શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુન્દ્રા આઈટીઆઈની મુલાકાત લીધી
છાત્રો સાથે સહજ સંવાદ યોજીરોજગારલક્ષી નવા ટ્રેડથી અવગત થતાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા
ભુજ - કચ્છઉદય : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ મુન્દ્રા ખાતે આઈ.ટી.આઈની મુલાકાત લઈને યુવાનોના ઈનોવેશનની સરાહના કરી હતી.
કેબિનેટ મંત્રીએ આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ મોડલનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે મુંદરા આઈટીઆઈના ૮ ટ્રેડ અને ક્લાસરૂમની મુલાકાત લઈને નવા કોર્ષ તથા શૈક્ષણિક કામગીરી અંગે મંત્રીએ વિગતે માહિતી મેળવી હતી. આઈટીઆઈ છાત્રો સાથે સહજ સંવાદ કરીને રોજગારલક્ષી નવા ટ્રેડથી અવગત થઈને કેબીનેટમંત્રી કુંવરજીભાઇએ યુવાનોના કૌશલ્યને બીરદાવ્યું હતું.
મુંદરા આઈટીઆઈ ખાતે બેઠક યોજી રોજગાર મંત્રી કુંવરજીભાઇએ વિવિધ કંપનીઓના એક્સપર્ટ લેક્ચર લેવા, ઓન જોબ ટ્રેનિંગ, ખૂટતી સુવિધાઓ તેમજ આગામી સમયમાં વિકાસ માટે આવશ્યક માનવ બળની જરૂરિયાતને અનુલક્ષીને યુવાનોને રોજગારીના સંદર્ભે નવી કૌશલ્ય તાલીમ આપવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મંત્રીએ મુન્દ્રા પોર્ટની હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે મામલતદાર કલ્પનાબેન ગોંદીયા, મદદનીશ શ્રમ આયુક્ત એ.કે. શિહોરા, આચાર્ય ચિરાગ દાવડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં.
--------

Comments