આદિપુરમાં પલીયા નો બ્રાઉનસુગર નો બેનામી ધંધો પુરજોશમાંઃ ખાખી ના બાતમીદારની આડમાં ડ્રગ્સનું ધમધમતું નેટવર્ક..!
પરેશ ઉર્ફે પલીયો પર કોના ૪ હાથ? : કોની મહેરબાનીથી નશાનો મોટો પોઈન્ટ બિનધાસ્ત ચાલી રહ્યો છે? : આદિપુરમાં શાળા-કોલેજો અનેક આવેલા છે, આ પલીયાના ડ્રગ્સના પોઈન્ટ થકી નિદોર્ષ બાળકો નશાના રવાડે ન ચડી જાય..! : ઉચ્ચ અધિકારીઓ તપાસ કરાવે કે, આ ‘‘પલીયો’’ કોનો બાતમીદાર બની તેની આડમાં આવા બેનામી ધંધાઓ ખુલ્લેઆમ ચલાવતો ફરી રહ્યો છે?
ગાંધીધામ : એકતરફ ગુજરાત સરકાર રાજયને ડ્રગ્સ મુકત બનાવવા વિવીધ અભિયાન હાથ ધરી રહી છે, પૂર્વ્ કચ્છ પોલીસતંત્ર પણ નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છના નામે મોટુ કેમ્પેઈન ચલાવી રહી છે ત્યારે જોડીયાનગર પૈકીના જ એક એવા આદિપુર શહેરમાં જ બ્રાઉનસુગરનો પોઈન્ટ બેફામ બનીને ધમધમીરહ્યો હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે.
આ બાબતે જાણકારો કહી રહ્યા છે કે, આદિપુરમાં પરેશ ઉર્ફે પલીયા તરીકે ઓળખાતા શખ્સનો બ્રાઉન સુગરનો અડો હોટડીમાન્ડ બની જવા પામ્યો છે. શહેરના મોકાના વિસ્તારમાં આ પલીયાનો અડ્ડો આ રીતે બિનધાસ્ત કેમ ધમધમી રહ્યો છે? જાણકારો કહે છે કે, પરેશ ઉર્ફે પલીયો ખાખીના અમુક બની બેઠલાઓનો બાતમીદાર બની બેઠો છે અને તેની આડમાં જ તેને આ અડ્ડો ચલાવવાની છુટ મળી ગઈ છે.આદિપુર દીપમાલા પાસે રહેતો આ પરેશ ઉર્ફે પલીયો કોનો બાતમીદાર છે? વેળાસર આ બાબતે તપાસ કરવી જોઈએ અને શું આ રીતે કોઈ બાતમીદારને બાતમી આપવાની આડમાં આવા અડ્ડાઓ ચલાવાવની છુટ આપી શકાય છે ખરી? જો નહી તો પછી પલીયાનો અડ્ડો કેમ ચાલી રહ્યો છે? અહીયાદ અપાવવુ ઘટે કે આદિપુરને શિક્ષણ ધામ તરીકે પણ ઓળખવામા આવે છે. અહી કચ્છની સારી સારી પ્રતિષ્ઠીત શાળાઓ અને કોલેજો આવેલી છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહી અભ્યાસર્થે આવતા હોય છે. કયાંક ને કયાંક પલીયાનો અડ્ડો આવા નાની ઉમરના બાળકોને પણ નશાની કોઈ આડ અસર કે મોટી લત્ત લગાડી જાય તેની ઈંતેજારી તો તંત્ર દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં નથી કરાતી ને? જો પલીયા બાબતે તપાસ કરવામા આવશે તો તેને બ્રાઉનસુગર સપ્લાય કરનારનું નામ પણ ખુલી શકે છે. કહેવાય છે કે સુંદર પુરીમાં રહેતો રાવત નામનો શખ્સ આ પલીયાને બ્રાઉન સુગર સપ્લાય કરી રહ્યો છે. જા ેઆ રાવત નામના શખ્સ સુધી પોલીસ પહોચે તો વધુ મોટા નેટવર્કનો ખુલાસો પણ અહી થવાપામી શકે તેમ મનાય છે. શું પૂર્વ કચ્છમાં એલસીબી કે એસઓજીના બાતમીદાર બની ગયા કે કોઈ મથકનાડી સ્ટાફના બાતમીદાર બની ગયા એટલે બેનામી ધંધાઓ છુટથી ધમધમાવો તેવી પ્રથા ચાલી રહી છે કે શું? લોકો એવા પણ સવાલ કરી
રહ્યા છે.

Comments