આધોઈ સોપારી દાણચોરીકાંડમાં સૌથી મોટો અંગુલીનિર્દેશ : વિદેશી કન્ટેઈનર ડોમેસ્ટીક આધોઈ સુધી કોની મંજુરીથી પહોચ્યું?
મુંદરા પોર્ટ પર વિદેશથી આવેલ કન્ટેઈનર ભચાઉના આધોઈ સુધી લઈ જવાની પરવાનગી કોણે આપી? પોલીસતંત્ર ઝડપાયેલા શખ્સોથી આધાર-દસ્તાવેજો અંકે કરે, કન્ટેઈનર લાઈન વાળુ કોણ છે? તેને બોલાવી કડક રીમાન્ડ લે? કન્ટેઈનરનો મુદામાલ મંગાવનાર કોણ હતો? તે સહિતની બધી જ વિગતો મળી જશે?
પોલીસ-એજન્સીને તપાસ કરવી જ હોય તો , આ ફોટો જ બધા પુરાવાઓ આપવા પુરતો જ છે..!
ખાટલે મોટી ખોટ : ગાંધીધામ ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સ તથા કંડલા-મુંદરા કમીશ્નરેટ પણ આ વિષયમાં હજુ સુધી કયાંય કાર્યવાહી કરતી ન દેખાતા ઉઠી રહ્યા છે સવાલ? એકઝિમ એટલે કે ઈન્ટરનેશનલ કન્ટેઈનર ડોમેસ્ટીક રીતે આધોઈ સુધી પહોચી ગયુ તો પ્રથમ જવાબદારી તો કસ્ટમ અને તેઓ ન કરેલી કાર્યવાહી માટે ગાંધીધામ ડીઆરઆઈએ તપાસ શરૂ કરી દેવાની બને છે ફરજ? પરંતુ હજુ સુધી આ બન્ને વિભાગમાં તો પત્તું પણ ન હાલ્યુ હોવાનો દેખાય છે વર્તારો.!
દોઢ કરોડના સોપારી પ્રકરણમાં તપાસનીશ પોલીસ તંત્રને જો ખરેખર જ દુધનું દધુ અને પાણીનું પાણી કરવુ હોય તો કન્ટેનર કયારે ઈન થયુ, કયા બંદર પર આવ્યુ? કન્ટેઈનર કયુ છે? ડોમેસ્ટીક છે કે એકઝિમ છે? ફોટામાં બધુ જ દેખાય છે. મુંદરા પોર્ટ પર કયારે ઈન થયુ? કયારે આઉટ થયુ? તે તારીખ સાથેની માહીતી છે. સૌથી મહત્વનું એ છે કે, આ કન્ટેઈનર એકઝિમ એટલે કે ઈન્ટરનેશનલ હતુ, તો પછી તેને આધોઈ સુધી(ડોમેસ્ટીક કન્ટ્રોલ) આપ્યો જ કોણે?
ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જની સાયબર સેલની ટુકડી દ્વારા ભચાઉના આધોઈ પાસેથી દોઢ કરોડની દાણચોરીયુકત સોપારીનો જથ્થો પકડી પાડયો છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને કન્ટેઈનર કયાંથી નીકળ્યુ તે સહિતના વિષયને લઈને અસમંસતા ભરી સ્થિતી સર્જાઈ હોવાનુ દેખાડાય છે પરંતુ હકીકતમાં આવી કોઈ સ્થિતીએ તપાસને અટકાવવાનો કોઈ અર્થ જ નથી. કારણ કે, જાણકારોની વાત માનીએ તો આ કન્ટેઈનર ઈન્ટરનેશનલ વિદેશી કન્ટેઈનર છે, તો પછી તે ડોમેસ્ટીક કન્ટ્રોલ એટલે કે આધોઈ સુધી પહેાચી જ કેવી રીતે શકે? વિદેશી કન્ટેઈનર બંદર પર આવ્યા બાદ તેને ભચાઉના આધોઈ સુધી લઈ જવાની મંજુરી કોણે આપી? કોના ઈશારે આ કૃત્ય કરવામા આવ્યુ છે?
તેમાં કોની કોની મીલીભગત રહેલી છે? આ બધાય જ સવાલોના જો જવાબ જોઈતા હોય તો કન્ટેનર લાઈનને પકડો? આ કન્સાઈમેન્ટમાં કન્ટેનર લાઈન તરીકે કોણ છે? તેની પાસેથી મુંદરામાં આ કન્ટેઈનર છોડાવાવ કોણ આવ્યુ? મંગાવનાર કોણ હતુ? કયાં લઈ જવાનુ હતુ? તે સહિતની બધી જ લીંક આપોઆપ જ મળી શકે તેમ છે. રપમીએ આ કન્ટેનર પોર્ટ પર આવ્યુ, ર૮મી ડીસેમ્બરના રોજ આઉટ થયુ છે, ૩ દીવસ પોર્ટમાં આ કન્ટેનર રહ્યું છે, અને સ્લીપમાં ચોખ્ખુ દેખાય છે કે કન્ટેઈનર એકિઝમ એટલે કે એકસપોર્ટ ઈમ્પોર્ટ મટીરીયલ્સ છે, ડોમસ્ટીક કન્ટ્રોલનું નથી? આવુ આધાર પુરાવાઓ સાથે જોવા મળી રહ્યુ છે, તો પછી હવે પોલીસતંત્રને સબંધિત યુનિટવાળાઓની સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં કયાં રાહ જોવાની જરૂર છે?
માત્ર કન્ટેઈનર લાઈનવાળાને પકડી અને તેના કડક રીમાન્ડ લેવાની જરૂર છે, તો કાસેઝના કયા યુનિટવાળા પાસે આ કન્ટેઈનર ગયુ અને તે આધોઈ સુધી કેમ પહોચી ગયુ? તથા અમદાવાદ સુધી આ રીતે બીજા કેટકેટલા કન્ટેઈનરો આનાથી પહેલા સરકારવી દીધા તે સહિતની વિગતો
આપોઆપ જ બહાર આવી શકે તેમ છે. ડોમેસ્ટીક રીતે આ વિદેશી કન્ટેઈનર નીકળી જ નથી શકતુ? તેની પરવાનગી -મંજુરી આપનાર છે કોણ?

Comments