Trending News
સ્થાનિક સમાચાર

મહાયુતિની જીતમાં ભાજપની સહયોગી પાર્ટી આરપીઆઈની મહત્વની ભૂમિકામાં રહી

17 January




ભુજમાં આરપીઆઈ કાર્યકરોએ મનાવ્યો વિજય ઉત્સવ

ભુજ - કચ્છઉદય : મહારાષ્ટ્રમાં ભાજપની અગેવાની હેઠળની મહાયુતિની જીત હાંસલ કરવા રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા પ્રમુખ રામદાસ આઠવલે તથા તેમની સાથે પક્ષના રાષ્ટ્રિય મહાસચિવ રાજેન્દ્ર ટાંક મન ટીમની ભૂમિકા મહત્વની પુરવાર થઇ છે.
ભારતીય જનતા પાર્ટી અને શિવસેના એકનાથ શિંદે સાથે તેમની સહયોગી પાર્ટી રિપબ્લિક એન્ડ પાર્ટી ઓફ ઇન્ડિયા(આઠવલે) એ સંયુક્ત રીતે સાથે મળી મહાયુતિએ ૨૯ પાલિકામાંથી ૨૫ પાલિકામાં જળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવાદ અને દેશમાં શુસાસન અને સહુનો સાથ સહુનો વિકાસની વાતને મહારાષ્ટ્રમાં જનતાએ પ્રાંતવાંદ અને જ્ઞાતિવાદથી પર રહીને સુશાસન માટે મતદાન કરી મહારાષ્ટ્રના મતદારોએ પોતાનો રાષ્ટ્રવાદ બતાવી આપ્યો છે.
મુંબઈમાં ૮૮ બેઠકો પર વિજય મેળવી ભાજપ પોતાના મેયર બનાવે બનાવે તો નવાઈ નહીં, જોકે જમીની હકિક્ત પારખુ કેન્દ્રિય મંત્રી શ્રી આઠવલ્લેએ મુંબઈ ખાતે જાહેર સભામાં ઠાકરે બંધુઓના વળતા પાણીની કરેલી સ્પષ્ટ આગાહી પણ સાચી ઠરી છે. 
મહારાષ્ટ્રમાં ૨૯ મહાનગરપાલિકામાંથી ૨૬૯૮ બેઠકોમાંથી ૧૩૭૨ ભાજપ અને મહાયુતિના વિજ્યમાં આરપીઆઈ પાર્ટીના સર્વે સર્વા રામદાસ આઠવલેની મહેનત રંગ લાવી છે,ખાસ કરી આંબેડકર સમર્થકો અને શ્રી આઠવલેના ચાહકોએ આ વખતે મન મુકીને સમર્થન આપ્યું છે જે પરિણામમાં દેખાઈ આવે છે.
મહારાષ્ટ્રમાં પાલિકાઓમાં ભાજપ અને સાથી દળોના સંયુક્ત સહયોગથી મળેલા જવંલત વિજ્યને વધાવતા આરપીઆઈના રાષ્ટ્રિય સચિવ રાજેન્દ્ર ટાંકે જણાવ્યું હતું કે મુંબઈમાં ઠાકરે રાજનો અંત આવ્યો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહારાષ્ટ્રમાં વિકાસ અને શુસાસનની ગેરંટીમાં લોકોએ વિધાનસભાની ચૂંટણી બાદ પુનઃ વિશ્વાસ મુક્યો છે જે દેશમાં આવનારી ૨૦૨૯ ની ચુંટણી માટે પણ સુચક છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં મુંબઈ, પુના તથા અન્ય મોટા શહેરોમાં આરપીઆઈના રામદાસ આઠવલેની ટીમમાં ગુજરાતમાંથી રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ટાંકે આઠ દિવસ સતત સાથે રહી પ્રચારમાં જોડાયા હતા. પૂનામાં છ જગ્યા ઉપર અને મુંબઈમાં તમામ વોર્ડમાં રાત દિવસ ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની શિવસેના સાથે રહી રહી તન મન ધન સહયોગી બની જીતમાં સહભાગી બન્યા હતા જેની નોંધ લઈ શ્રી આઠવલેએ ટાંકની કામગીરી બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.
----

Comments

COMMENT / REPLY FROM