“કચ્છ ઉદય”ના અહેવાલ બાદ તંત્ર હરકતમાં પરંતુ કામ ફરી રાતના અંધારે!
બેદરકાર ઠેકેદારને બચાવવા મહાનગરપાલિકાના સાધન-કર્મચારીઓનો દુરૂપયોગ?
“કચ્છ ઉદય”માં છપાયેલા અહેવાલ બાદ મહાનગરપાલિકા તાત્કાલિક હરકતમાં આવી પરંતુ સુધારક પગલાં લેવાને બદલે અડધી રાત્રે કાળા અંધારામાં કામ કરાવી વિવાદને વધુ ઊંડો બનાવી દીધો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે, જનહિતનું કામ પારદર્શક રીતે દિવસમાં કરવાને બદલે રાતના અંધારે કેમ કરાવાયું?
ગાંધીધામ : “કચ્છ ઉદય”માં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ ગાંધીધામ મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું,
પરંતુ તેની કામગીરી વધુ શંકાસ્પદ બની છે. અગાઉ જે કામ ઠેકેદારની બેદરકારીને કારણે ખામીયુક્ત બન્યું હતું, તે જ કામ સુધારવા માટે મહાનગરપાલિકાએ પોતાના કર્મચારીઓ અને વેક્યુમ મશીનનો ઉપયોગ કરી અડધી રાત્રે કામગીરી કરાવીતે પણ રહેણાંક વિસ્તારમાં.સૂત્રો મુજબ, ઠેકેદારે કોમર્શિયલ
પાણીનું જોડાણ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે આપ્યું હતું. આ મુદ્દે કમિશનર સાહેબ સ્થળ મુલાકાત લે તે પહેલાં જ, રાતના અંધારે ઉતાવળે ખાડાઓ પૂરવા અને લાઇન ‘સુધારવા’ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે, આ આખી કવાયત દુકાનદાર પર દંડ ન આવે અને ભૂલ કરનાર ઠેકેદાર બચી જાયએ હેતુથી કરાઈ હોય તેવું લાગે છે.પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે, જો કામ ખરેખર નિયમસર હતું તો તે દિવસના પ્રકાશમાં કેમ ન થયું? રાતના અંધારે મહાનગરપાલિકાના સાધનો અને કર્મચારીઓનો
ઉપયોગ શા માટે કરવો
પડ્યો?આ ઉપરાંત, અગાઉ જે કામ ઠેકેદારે કર્યું હતું તેમાં ગંભીર બેદરકારી હોવાનું સ્પષ્ટ હતું, તો પછી
મનપાએ તે જ ઠેકેદાર પાસેથી ફરી સમારકામ કેમ ન કરાવ્યું? શા માટે જાહેર નાણાં ખર્ચીને
પાલિકાએ પોતે સુધારક કામગીરી કરવી પડી?સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે કે,આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવી જોઈએ,જવાબદાર ઠેકેદાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ, અને ભવિષ્યમાં આવા ‘રાત્રીકાળીન’ કામ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
...............

Comments