Trending News
સ્થાનિક સમાચાર

પ્યાર મોહબ્બત બલીદાનની ધરતી કચ્છમાં આવ્યાનો હર્ષ અનુભવુ છુ : હાસીમ અલ ગીલાની

17 January




કચ્છમાં મુફતી એ આઝમ કચ્છ સૈયદ હાજી અહમદશા બાવાએ મોહબ્બતની ખેતી કરી છે ત્યારે મીઠા ફળ જોવા મળી રહ્યા છે : હાસીમ અલ ગીલાની


હઝરત હાસીમ અલ ગીલાનીની કચ્છની મુલાકાત ઐતિહાસિક રહી : હાજી જુમા રાયમા


ગાંંધીધામ - કચ્છઉદય : સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજના ધર્મગુરૂ શેખ સૈયદ હાસીમ અલ ગીલાનીની બે દિવસની મુલાકાત ઐતિહાસિક રહી દીનમહમદ રાયમા પરીવાદમાં લગ્ન પ્રસંગે નીકાહ પઠાવવા ખાસ ઉપસ્થિત રહેલ હતા. શેખ સૈયદ હાસીમ અલ ગીલાનીના બે દિવસ કચ્છ પ્રવાસમા સતત સાથે રહેલ કચ્છના મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ વિગતો આપતા જણાવેલ કે, સામખિયાળી ખાતે લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલ હાસીમ અલ ગીલાની સાહેબે સામખિયાળી ખાતે મા ફાતેમા તુ ઝોહરા ટ્રસ્ટની મુલાકાત કરેલ તથા ટ્રસ્ટમા સીવણ કલાસ, મહેદી કલાસ, વોલીબોલ ગ્રાઉન્ડનુ ઉદઘાટન કરેલ હતું. સંસ્થાની કામગીરી તથા તાલીમની પ્રસંસા કરેલ લાકડીયા ખાતે માજી સરપંચ ફતેમામદ રાઉમાના ઘરે દુવા કરવા ઉપસ્થિત રહ્યા હતા. જ્યા કોમી એકતા ભાઈચારાના દર્શન થયેલ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, પુર્વ કચ્છ બ્રમ સમાજ અધ્યક્ષ દયારામ મારાજ, લાકડીયા ઠાકોર સાહેબ મુન્ના દાદા, ક્ષત્રીય અગ્રણી અશોકસિંહ ઝાલા, લાકડીયાના પુર્વ સરપંચ બળુભા સોલંકી, જેઠુજી નાથબાવા, મનજી કોલી, લાભશ્કર મારાજ સહિતના આગેવાનોએ હાસીમ અલ ગીલાનીનુ સ્વાગત કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ હતું. પ્રોગ્રામની વધુ વિગતો આપતા હાજી જુમા રાયમાએ જણાવેલ કે બીજા દિવસે ગાધીધામ ખાતે હાજી જુમા રાયમાને ઘરે દાવત તથા સમાજના આગેવાનોને મુલાકાત આપેલ અને જણાવેલ કે ભારત સાથે કચ્છના તમામ મુસ્લિમો પોતાના દેશને વફાદાર રહે અને દેશમા વસ્તા હમ વતની ભાઈઓ સાથે પ્રેમ મોહબ્બતથી રહે દેશની તરક્કી અને વિકાસમા મુસ્લિમ સમાજ પોતાનું ભરપુર યોગદાન આપે એ જ સાચા મુસ્લિમની નિશાની છે. પ્રવાસમા રહેલ તેમના ખલીફા સૈયદ મઝહર અબબાવાએ કચ્છની કૌમી એકતાની પ્રશંસા કરી તેમણે હિન્દુ - મુસ્લિમો એકબીજા માટે બલીદાન આપેલ તે ધરતી પર હઝરત બીજી વખત આવેલ તે કચ્છી લોકો ના પ્રેમ ની નીશાની છે તેવુ જણાવ્યું હતુ હાસીમ અલ ગીલાનીએ આ પ્રસંગે મુફ્તીએ આઝમ કચ્છ સૈયદ હાજી અહમદશા બાવાને યાદ કરી કહેલ કે હાજી અહમદશા બાવાએ કચ્છની ધરતી પર મોહબ્બતની ખેતી કરેલ છે. મીઠા ફળ જોવા મળે છે તેમણે મુસ્લિમ સમાજના તમામ લોકો માટે દુવા કરેલ ભારત અને ભારતનો લોકો હમેશા તરક્કી કરે તેવી દુવા કરેલ તેમણે વધુ જણાવ્યું કે હુ જ્યારે ભારત આવુ છુ ત્યારે મારા ઘરે આવ્યો હોઉ તેવુ અહેસાસ અનુભવુ છુ. હુ જે લોકો બગદાદ નથી જઈ શકતા તેવા લોકો માટે બગદાદ અહી લઈ આવ્યો છુ. હુ મારા દાદા ગૌષેપાક અબ્દુલ કાદીર ગીલાની વી બારગાહમા તમારી મોહબ્બત અને અકીદત પેશ કરી તમારા સહુ માટે દુવા કરીશ ગાધીધામ ખાતે અશરફ પાસ્તા તથા રફીક બારા અને રમજુ કુંભારને ઘરે દુવા માટે હાજરી આપેલ મસ્જીદે નુરી ખાતે જુમ્મા નમાજ પઠાવેલ ત્યારે હજારો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોતાના પીરના દીદાર કરેલ શબે મેરાજની રાતે મસ્જિદે તયબાહ ખાતે જીક્રે કાદરીયા કરાવેલ અને દુવા કરેલ અને ૧૭ તારીખે સવારે ભુજથી મુંબઈ અને ત્યાંથી માનચેસ્ટર લંડન જવા રવાના થયા હતા.
આયોજનને સફળ બનાવવા હાજી જુમા રાયમા,ે સૈયદ અનુબાપુ, સૈયદ તાલીબ હુસેન સૈયદ, હુશેન આગરીયા, દીનમહમદ રાયમા, રમજુ કુંભાર, યુસુફ સંધાર, રફીક બારા, અશરફ પાસ્તા, ફતેમામદ રાઉમા, સાદીક રાયમા, યાકુબ એડવોકેટ, યુસુફ હાકડા, મહમદ જુણેજા, કાસમશા સૈયદ (કણખોઈ), સંદીપસિંહ  રાણા, સંજયસિંહ રાણા, ઝુબેરભાઈ, સમીરખાન, મુશીરખાન, ડો. હાસીમ હીંગોરો, ડો. રફીક વોરા સહિત લોકો હાજર રહેલ હતા. સૈયદીની મુલાકાત કરવા કચ્છની સાથે સમગ્ર ગુજરાત કાઢીયાવાડ, હાલાર, રાજસ્થાન મુંબઈ સહિતથી લોકો મુલાકાત માટે આવેલ તેવુ હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM