પૂર્વ કચ્છમાં યુરિયાની કાળાબજારી મુદ્દે ‘કોલ્ડવોર’ઃ ખાખીને અચાનક મળેલી સફળતા પાછળનું રહસ્ય શું?
LCB ટીમે તીર્થ પ્લાયવાળા ભાવેશના મુદામાલ પર દરોડો પાડી મોટી માત્રામાં યુરીયા ખાતર ઝડપ્યો છે તે વેળાએ ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો
તીર્થ પ્લાય પર ત્રાટકેલી પોલીસઃ વ્યાપારી અદાવતે ખેલ ખેલાઈ ગયો કે શુંં? : સચોટ રજેરજની માહીતીઓ ધંધાકીય હરીફે જ પહોચાડી કે શું?
મોટા માથાઓની સંડોવણીઃ શું પૂર્વ કચ્છમાં તીર્થ પ્લાય સિવાય અન્ય મોટા પ્લાયવુડ એકમો પણ આ રેઝિન અને યુરિયાના કાળાબજારીના નેટવર્કમાં સામેલ છે?
વર્ચસ્વની લડાઈઃ શું ભાવેશે અન્ય જૂના કાળાબજારીઓનો ‘બેનામી’ ધંધો આંચકી લીધો હતો? આ બાતમી એજન્સીઓ સુધી પહોંચાડવા પાછળ કોઈ જૂના ખેલાડીનો હાથ હોવાની પ્રબળ શક્યતા છે.
ગાંધીધામ : પૂર્વ કચ્છની પ્લાયવુડ ઈન્ડસટ્રીઝમાં ખાસ કરીને અમુક રેઝિન પ્લાન્ટવાળાઓ સબસીડીવાળા સરકારી યુરીયા ખાતરનો બેફામ વપરાશ કરી રહ્યા હોવાની ચર્ચાઓ સમયાંતરે બહાર આવતી રહે છે. આ પ્રકારના બુમબરાડાને છુટાછવાયા કેસો કરી અને સમર્થન પણ મળતુ રહે છે પરંતુ જે તે વખતે કોઈ પણ એજન્સી પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ધમધમમતું આ સરકારી યુરીયા ખાતરના કૌભાંડ બાબતે મુળીયા ઉલેચાયા હોય તેવુ કયાંય જોવાતુ નથી. હાલમાં પણ પૂર્વ કચ્છ એલસીબીએ તીર્થ પ્લાયમાં જઈ રહેલા સબસીડીવાળા આ યુરીયા ખાતરના જથ્થાને દબોચી લીધો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, કયાંક ને કયાંક જે મુદામાલ પકડાયો છે તે યુરીયાની કાળબજારીના મોટા ધંધામાં વર્ચસ્વીની લડાઈ અથવા તો ધંધાકીય હરીફાઈનો જ ભાગ હોવાનું મનાય છે.
પૂર્વ કચ્છમાં ખાતરના ગેરકાયદેસર કાળાબજારીના વ્યવસાયમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે.
પોલીસની તાજેતરની કાર્યવાહીને પગલે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. શું ખરેખર પોલીસને મળેલી આ સફળતા નસીબજોગ છે, કે પછી કોઈ મોટા ‘ખેલાડી’ એ બાતમી આપીને રસ્તો સાફ કર્યો છે? તીર્થ પ્લાયવુડના માલિક ભાવેશના યુરિયા અને રેઝિનના કાળાબજારીના સામ્રાજ્ય પર
પોલીસે જે રીતે તવાઈ બોલાવી છે, તેનાથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. રજેરજનીમાહીતીઓ પોલીસ પાસે કેવી રીતે પહોચી? તેની પાછળનું રહસ્ય શું છે? શું યુરીયાના કાળાબજારના ભાવેશના કોઈ હરીફે આ બાતમીઓ આપી છે કેમ? માલ, ગાડી અને ડ્રાઈવરની રજેરજની વિગત પોલીસ સુધી કોણે
પહોંચાડી? ધંધાકીય હરીફાઈઃ શું કોઈ હરીફ જૂથે પોતાનો ધંધો બચાવવા માટે ભાવેશને રંગેહાથ પકડાવી દીધો?
અહી તપાસ થવી જોઈએ કે, તીર્થ પ્લાયનો માલિક ભાવેશ માત્ર પોતાના માટે જ નહીં, પણ અન્ય કયા કયા પ્લાયવુડ એકમોને આ સસ્તું અને ચોરાઉ યુરિયા-રેઝિન સપ્લાય કરતો હતો? આવા વિવિધ સવાલોને લઈને હવે પોલીસતંત્રની આ કેસમાં આગામી કાર્યવાહી તરફ સૌના મીટ મંડાયેલા છે.
શું પોલીસ તપાસનો દોર અન્ય મોટા એકમો સુધી લંબાવશે? ભ્રષ્ટાચારનું નેટવર્ક ભેદવામાં આવશે ખરૂં? શું આ કાળાબજારીમાં સરકારી વિભાગોના આશીર્વાદ પણ હતા? જો સમગ્ર કેસની તપાસ કરવામા આવશે તો પ્લાયવુડ ઈન્ડસટ્રીઝમાં ચોરાઉ યુરીયા ખાતરની કાળા બજારીથી ધમધમતા અમુક રેઝિન પ્લાન્ટમાં કરોડોના સરકારી ખાતરના વપરાશનું કૌભાંડ બહરા આવી શકે તેમ જાણકારો માની રહ્યા છે.
...........................
ભચાઉના ખીરઈ પટ્ટામાં ત્રાટકોઃ તો કઈકના ‘તપેલા’ ચડશે?
ગાંધીધામ : તીર્થ પ્લાયવાળા ભાવેશ સહિતનાઓ દ્વારા સરકારી સબસીડીવાળા યુરીયાની કાળાબજારી કરતા દબોચાયા હોવાનો ખુલાાસો થવા પામ્યો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે,
પોલીસે ભચાઉના ખીરઈ પટ્ટામાં આવેલી ફેક્ટરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરે તો કઈક મેાટા નેટવર્કનો ખુલાસો થશે. ભાવેશ પોતાની ખીરઈ વીસ્તારમાં આવેલી ફેકટરીમાં આ થેલીઓ મોટા પ્રમાણમાં રાખતો હતો. તથા દિલ્હીથી પણ રેજિનના ટેન્કરોના ટેન્કરો પણ અહી ઠલવાતા હોવાનુ મનાય છે. જરૂરીયાત પ્રમાણે તે સપ્લાય કરતો હતો.
...................................
અમુક વેપારીમાં ફા..ડ..! : હવે અમારો વારો?
તપાસનો ગાળિયો વધુ તટસ્થ રીતે વ્યાપક બનશે અને ભાવેશની ધરપકડ બાદ તે કયા મોટા માથાઓના નામ ઓકશે તેના પર સૌની મીટ મંડાયેલી છે
ગાંધીધામ : ભાવેશના માણસોની ધરપકડ બાદ અનેક પ્લાયવુડ અને રેઝિન ઉત્પાદકોમાં ફાળ પડી છે. જેમણે ભાવેશ પાસેથી ચોરાઉ માલની ખરીદી કરી છે, તેઓ હવે કાયદાકીય સકંજાથી બચવા માટે દોડધામ કરી રહ્યા છે. ભાવેશ પાસેથી બેનામી રેજિન ચોરાઉ યુરીયાવાળુ લેનારા અમુક વેપારીઓમાં ફાડ પડી હોવાનુ ચર્ચાય છે. ભાવેશ પકડાયા બાદ કોના કોના નામો આપી દેશે, તે બાદ આવા લોકો શું કરે? તેની લઈને આંતરીક ઉહાપોહ સર્જાયેલો હોવાનુ ચર્ચાય છે.
......................
જૂના ખેલાડીઓનો ધંધો હડપ કરવાનું પરિણામ?
ગાંધીધામ :ચર્ચાઈ રહ્યું છે કે ભાવેશે ટૂંક સમયમાં યુરીયાની કાળાબજારીનું મોટું નેટવર્ક ઉભું કરી દીધું હતું.ટેન્કરોેના ખેલને લઈને સવાલો થાય છે કે, દિલ્હીથી રોજિંદા ધોરણે આવતા યુરિયા અને સેમી-લિક્વિડ રેઝિનના ટેન્કરો સીધા તીર્થ પ્લાય પાસે કેમ પહોંચતા હતા?

Comments