Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના પીપરાપાટીમાં વાહન અકસ્માતના મનદુઃખે હત્યાનો પ્રયાસ

17 January




ત્રણ શખ્સોએ બે સહોદર અને ભત્રીજા પર ધારિયા વડે હુમલો કર્યો : ટ્રકને ગોળગોળ ફેરવી યુવાનના પગ પર ચડાવી પગ કચડી નાખ્યો : સામ સામે લાકડિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ 


ભચાઉ - કચ્છ ઉદય : તાલુકાના પીપરાપાટી ગામે વાહન અકસ્માતના ઝઘડાના મનદુઃખે ખૂની હુમલાની ઘટના સામે આવી છે. ફરિયાદી મહેન્દ્રભાઈ વીરાભાઈ કોલીના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ અગાઉ ફરિયાદી સાથે વાહન અકસ્માત બાબતે થયેલા ઝઘડાનું મનદુઃખ રાખી આ હુમલો કર્યો છે. ફરિયાદી તેમજ તેના ભાઈ દીકરાને જાનથી મારી નાખવાના ઈરાદે ધારિયા તીક્ષ્ણ હથિયાર અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદીને માથાના ભાગે તથા જમણા હાથના અંગુઠા પર ધારીયું મારી ઈજા પામનાર સાહેદ જશવંત વીરા કોલીને લાકડીથી માર મારી સાહેદ જીતેન્દ્રને માથામાં ધારીયું મારી આરોપી લાલજી ગેલા કોલીએ કબજાની ટ્રક નં.જીજે૧ર - બીટી - ૮૮૪૮ થી ફરિયાદી અને સાહેદોને મારી નાખવાના ઈરાદે ટ્રકને ગોળગોળ ફેરવી જીતેન્દ્ર મહેન્દ્ર કોલીના પગ પર ટાયર ફેરવી પગ કચડી નાખી ફરિયાદી અને સાહેદોને ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે પ્રવીણ ગેલા કોલી, લાલજી ગેલા કોલી અને અન્ય એક અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરાવાયો છે. 
આ સિવાય સામે પક્ષે ગેલાભાઈ માનસંગભાઈ મક્વાણા કોલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી જશવંત વીરા કોલી, મહેન્દ્ર વીરા કોલી, જીતેન્દ્ર મહેન્દ્ર કોલીએ અગાઉ વાહન અકસ્માતના ઝઘડાનું મનદુઃખ રાખી ફરિયાદીના બન્ને દીકરા તથા સાહેદને લાકડી વડે માર મારી દીકરા પ્રવીણને ફ્રેક્ચર સહિતની તથા સાહેદ લાલજી તથા અજાણ્યા ઈસમને ઈજાઓ પહોંચાડી હતી. લાકડિયા પોલીસે સામ સામે ગુનો દાખલ કરી પીઆઈ જે.એમ. જાડેજાએ આગળની તપાસ હાથ ધરી છે. 


 

Comments

COMMENT / REPLY FROM