વધુ કેટલા આરોપીઓ હજુ ફરાર છે? •ભવિષ્યમાં આવી ચોરી રોકવા શું પગલાં લેવાશે?
.........................
BSNL વાયર ચોરીમાં ઝડપાયેલી ટોળકીના તાર ગાંધીધામ કાર્ગો સુધી?
કડક પૂછપરછ થાય તો મોટું નેટવર્ક ખુલશે
વાયર BSNL ન્ના જ ચોરાયા હોય તો તેઓએ ફરિયાદ કરવા આગળ આવવું જ જોઈએ : BSNL ન્ના અધિકારીઓ આ બાબતે વેડાસર આવે હરકતમાં
ફરિયાદી કોઈ આગળના આવે તો ૪૧/વન -ડી કરવાના બદલે ઝડપાયેલા શખ્સો સામે ૩૭૯ની બિન જામીન પાત્ર તથા બે વર્ષની સજાની કલમો લગાડી ધાક બેસાડતો દાખલો કરવો જોઈએ પુરવાર
ગાંધીધામ :BSNL ન્ના વાયરોની ચોરીના કેસમાં ગાંધીધામA -ડિવિઝન પોલીસે ઝડપેલી ટોળકીની કડક પૂછપરછ કરવામાં આવે તો આ ગેંગના તાર ગાંધીધામના કાર્ગો વિસ્તાર સુધી સંકળાયેલા હોવાનું બહાર આવી શકે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સૂત્રોનું માનવું છે કે, આ ચોરી માત્ર છૂટક બનાવ નહીં પરંતુ સુવ્યવસ્થિત નેટવર્કનો ભાગ હોઈ શકે છે.વિશેષમાં, જો ખરેખર BSNL ન્ના જ વાયરો ચોરાયા હોય તો BSNL ન્ના જવાબદાર અધિકારીઓએ જાતે આગળ આવી પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. પરંતુ અત્યાર સુધી તેમની તરફથી પૂરતી સક્રિયતા જોવા મળી નથી, જેને કારણે શંકાઓ વધુ ઘેરી બની રહી છે. કાયદાકીય નિષ્ણાતોના મત મુજબ, જો કોઈ સત્તાવાર ફરિયાદી આગળ ન આવે તો પણ પોલીસે માત્ર ૪૧(૧)(D ) જેવી હળવી કલમ લાગુ કરવાને બદલે, ઝડપાયેલા શખ્સો સામે IPC કલમ ૩૭૯ (ચોરી) જે બિનજામીનપાત્ર અને બે વર્ષની સજા સુધીની જોગવાઈ ધરાવે છે લાગુ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ માટે ઢાંકબેસાડતો દાખલો બેસે

Comments