કચ્છ જિલ્લા વિધાસહાયક ખાસ ભરતી (ધો. ૧થી૫ ) પ્રતિક્ષાયાદીનો બીજો તબક્કો જાહેર
૨૧ જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી - ૨૦૨૫ (ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ) તા. ૮-૫-૨૦૨૫ની જાહેરાતના પ્રતિક્ષાયાદીના ઉમેદવારો માટે કોલ-લેટર મેળવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. આ બાબતે વિશેષ માહિતી આપતા રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧ થી ૫)ના મેરીટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ-લેટર ઓનલાઇન મેળવી શકશે. ધો. ૧થી ૫ વિજ્ઞાન પ્રવાહ શિવાયના ઉમેદવારો માટે અનુસુચિત જાતિનું મેરિટ ૬૬.૬૭૬૮ જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું મેરિટ ૬૭.૪૬૯૦ ટકાએ અટક્યું છે.
કચ્છમાં વિધાસહાયકની સ્પેશીયલ ભરતી વર્ષ ૨૦૨૫ના પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ નિમ્ન પ્રાથમિક વિભાગ (ધોરણ ૧થી ૫)માં અનામત કેટેગરીમાં દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે ઉપર મૂજબ દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના ઓનલાઇન કોલ લેટર મેળવી શકશે. ઉમેદવારોને તા. ૨૧-૧ના જિલ્લા પસંદગી માટે ગાંધીનગર ખાતે બોલાવેલ છે. જે અંગે તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલલેટરમાં દર્શાવેલ છે. જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઇન કોલલેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિધાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.
----

Comments