કેસીએની આંતર જિલ્લા જય હિન્દ ટ્રોફી અને તાજા વાલા ટ્રોફી માટેની સિલેક્શન નેટ
ભુજ - કચ્છઉદય : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન રાજકોટ આયોજિત આંતર જિલ્લા જય હિન્દ ટ્રોફી અને તાજાવાલા ટ્રોફી આગામી દિવસોમાં રમવાની હોઈ જે માટેની કેસીએની ટીમનું સિલેક્શન તા. ૧૯-૧ના સવારે ૮ કલાકે મહિલા કોલેજ સ્પીડી ક્રિકેટ ગ્રાઉન્ડ ચંગલેશ્વર મંદિર સામે ભુજમાં યોજાશે. સિલેક્શન નેટમાં ભાગ લેનાર ખેલાડીએ અંગત કિટ વાઈટ ડ્રેસ ફી રૂા ૩૦૦, જન્મનો દાખલો, આધાર કાર્ડ સાથે સમયસર ગ્રાઉન્ડ પર રિપોર્ટ કરવાનો રહેશે. સિલેક્શન નેટમાં ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને અબડાસાના તાલુકાના ખેલાડીઓ ભાગ લઈ શકશે તેવું મંત્રીની યાદીમાં જણાવવામાં આવેલ છે.
-------

Comments